આજકાલ ફિલ્મો સાચી ઘટનાઓથી પ્રેરિત થઇ રહી છે. તે જ શ્રૃંખલાને આગળ વધારતા બાલોકોટ હુમલાથી પ્રેરિત એક શ્રેષ્ઠત્તમ ફિલ્મ “સેક્ટર બાલાકોટ” આવનાર છે. મુંબઈમાં આ ફિલ્મના પોસ્ટર, ટીઝર, ટ્રેલર અને તેના દિશભક્તિ ગીત “વંદે માતરમ”ને જાણીતા એક્ટર, ડાયરેક્ટર, પ્રોડ્યુસર સોહેલ ખાને લૉન્ચ કર્યું.
આ કાર્યક્રમમાં ફિલ્મનું ટીઝર, ટ્રેલર અને વંદે માતરમ ગીત દર્શાવવામાં આવ્યું, જેને તમામે પસંદ કર્યું. આ ફિલ્મમાં અશ્મિત પટેલ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યાં છે, જ્યારે ફેમિના મિસ ઈન્ડિયા જિનલ પંડ્યા, વિપુલ ગુપ્તા (સ્પેશ્યલ 26 ફેમ), જિતેન્દ્ર ત્રેહાન અને પુનીત ઇસ્સર પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.

સોહેલ ખાને જણાવ્યું કે મેં ફિલ્મ સેક્ટર બાલાકોટનું ટ્રેલર, ટીઝર અને ગીત નિહાળ્યું, મને એક સારો પ્રયત્ન લાગી રહ્યો છે. તમામ એક્ટર અને ટેક્નિશ્યને આ ફિલ્મમાં પોતાના 200 ટકા આપ્યા છે, તેમ મને લાગી રહ્યું છે. ફિલ્મનો સબ્જેક્ટ સારો છે.
આ ઇવેંટમાં મારૂં આવવાનું કારણ અશ્મિત પટેલ છે, જેઓ વર્ષોથી મારા મિત્ર છે. તેઓ હંમેશા કહે છે કે અમારી ફેમિલી દોસ્તોની દોસ્ત છે, પરંતુ વાસ્તવમાં અશ્મિત પોતે જ ‘યારોંના યાર’ છે. આજે ઓટીટી આવવાના કારણે દર્શકોને સિનેમાઘરો સુધી લાવવાનું કામ ખૂબ જ મુશ્કેલીભર્યું છે. એવામાં આ ફિલ્મના નિર્દેશક હિતેશ ક્રિસ્ટીને અભિનંદન આપું છું કે તેઓ સેક્ટર બાલાકોટ જેવી ફિલ્મ થિયેટરમાં રિલીઝ કરી રહ્યાં છે. આ ફિલ્મ 17 ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં પ્રદર્શિત થવા જઇ રહી છે. હું અશ્મિત, ડાયરેક્ટર અને સમગ્ર ટીમને ઑલ ધ બેસ્ટ કહેવા ઇચ્છું છું.

અશ્મિત પટેલે જણાવ્યું કે સોહેલ ખાનનો હું હૃદયથી આભાર વ્યક્ત કરૂં છું. તેઓ મિત્રતાનું ઉદાહરણ છે, ‘યારોંના યાર’ છે. તેઓને મિત્રતા નિભાવતા આવડે છે, તેઓ પોતાની મહત્વપૂર્ણ મીટિંગ છોડી ટાઉનથી અહીં મારા માટે આવ્યા, હું તેમને મારા મોટા ભાઈ કહું છું અને તે બાબત પર ગર્વ છે. તેમની ઉપસ્થિતિ અમારા માટે દુઆઓથી ઓછી નથી.
ફિલ્મનું લેખન અને દિગ્દર્શન હિતેશ ક્રિસ્ટીએ હિતેશ ક્રિસ્ટી ફિલ્મ પ્રોડક્શનના બેનર હેઠળ કર્યું છે. ફિલ્મના ગીતો શારિબ-તોશીએ સંગીતબદ્ધ કર્યાં છે અને ગાયા છે.