ઇમ્પોર્ટ-એક્સપોર્ટ બિઝનેસ હંમેશાથી ઉત્સાહીઓને આકર્ષિત કરે છે, પરંતુ આ વ્યવસાયને લઇ સમુદાયમાં ખૂબ જ ઓછી જાગૃતતા છે. ઓછી જાગૃતતા પાછળનું કારણ એ છે કે તેના વિશે ઓછું લખાયું છે અને કહેવાયું છે. આ વિષય પર વધુ પ્રકાશ પાડવા અને આવનાર યુવા પેઢીને આ વિશે વધુ માહિતગાર કરવા માટે અમદાવાદ, ગુજરાતના એન્ટ્રોપ્રીનિયર અને વી- કેર ગ્રુપના ફાઉન્ડર શ્રી ધવલ શાહ દ્વારા પહેલ કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત શ્રીધવલ શાહ લિખિત “મેક સક્સેસફુલ કરિયર ઈન ઈન્ટરનેશનલ શિપિંગ & લોજિસ્ટિક્સ” પુસ્તકનું વિમોચન ૫ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ અમદાવાદમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે કરવામાં આવ્યું.
પુસ્કર વિમોચન પ્રસંગે શ્રી રાજુ જેટલી, આસિસ્ટંટ કમિશનર કસ્ટમ્સ, અમદાવાદ; શ્રી વિશ્વનાથ શ્રીનીવાસન (કન્વીનર ઑફ ફેડરેશન ઑફ ઈન્જિયન એક્સપોટર્સ ઓર્ગેનાઇઝેશન, ગુજરાત; શ્રી આશીષ કુમાર પાધી, આસિસ્ટંટ ડિરેક્ટર, એમએસએમઇ-ડીએફઓ, અમદાવાદ; શ્રી સુભાષ બ્રહ્મભટ્ટ, ડિરેક્ટર – એજ્યુકેશન, એચકેએપી, અમદાવાદ, ડૉ. દર્શન મશરૂ, મે. ઇપીટી ગ્લોબલ લોજિસ્ટિક્સ; પ્રો. અભિષેક પરીખ, ડીન એફએસએસએચ અને વીએમીસીએમએસ પ્રિન્સિપાલ; કુમારી પૃથ્વી પટેલ, મેનેજર ઑપરેશન્સ, ઇન્ડો-કેનેડિયન બિઝનેસ ચેમ્બર, અમદાવાદ ઉપસ્થિત રહ્યાં હતા.
વી-કેર ગ્રુપના ફાઉન્ડર શ્રી ધવલ શાહે પુસ્તક વિમોચન પ્રસંગે જણાવ્યું, “અમારી સંસ્થા વી- કેર ગ્રુપ ઘણા વર્ષોથી કાર્યરત છે અને સમાજ કલ્યાણના કાર્યો કરે છે. આ ઉપરાંત અમે આવનાર યુવા પેઢીને કાંઈક નવું આપવા માંગતા હતા, માટે મને ઈમ્પોર્ટ- એક્સપોર્ટ કે જેના પર જાગૃતતા ઓછી છે તેના પર લખવાનો વિચાર આવ્યો. માટે મારા આ પુસ્તકમાં મારા વર્ષોના અનુભવ અને સાથે જ મુખ્ય પરિબળોની સરળ સમજ, ઉપરાંત આ ઇન્ડસ્ટ્રીમાં પોતાની કારકિર્દી બનાવવા માટેનું માર્ગદર્શન મળી રહેશે.જે આજની યુવા પેઢીને ખુબ ઉપયોગી થશે.”
શું તમે શિપિંગ અને લોજિસ્ટિક ઇન્ડસ્ટ્રીમાં શ્રેષ્ઠ કરિયર બનાવવા માંગો છો; શું તમે આ વિષય ઉપર અભ્યાસ કરી રહ્યા છો; અથવા આપ શું આ ઇંડસ્ટ્રી માં કામ કરી રહ્યા છો?, તો તમારા માટે ધવલ શાહ દ્વારા લિખિત અને ૨૩વિષયો ઉપરની સમજનો સમાવેશધરાવતું પુસ્તક “મેક સક્સેસફુલ કરિયર ઈન ઈન્ટરનેશનલ શિપિંગ & લોજિસ્ટિક્સ” માર્ગદર્શનરૂપબની રહેશે. લેખક ધવલ શાહ દ્વારા લિખિત આ પ્રથમ પુસ્તક છે, તેઓ ૨૪ વર્ષથી આ ઈમ્પોર્ટ-એક્સપોર્ટની ઇન્ડસ્ટ્રીમાં કાર્યરત છે, તેમજ છેલ્લા ૧૦ વર્ષોથી આ વિષય ઉપર વિવિધ યુનિવર્સિટિસમાં તાલીમ પણ આપે છે. તેમની આટલા વર્ષોની કારકિર્દીનો નીચોડ આ પુસ્તકમાં આપવામાં આવ્યો છે. આ પુસ્તકની વિશેષતા પર પ્રકાશ પાડીએ તો સહુથી પ્રથમ આ પુસ્તક ઘણા ટેક્નિકેલ પાસા કવર કરતી હોવા છતાં એની ભાષા ખૂબ સરળ છે.ડે ટૂ ડે કામમાં આવતી ચેલેન્જીસને સોલ્વ કરવાના પ્રેક્ટિકલ રસ્તા અને અઘરા વિષયોનું સરળ જ્ઞાન સરળ રીતે આવરી લેવામાં આવ્યું છે.આ પુસ્તક, શિપિંગ અને લોજિસ્ટિક ઇન્ડસ્ટ્રીના વિવિધ પાસા; પ્રોસેસીસ અને એક્ઝિક્યુશનની ઊંડાણપૂર્વકની સમજ આપતું રેડી રેકનેર છે.
EXIM ઇન્ડસ્ટ્રી વિશેધવલ શાહે પોતાના મંતવ્ય જણાવતા કહ્યું કે ઇન્ડિયન શિપિંગ મિનિસ્ટ્રીના એક રિપોર્ટ મુજબ દેશનું ૯૫% ટ્રેડ વોલ્યૂમ પોર્ટસ દ્વારા હેન્ડલ થાય છે. જે આ ઇન્ડસ્ટ્રીને ડબલ ડિજિટના ગ્રોથ સાથે મલ્ટિબિલિયોન યુએસ ડોલર ઇન્ડસ્ટ્રી બનાવે છે. જે યુવાનોને આ ઇન્ડસ્ટ્રીમાં રસ છે અને ખુબ આગળ વધવાની ઈચ્છા છે એમના માટે એક્સપોર્ટ-ઈમ્પોર્ટ અને શિપિંગ ઇન્ડસ્ટ્રી એ અગણિત ઓપોર્ચ્યુનિટીસના દરિયા સમાન છે.
શિપિંગ અને લોજિસ્ટિક્સ વિશેના ખાસ કોઈ કોર્સીસ નથી અને યુવા પેઢીને આ ઇન્ડસ્ટ્રી વિશે ખાસ જાણકારી પણ નથી. આ બુક ઇન્ટરનેશનલ શિપિંગ અને લોજિસ્ટિક ઇન્ડસ્ટ્રીનો ખૂબ નજીકથી પરિચય કરાવશે અને એમાં પણ જે યુવાનો અને યુવતીઓ સપ્લાય ચેઇન મેનેજમેન્ટમાં પોતાની કરીઅર બનાવવા માંગે છે તેમના માટે આ પુસ્તક ખુબજ ઉપયોગી છે. જેઓએ હજુ હાલમાં જ આ ઇન્ડસ્ટ્રીમાં કારકિર્દી શરૂ કરી છે, તેમને અને સ્ટાર્ટ-અપ્સને પણ આ બુક પ્રેક્ટિકલ માહિતી પુરી પાડશે. ટૂંકમાં ફ્રેશરથી લઇ અને યંગ બિઝનેસમેન માટે આ પુસ્તક ઉપયોગી છે.
આ પુસ્તક લખવાનો વિચાર વિશે ધવલ શાહે જણાવ્યું કે ઇન્ટરનેશનલ શિપિંગ અને લોજિસ્ટિક્સ એ ખૂબ જ ઝડપથી વિકસી રહેલી અને સાથે સાથે ખૂબ ઝડપથી બદલાતી ગ્લોબલ ઇન્ડસ્ટ્રી છે. ઇન્ડિયાની ડિજિટલ ક્રાંતિ અને ઇકોનોમિક ગ્રોથના કારણે યુવાઓ માટે આ ફિલ્ડમાં કરીઅરના ઘણા ઓપ્શન્સ ખુલી ગયા છે. પરંતુ મેં જોયું કે ફ્રેશર્સ પાસે ઈન્ડસ્ટ્રીનું પૂરતું નોલેજ નથી હોતું અને જોબ દરિમયાન શીખતાં પણ એમને ઘણો સમય લાગે છે. જો કોઈ રેડી રેકનેર એમની પાસે હોય તો ઇન્ડસ્ટ્રીના અલગ અલગ પાસાને જાતે સમજી શકે અને જે લોકો ટ્રેનિંગ લઇ રહયા હોય એમને પણ એક રેડી રેફરેન્સ મળી રહે. હું ૧૯૯૯થી આ ઇન્ડસ્ટ્રીમાં છું અને જે હું જોબ કે મારા બિઝનેસ દરિમયાન કામ કરતા કરતા શીખ્યો એ નોલેજ હું સરળ ભાષામાં યુવા પેઢીને આપી શકું એ વિચાર સાથે મેં આ પુસ્તક લખ્યું છે.
આ પુસ્તકની કિંમત માત્ર ૬૦૦ રૂપિયા છે. આ પુસ્તક કોઈ પણ વ્યક્તિ વી-કેર એડ્યુકોન (www.vcare.group) પર સંપર્ક કરી અથવા એમેઝોન, ગૂગલ કે GEM પોર્ટલ ઉપરથી પણ ખરીદી શકે છે.