સૂર્યા રોશની ભારતની લાઇટિંગ જરૂરિયાતોને સમજે છે પછી તે શહેર હોય કે ગામ
લાઇટિંગ, પંખા, હોમ એપ્લાયન્સ, સ્ટીલ પાઇપ્સ અને પીવીસી પાઇપ્સમાં ભારતની સૌથી પ્રતિષ્ઠિત અને વિશ્વસનીય બ્રાન્ડ્સમાંની એક, સૂર્યા રોશની તેના ગ્રાહકો માટે જીવન સરળ અને સ્વસ્થ બનાવવા માટે તેના અનુભવ, ટેકનોલોજી અને નવીનતાનો ઉપયોગ કરી રહી છે. પોતાના સિદ્ધાંતો પર ચાલતાં, બ્રાન્ડે તાજેતરમાં જ સમાજના મુખ્ય વર્ગોની સામે આવતા પડકારોને સમજવાનો પ્રયાસ કર્યો છે. આ અધ્યયનથી દરેક વયજૂથો વચ્ચે “ઉજ્જવળ અને પર્યાપ્ત લાઇટિંગ”ની આવશ્યકતાનું એ તરણ નીકળ્યું કે ભલે તે કારીગર હોય કે શિલ્પકાર યુવા હોય, વરિષ્ઠ નાગરિક કે જેમને વાંચવા અને તેમના રોજિંદા કામ કરવા માટે વધુ પ્રકાશની જરૂર હોય છે કે ડુંગળી કાપવા, ગૂંથવું, સતત વાંચન વગેરે જેવા ઝીણવટભર્યા કામ કરનાર કોઈ પણ વ્યક્તિ હોય, દરેકને ઉચ્ચ ગુણવત્તા અને પર્યાપ્ત પ્રકાશની જરૂરિયાત હોય છે, જેને સૂર્યા સમજે છે અને તે આવશ્યકતાઓને પૂર્ણ કરવાનો પ્રયાસ કરે છે. કંપનીએ તાજેતરમાં જ “મેટાલિકા” સિરીઝ સાથે પોતાની હાઈ વૉટેજ બેટનની વ્યાપક રેંજ પ્રસ્તુત કરી છે. ઉત્પાદનની શ્રેણી 20 થી 60 વોટની છે. આ શ્રેણી બહુહેતુક છે જેનો ઉપયોગ ઘર અથવા વ્યવસાયિક સજાવટમાં કરી શકાય છે. આ શ્રેણી આંખોની સલામતી તેમજ તેની સુંદરતાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે, જેના પરિણામે તમામ વય જૂથો માટે વિવિધ ઉપયોગો માટે યોગ્ય લાઇટિંગ પ્રાપ્ત થાય છે.

આ પ્રસંગે બોલતા, લાઇટિંગ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, સૂર્યા રોશનીના સીઇઓ શ્રી જિતેન્દ્ર અગ્રવાલે જણાવ્યું હતું કે, “સૂર્યા ખાતે, પ્રગતિશીલ અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાનો અમારો સતત પ્રયાસ છે. અમે હંમેશા પર્યાવરણીય પરિપ્રેક્ષ્ય સાથે અમારા ગ્રાહકોના રોજિંદા જીવન માટે ગુણવત્તાયુક્ત અને નવીન ઉત્પાદનો બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. અમારા વર્તમાન સંશોધનના આધારે, તમામ વય જૂથોને યોગ્ય રીતે કાર્ય કરવા માટે ‘તેજસ્વી અને પર્યાપ્ત લાઇટિંગ’ની જરૂર છે. સૂર્યા એવા ઉચ્ચ વોટેજ એલઈડી બૅટન્સ લૉન્ચ કરવામાં આનંદ અનુભવે છે જે વધુ પ્રકાશ આપે છે, ઉર્જા કાર્યક્ષમ છે અને સુંદર છે.
સૂર્યા રોશની લિમિટેડ વિશે:
1973 માં તેની શરૂઆત થઈ ત્યારથી, સૂર્યા રોશની એક એવી સંસ્થા છે જેણે તેનો લાઇટિંગ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ બિઝનેસ વિકસાવ્યો છે અને સ્ટીલ પાઇપ્સ અને સ્ટ્રીપ્સ બિઝનેસમાં આગવું સ્થાન બનાવ્યું છે. કંપનીએ 1973માં સ્ટીલ ટ્યુબના ઉત્પાદન સાથે શરૂઆત કરી, ત્યારબાદ 1984માં લાઇટિંગ, 2010માં પીવીસી પાઈપ્સ અને 2014-15માં પંખા અને હોમ એપ્લાયન્સિસ જેવા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સનું સાહસ કર્યું. સૂર્યા સ્ટીલ પાઇપ્સ એન્ડ સ્ટ્રિપ્સ બિઝનેસ ઉત્પાદનોની વિશાળ શ્રેણીનું ઉત્પાદન કરે છે અને ભારત જીઆઈ પાઈપોનો સૌથી મોટો ઉત્પાદક છે અને ઈઆરડબલ્યુ પાઈપોનો સૌથી મોટો નિકાસકાર છે. 2018માં 3એલપીઈ કોટિંગ ફેસિલિટી યુનિટ (મુખ્યત્વે તેલ અને ગેસ અને સીજીડી સેક્ટર માટે) ની સ્થાપના સાથે બિઝનેસ વધુ મજબૂત બન્યો છે, જ્યારે ભારતની સૌથી મોટી લાઇટિંગ કંપનીઓમાંની એક હોવાને કારણે, લાઇટિંગ બિઝનેસ પરંપરાગતથી આધુનિક એલઈડી લાઇટિંગ મેન્યુફેક્ચર્સમાં વિકસિત થયો છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ બિઝનેસ વિવિધ પ્રકારના પંખા અને હોમ એપ્લાયન્સિસનું ઉત્પાદન કરે છે. ‘સૂર્યા’ બ્રાન્ડ અને ‘પ્રકાશ સૂર્યા’ ભારતમાં ચાર દાયકાથી વધુ સમયથી મજબૂત હાજરી ધરાવે છે. તે વિશાળ ડીલર નેટવર્ક સાથે તેના બંને વ્યવસાયો એટલે કે સ્ટીલ પાઇપ્સ અને સ્ટ્રીપ્સ અને લાઇટિંગ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ બંનેમાં ભારતની મજબૂત હાજરીનો આનંદ માણે છે.