કલર્સ પર ઉદારિયાંમાં એકમની ભૂમિકા ભજવતો હિતેશ ભારદ્વાજ કહે છે, “રંગો વિના જીવન અધૂરું છે. મારા મનગમતા તહેવારમાંથી એક હોળી સ્વર્ણિમતા અને આપણી સંસ્કૃતિનું મૂલ્ય દર્શાવે છે. બાળકો અને પુખ્તો માટે આ અત્યંત અલગ તહેવાર છે. હું મથુરાનો છું અને નાનો હતો ત્યારે મારી માતા આ દિવસે અમારે માટે ગુજિયા અને સ્વાદિષ્ટ ખાવાનું બનાવતી તે આજે પણ યાદ છે. આ જ પરંપરા આજે જ પણ ચાલુ છે. મારા પરિવારના સભ્યો ભેગા થાય છે અને સ્વાદિષ્ટ પકવાનો માણે છે. હું મારા કઝિન અને મિત્રો સાથે ખૂબ હોળી રમું છું. હવે આ તહેવારમાં મિત્રો અને પરિવારજનો ભેગા થાય છે અને મજેદાર તસવીરો ખેંચે છે. મારી એકમાત્ર ચિંતા એ છે કે આ દિવસે જનાવરોને હાનિ નહીં પહોંચાડવી જોઈએ. હું દરેકને સુરક્ષિત અને હરિત હોળી શુભકામના આપું છું. ”
કલર્સ પર તેરા ઈશ્ક મેં ઘાયલમાં વીરની ભૂમિકા ભજવતો કરણ કુંદ્રા કહે છે, “હોળીના તહેવારમાં મિત્રો અને પરિવારજનો સાથે ભેગા થવાનું નિમિત્ત મળે છે. દર વર્ષે હું મારાં બધાં કામો અગાઉથી આટોપીને તહેવાર મન મૂકીને મનાવું છું. હું બધાને આ હોળી પર હરિત બનવા અને પશુઓ માટે અનુકંપા રાખવા અનુરોધ કરું છું. તમે એક જ વાર જીવો છે, જેથી યાદો બનાવીને, તસવીરો ખેંચીને અને વહાલાજનો સાથે સમય વિતાવીના આ તહેવારનો મહત્તમ આનંદ લો.”
કલર્સ પર ધરમ પત્નીમાં રવિની ભૂમિકા ભજવતો ફહમાન ખાન કહે છે, “હોળી જેવા તહેવારો મારા મનમાં વિશેષ સ્થાન ધરાવે છે અને સ્વર્ણિમ રંગો મારા બાળપણના દિવસો યાદ અપાવે છે. મને મારા પાડોશી મિત્રો સાથે કલાકો સુધી હોળી રમતો તે આજે પણ યાદ છે. આ વર્ષે હું મારા મિત્રો સાથે હોળી પાર્ટી કરવાનો છું. ઠંડાઈ સેવન કરીશ અને એકબીજા પર ભરપૂર રંગો ઉડાવીશું. આ તહેવારમાં બધા એકત્ર આવે અને આપણા જીવનમાં ખુશી અને આનંદ ફેલાવે એવી પ્રાર્થના.”
કલર્સ પર મોલકી- રિશ્તોં કી અગ્નિપરીક્ષામાં ભૂમિની ભૂમિકા ભજવતી વૃદ્ધિ યાદવ કહે છે, “દરેકને આનંદિત અને સમૃદ્ધ હોળીની શુભકામના. ચાલો, આપણા પર્યાવરણ અને સક્ષમતાનું ધ્યાન રાખીને આ તહેવાર ઊજવીએ. મારે માટે હોળી એટલે નવી શરૂઆત અને બુરાઈ પર સારપની જીત છે. આ આપણું જીવન પ્રદર્શિત કરવાનો અને નવી શરૂઆત કરવાનો સમય હોય છે. હું મારા શાળાના મિત્રો સાથે હોળીની ઉજવણી કરવાની યાદો પણ વાગોળું છું. મારા પરિવાર સાથે સમય વિતાવવો અને મોસમી વાનગીઓ માણવી તે મારે માટે આ તહેવારનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. તો ચાલો, આ હોળીને દરેક માટે યાદગાર અને આનંદિત બનાવીએ!”
કલર્સ પર ઉદારિયાંમાં નેહમતની ભૂમિકા ભજવતી ટ્વિંકલ અરોરા કહે છે, “હોળી મારા માટે તહેવારથી પણ વિશેષ છે. વહાલાજનો સાથે ભેગા થવાનો, ખુશી ફેલાવવાનો અને નવી યાદો બનાવવાનો આ સમય હોય છે. હું હંમેશાં મારા ફ્રેન્ડ્સ અને પરિવાર સાથે ઉજવણી કરવા પૂરતો સમય મળે તેની ખાતરી રાખું છું. આ વર્ષે હું મારા ઉદારિયાં પરિવાર સાથે તહેવાર ઊજવવા માટે ભારે રોમાંચિત છું. અમે અમારા દર્શકો માટે શક્ય શ્રેષ્ઠ શો લાવવા અથાક કામ કરીએ છીએ અને હોળી એકત્ર હવાફેર માટે અમને ઉત્તમ તક આપે છે. હું ઘરે બનાવેલા ગુજિયા અને મીઠાઈઓ ઝાપટવા અને મારા ફ્રેન્ડ્સને આભારી અમુક સ્વાદિષ્ટ મહારાષ્ટ્રિયન પૂરણપોળી અજમાવવા માટે ભારે રોમાંચિત છું. તો ચાલો, આ હોળી પ્રેમ, હાસ્ય અને ભરપૂર રંગો સાથે યાદગાર બનાવીએ!”
કલર્સ પર તેરે ઈશ્ક મેં ઘાયલમાં ઈશાની ભૂમિકા ભજવતી રીમ શેખ કહે છે, “હોળી હંમેશાં મારે માટે વિશેષ તહેવાર રહ્યો છે, જે ખુશી અને યાદોથી ભરચક છે. મારી બાળપણની અમુક યાદોની વાત કરું તો મારા ફ્રેન્ડ્સ સાથે અમે હોળી માટે તૈયારી કરતા અને પાણીથી ભરેલા ફુગ્ગાઓ ભેગા કરતા. નાની હતી ત્યારે અમે જોશ અને ઊર્જાથી રમતા હતા, જાણે આપણું જીવન તેની પર આધાર રાખતું હોય. બધા દર્શકો માટે હું આનંદિત અને રંગીન હોળીની શુભેચ્છા આપું છું. તમારા વહાલાજનો સાથે ખુશી મનાવવાનો આ સમય છે, જેથી સુરક્ષિત રહો અને દરેક અવસરનો મહત્તમ લાભ લો. તો ચાલો, આ હોળીને પ્રેમ, ખુશી અને અવિસ્મરણીય યાદોથી ભરચક બનાવીએ!”
કલર્સ પર જુનૂનિયતમાં જોર્ડનની ભૂમિકા ભજવતા ગૌતમ સિંગ વિગે જણાવ્યું હતું કે, “હોળી સાથે દરેકનો જોશ બુલંદ હોય તે જોવાનું બહુ સારું લાગે છે. હું જુનૂનિયત પરિવાર સાથે રંગોનો તહેવાર ઊજવવા ઉત્સુક છું. સંગીત અને હોળીના સંમિશ્રણને કોઈ મારી નહી શકે. મને આશા છે કે બધા પર્યાવરણને ધ્યાનમાં રાખીને આ તહેવારની ઉજવણી કરશે. હું જરૂરત હોય તેમને માટે નવી શરૂઆત આ દિવસે કરવા પ્રાર્થના કરું છું. “
કલર્સ પર ફેન્ટસી રિવેન્જ ડ્રામા બેકાબૂમાં બેલાની ભૂમિકા ભજવતી ઈશા સિંહ કહે છે, “મારી પાસે રોમાંચિત થવાનાં બે કારણ છે. બેકાબૂનું પ્રસારણ નજીક આવી રહ્યું છે અને બીજું હોળી. યોગાનુયોગ બંને એકસમાન થીમ ધરાવે છે અને તે બુરાઈ પર સારપની જીત છે. લોકો એકબીજા પર આ દિવસે રંગો ઉડાવશે તે બહુ આનંદની વાત છે. હું દરેકના આશીર્વાદ અને પ્રેમ ચાહું છું, કારણ કે મારો શો બેકાબૂ પ્રસારણની વાટ જોઈ રહ્યો છે અને હું દરેકની હોળી યાદગાર બની રહેશે એવી પ્રાર્થના કરું છું.”