અમદાવાદમાં શીલજ ખાતેની આઇટી કંપની પેનામેક્સ ઈન્ફોટેક લિમિટેડ (બંકાઈ ગ્રુપ) દ્વારા પોતાની કંપનીના એમ્પ્લોયીઝ માટે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. 11ફેબ્રુઆરી, 2023 એટલેકે શનિવારના રોજ સવારે 7 કલાકે સાબરમતી રિવરફ્રન્ટ વલ્લભસદન બ્લોક- ઈથી આ વોકેથોન શરૂ થઇ હતી. આ વોકેથોન 7 કિલોમીટરની હતી. આ વોકેથોનનું સ્ટાર્ટિંગ ઝુમ્બાથી કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ એમ્પ્લોયીઝને વોર્મ અપ કરાયા હતા. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ વલ્લભસદન બ્લોક- ઈથી શરૂ થઈને આ વોકેથોન3.5 કિલોમીટર સુધી ચાલી હતી અને બીજા 3.5 કિલોમીટર પરત આવ્યા હતા. કંપનીના એમ્પ્લોયીઝ આ વોકેથોનનો ભાગ બનીને ઘણા જ ખુશ હતાં.
પેનામેક્સ ઈન્ફોટેક દ્વારા યોજાયેલ આ વોકેથોનમાં કંપનીના 325 એમ્પ્લોયીઝ એ ભાગ લીધો. આ અંગે બંકાઈ ગ્રુપના ગ્લોબલ એચઆર હેડ અને વાઇસ પ્રેસિડેન્ટ સચિન પુરીએ જણાવ્યું હતું કે, “પેનામેક્સ ફેમિલીના સભ્યો માટે અવાર- નવાર પ્રવૃત્તિઓનું આયોજન થતું રહે છે. તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. બંકાઈ ખાતે અમે અમારા કર્મચારીઓની સારી શારીરિક અને માનસિક સુખાકારી માટે સમર્પિત છે અને આ વોકેથોન લોકોને તેમના સ્વાસ્થ્યની કાળજી રાખવા અને તેમની દિનચર્યાના ભાગ રૂપે કોઈપણ સ્વરૂપમાં નિયમિત કસરતનો સમાવેશ કરવા પ્રેરણા આપવાનું એક મહત્વપૂર્ણ પગલું છે.”
આ પ્રસંગે બંકાઈ ગ્રુપના ફાઉન્ડર અને સીઈઓ બંકિમ બ્રહ્મભટ્ટ તથા બંકાઈ ગ્રુપના ગ્લોબલ એચઆર હેડ અને વાઇસ પ્રેસિડેન્ટ સચિન પુરી, અમી બ્રહ્મભટ્ટ, ડો. રાઘવેન્દ્ર હુનાસ્ગી, મોહિત રાવ વગેરે સહીત કંપનીના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા અને કર્મચારીઓનો જુસ્સો વધાર્યો હતો. પ્રથમ વિજેતાને ટીવી, દ્વિતીય વિજેતાને સાઉન્ડ બાર તથા ઝીલ એવોર્ડ વિનરને ઇલેક્ટ્રિકલ હોમ એસેસરી આપવામાં આવી. ભાગ લેનાર દરેક પ્રતિસ્પર્ધીને પેનામેક્સ ટીશર્ટ, કેપ, બીઆઈબી નંબર અને બીજી અન્ય સ્પોર્ટી વસ્તુઓ સહીતની ગૂડીબેગ હેમ્પર આપવામાં આવ્યા. કંપનીના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, આ વોકેથોનની સફળતા પછી હવે અન્ય વોકેથોનનું આયોજન કરશે જેમાં એમ્પ્લોયીઝના ફેમિલી મેમ્બર્સ પણ ભાગ લેશે.