વડોદરા, 6 જાન્યુઆરી, 2023: એશિયાની સૌથી પ્રતિષ્ઠિત મોનિટરિંગ ઇવેન્ટ, 21 ગન સેલ્યુટ કોન્કોર્સ ડી’ એલિગન્સની 10મી આવૃત્તિએ વડોદરાના રોયલ લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે શરૂ થઈ. આના ભવ્ય ઉદ્ઘાટન સાથે જ શહેરવાસીઓને ખૂબ જ દુર્લભ અને શાનદાર વિંટેજ કારોને નિહાળવાનો અવસર મળ્યો છે. આ સુંદર વિન્ટેજ કરાઓનું એંજિન આજે પણ સંપૂર્ણ મજબૂતી સાથે રસ્તા પર તેમનું રાજ બનાવેલ છે અને શિયાળાની ઋતુમાં ગરમી આપી રહેલ છે.
21 ગન સેલ્યુટ હેરિટેજ એન્ડ કલ્ચરલ ટ્રસ્ટના ચેરમેન અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મદન મોહને જણાવ્યું હતું કે, “આ કોન્કોર્સની દસમી એડિશન ગ્લોબલ ટુરિઝમ મેપમાં ભારતના વિવિધ ભાગોને ચિહ્નિત કરવાના અમારા ધ્યેય તરફ મોટી છલાંગ લગાવી રહી છે. નેશનલ અને ઈન્ટરનેશનલ ઓટોમોબાઈલ પ્રેમીઓનો ઉત્સાહ જબરદસ્ત રહ્યો છે. અતુલ્ય ભારતના વૈવિધ્યસભર અને સમૃદ્ધ ઈતિહાસની સાથે ઓટોમોબાઈલ એક્સેલન્સીને પ્રદર્શિત કરવા માટે આ માસ્ટરપીસ એકસાથે આવી હતી.”
ઉદ્ઘાટનની સ્પીચમાં બરોડાના રાજમાતા એચએચ શુભાંગિનીરાજે ગાયકવાડે ગુજરાતના સમૃદ્ધ વારસા અને ઈતિહાસને પ્રોત્સાહન આપવાનું મૂલ્ય વ્યક્ત કર્યું હતું, “વડોદરા માટે તેનો સમૃદ્ધ વારસો અને આતિથ્ય પ્રદર્શિત કરવાની બીજી તક છે. ત્રણ દિવસીય એક્સ્ટ્રાવેગેન્ઝા ભારતના અન્ય શહેરો અને વિશ્વના ઓટોમોબાઈલ અને વિન્ટેજ કારના શોખીનોને ઐતિહાસિક શહેર વડોદરા અને ગુજરાત રાજ્યની ગતિશીલતા જાણવાનો પણ અવસર આપે છે. તે પણ ખૂબ જ ઉત્સાહનો વિષય છે કે વિશ્વ વિખ્યાત ઇવેન્ટ, ’21 ગન સેલ્યુટ કોનકોર્સ’, ધ લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે આયોજિત કરવામાં આવી રહી છે, જે પોતે તેના ઇતિહાસ અને વારસા માટે વિશ્વ વિખ્યાત છે. વધુને વધુ લોકોએ વડોદરાની મુલાકાત લેવી જોઈએ અને લક્ષ્મીવિલાસ પેલેસની ભવ્ય અને વર્લ્ડ ક્લાસ હોસ્પિટાલિટીનો નો અનુભવ કરવો જોઈએ. અમે આપણી સમૃદ્ધ પરંપરા અને સંસ્કૃતિને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવા માટે આવી વધુ અને વધુ તકોની રાહ જોઈએ છીએ.”
શોના કો- હોસ્ટ, બરોડાના મહારાજા, એચ.એચ. મહારાજા સમરજિતસિંહ ગાયકવાડે જણાવ્યું હતું કે, “21 ગન સેલ્યુટ કોન્કોર્સ ડી’એલિગન્સે વિશ્વભરમાંથી વિન્ટેજ મોટર્સના વ્હીલ્સ દ્વારા ભારતના સમૃદ્ધ વારસાને પ્રમોટ કરવા માટેની તેની નવીન રીત દ્વારા વારસાને જન્મ આપ્યો છે. અમે અમારી સુંદર પરંપરાઓ, સંસ્કૃતિ અને સ્મારકોને પેઢી દર પેઢી આગળ વધારવાની અને વડોદરાને ગ્લોબલ ટુરિઝમ સાઈટ તરીકે ચિહ્નિત કરવા ઈચ્છીએ છીએ. શ્રી મદન મોહનનો અદમ્ય જુસ્સો પ્રશંસનીય છે કારણ કે વિશ્વભરમાંથી ઘણા જાણીતા નામો અને પ્રશંશકો અહીં હાજર છે. આમ, આ ઇવેન્ટના વિકાસે ગુજરાત અને ભારતના અન્ય ભાગોમાં નેશનલ અને ઇન્ટરનેશનલ ટુરિઝમને ને ઉત્તેજન આપ્યું છે.”
આ 3-દિવસીય મેગા ઈવેન્ટના પ્રથમ દિવસના મુખ્ય અતિથિ, બરોડાના રાજમાતા એચએચ શુભાંગિનીરાજે ગાયકવાડે, વિન્ટેજ અને ક્લાસિક કારોના પ્રદર્શન અને કોનકોર્સ શોનું ઉદ્ઘાટન કર્યું હતું.
નૃત્ય, કળા અને સંસ્કૃતિ સાથેનો ભવ્ય ઉત્સવ, 21 ગન સેલ્યુટ કોન્કોર્સ ડી’એલિગન્સે વિશ્વભરના હજારો મુલાકાતીઓ અને ઘણા પ્રતિષ્ઠિત મહેમાનો અને પ્રખ્યાત હસ્તીઓનું સ્વાગત કર્યું જેમાં બરોડાના મહારાજા એચએચ સમરજિતસિંહ ગાયકવાડ, બરોડાની મહારાણી એચએચ રાધિકારાજે ગાયકવાડ, શ્રીમાન યોહાન પૂનાવાલા, શ્રીમાન હર્ષ પતિ સિંઘાનિયા, શ્રીમાન ગૌતમ સિંઘાનિયા, શ્રીમતી નીરજા બિરલા, એમજી મોટર ઇન્ડિયાના ચીફ કોમર્શિયલ ઓફિસર શ્રીમાન ગૌરવ ગુપ્તા અને ભારતના રોયલ ફેમિલીઝના અન્ય પ્રતિષ્ઠિત સભ્યોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
200 થી વધુ વિન્ટેજ અને ક્લાસિક ભારતીય માર્કીઝ, 120 વેટરન બાઇક્સ અને મહારાજા કાર ગર્વથી ભારતીય વારસા અને મોટરિંગના જુસ્સાને સમાવતા લાંબા ઇતિહાસની પ્રશંશા કરે છે. આપણા સંરક્ષણ દળ પોતાના જૂના સૈન્ય વાહનો પર ગર્વ કરવાની પાછળ હટ્યા નથી.
21 ગન સેલ્યુટ કોન્કોર્સ ડી’એલિગન્સ ખાતે આ શોમાં એમજી કારોનો એક વિશેષ વર્ગ જોવા મળ્યો છે, કારણકે આનો વારસો અને વારસાની લાંબી લાઈન આ બધા વર્ષોથી સહભાગીઓ અને સાથી વિન્ટેજ કાર માલિકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. 1946 એમજી ટીસી સ્પોર્ટ્સ ટૂરર, 1958 એમજીએ કન્વર્ટિબલ, 1979 એમજી મિડગેટ, 1947 એમજી ટીસી, 1965 એમજીબી, 1964 એમજી બી, 1951 એમજી ટીડી, 1958 એમજી એમજીએ રોડસ્ટર, 1955 એમજી ઝેડએ મેગ્નેટ સલૂન, એમજી ટીડી, 1950 એમજી વાયટી અને 1963 એમજી મિડગેટ કન્વર્ટેબલ વગેરે એમજી કારો પ્રદર્શનમાં હતી.
ભવ્ય શાહી લક્ષ્મી વિલાસ પેલેસની સામે રહેલ ભૂતકાળની સદીઓથી દુર્લભ વસ્તુઓની એસેમ્બલી સાથે, આ એક વખત જોવા માટેનું બ્લુ-મૂન દૃશ્ય હતું. વિઝિટર્સ એ વિશ્વભરમાંથી રેરેસ્ટ, સ્ટનિંગ અને અગાઉ ના જોયેલ મોટરિંગ માસ્ટરપીસ, 1911 નેપિયર, 1922 ડેમલર, 1930 શેવર્લે ડિપો હેક વુડી, 1932 શેવી, 1935 ફોર્ડ સ્પેશિયલ, 1938 આર્મસ્ટ્રોંગ સિડલી, 1938 રોલ્સ- રોયસ 25 / 30, 1947 બ્યુક રોડમાસ્ટર કન્વર્ટિબલ, 1947 ડેમલર ડીબી18, 1948 હંબર, 1948 બેંટલે માર્ક વીઆઈ, 1948 બ્યુક સુપર, 1936 ડોજ ડી2 કન્વર્ટિબલ સેડાન, 1942 જીપ ફોર્ડ જીપીડબલ્યુ, 1936 બેન્ટલે 3.5, 1937 બેન્ટલે 4.24, 1937 બેન્ટલે વાન્ડેન પ્લાસ વગેરેનો આનંદ માણ્યો. વેટરન અને એડવર્ડિયન વર્ગની દુર્લભ કાર જેમાં 1902થી કોનકોર્સમાં ભાગ લેતી સૌથી જૂની કાર યુદ્ધ- પૂર્વી અમેરિકી,યુદ્ધ- પૂર્વ યુરોપીય, યુદ્ધ પછીના અમેરિકન, યુદ્ધ પછીના યુરોપિયન, ઘણી દુર્લભ રોલ્સ રોયસ અને બેંટલે વિન્ટેજ બ્યુટીઝ, પ્લેબોય કાર, કેટલીક સ્પેશિયલ કારોનો સમાવેશ થાય છે.
21 ગન સેલ્યુટ કોન્કોર્સ શો ડી’એલિગન્સ ખાતે આસામ, કન્યાકુમારી, કોઈમ્બતુર, મુંબઈ, પુણે, બેંગ્લોર, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, ગુડગાંવ, નોઈડા, અમદાવાદ, બરોડા, માનસા, હિંમત નગર, સુરત, આણંદ અને દેશના અન્ય ભાગોમાંથી વિન્ટેજ અને ક્લાસિક કાર હાજર હતી.
મર્સીડીઝ- બેન્ઝના અગ્રણી ફાઉન્ડર- કાર્લ બેન્ઝ દ્વારા શોધાયેલ પ્રથમ કાર- 1886 બેન્ઝ પેટન્ટ મોટરવેગન આ પ્રદર્શનમાં સૌથી જૂની ઓટોમોબાઇલ હતી. મોટરિંગના ઈતિહાસમાં પ્રથમ વખત, બરોડાના મહારાજાની કાર પણ 21 ગન સેલ્યુટ કોન્કોર્સ ડી’ એલિગન્સમાં પ્રદર્શિત કરવામાં આવી છે.
“અમે 21 ગન સેલ્યુટ કોન્કોર્સ ડી’એલિગન્સ 2023ને દિલ્હીથી શરૂ કરીને હવે વડોદરા-ગુજરાતમાં વિવિધ શહેરોમાં હેરિટેજ જર્નીમાં જોવા માંગીએ છીએ. આ વિચાર માત્ર આપણા મોટર હેરીટેજને દર્શાવવાનો જ નથી પરંતુ આપણા દેશની આંતરિક સુંદરતા, ગ્રામીણ અને અછૂત પ્રદેશોને પણ અન્વેષણ કરવાનો છે જે અન્યથા અસ્પૃશ્ય છે.
આ ઇવેન્ટ દ્વારા, હું મારા જુસ્સા અને મારા સ્વપ્નને આગળ ધપાવી રહ્યો છું જેનો ઉદ્દેશ્ય ભારતને વિશ્વ કક્ષાના મોટરિંગ ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે સ્થાપિત કરવાનો છે અને 21 ગન સેલ્યુટ કોન્કોર્સ ડી’એલિગન્સ 2023 દ્વારા,ઇવેન્ટની ભવિષ્યની એડિશન્સમાં સમગ્ર વિશ્વમાંથી લાખો ટૂરિસ્ટને આકર્ષીને અમે વૈશ્વિક હેરિટેજ ટુરિઝમ પર ભારતની છાપ ચોક્કસ બનાવીશું.”- શ્રી મદન મોહને આગળ ઉમેર્યું.
એમજી સાથેના લાંબા જોડાણ વિશે વાત કરતા, શ્રી મદન મોહને વધુમાં ઉમેર્યું હતું કે “વિવિધ એમજીના માલિક હોવાને કારણે, હું માનું છું કે તેઓ અનુભવને પ્રાથમિકતા આપે છે અને ટેક્નોલોજીને આગલા સ્તર પર લઈ જાય છે. અમને ગર્વ છે કે આ વર્ષે કાર્યક્રમ એમજીના હાર્ટ-વડોદરા શહેરમાં સંપૂર્ણ ભવ્યતા માટે તૈયાર કરવામાં આવ્યો છે.”
એમજી મોટર ઈન્ડિયાના ચીફ કોમર્શિયલ ઓફિસર શ્રી ગૌરવ ગુપ્તાએ જણાવ્યું હતું કે “એમજીને તેના 100 વર્ષના સમૃદ્ધ વારસા પર ગર્વ છે અને અમારી એમજી કાર ક્લબ (એમજીસીસી) પાસે ભારતમાં 400 થી વધુ વિન્ટેજ એમજી કાર છે જે રોયલ લાઈનેજ ધરાવે છે. ઈન્ડિયન હેરિટેજ કાર ટુરિઝમને પ્રોત્સાહન આપવા અને લોકપ્રિય બનાવવાના પ્રયાસો માટે અમે કોન્કોર્સ ડી’ એલિગન્સ 2023ની પ્રશંસા કરીએ છીએ. અમે આ ઇવેન્ટ સાથે સંકળાઈને આનંદિત છીએ કારણ કે તે યાદગાર અનુભવો પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે, અને જે ભારતમાં અમારા ઘર અને મેન્યુફેક્ચરિંગ સેન્ટર – વડોદરામાં થઈ રહ્યું છે.
મોટર એક્સપર્ટ્સ અને ઉત્સાહી લોકો માટે પેરેડાઇઝ બનાવવા માટે ટેક ટોક્સ, કલ્ચરલ સેલિબ્રેશન અને સ્પ્લેનડિડ વિન્ટેજ કારોની ઉપસ્થિતિ સંયુક્ત રૂપથી થઈ. ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિની પૃષ્ઠભૂમિમાં આકર્ષક કાર એ સૌથી અનોખી અને ઉત્કૃષ્ટ ઇવેન્ટનું સૂત્ર છે. શરૂઆતમાં ભગવાન પાસેથી આશીર્વાદ મેળવવા માટે 21 ગન સેલ્યુટ કોનકોર્સની શરૂઆત ગણેશ વંદના સાથે થઈ અને ત્યારબાદ ગુજરાતના ભવ્ય શાસ્ત્રીય નૃત્ય પ્રદર્શન જોવાનો આનંદ મળ્યો હતો.
કોન્કોર્સનું આયોજન 21 ગન સેલ્યુટ હેરિટેજ એન્ડ કલ્ચરલ ટ્રસ્ટ દ્વારા ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમના સહયોગથી અને ઈન્ક્રેડિબલ ઈન્ડિયા! કેમ્પેઈનને વેગ આપવા માટે ગુજરાત ટુરિઝમના મજબૂત સમર્થન સાથે કરવામાં આવ્યું છે. કોનકોર્સમાં રહેલ લક્ષ્મી વિલાસ પેલેસ એ સૌથી પ્રભાવશાળી રાજ-યુગનો મહેલ છે અને અત્યાર સુધીનું સૌથી મોટું પ્રાઈવેટ હોમ બિલ્ટ છે, જે 500 એકરથી વધુ જમીનને આવરી લે છે, જે બકિંગહામ પેલેસના કદ કરતાં ચાર ગણો છે. વડોદરા વર્તમાન અને ભૂતકાળ બંને યુગમાં ગુજરાતની ઉત્કૃષ્ટ કલાત્મકતા અને સ્થાપત્ય પ્રતિભાનું પ્રદર્શન કરે છે. ગ્લોબલ ટૂરિસ્ટ્સમાં ભારત અને ગુજરાત પ્રત્યે રુચિ પેદા કરવા અને વર્લ્ડ- ક્લાસ હેરિટેજ અને મોટરિંગ ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે પોતાને સ્થાપિત કરવા માટે આ એક મોટું પગલું હશે. ઉપસ્થિત લોકોનું રોયલ હાઉસ ઓફ બરોડા તરફથી શાહી સ્વાગત કરવામાં આવશે, જે દેશભક્તિ, સંરક્ષણ, પરંપરા અને ગુજરાતી સંસ્કૃતિથી ભરાયેલ એક લાંબો અને સચિત્ર ઇતિહાસ ધરાવે છે.