- ટોચના ત્રણ ટીમોને તેમના વિચારોનો અમલ કરવા માટે રૂ।. 1.5 કરોડનું ઈનામ આપવામાં આવશે
- 04 એપ્રિલ 2023થી 31 મે 2023ના રોજ સાંજે 5 વાગ્યા સુધી સેમસંગ સોલ્વ ટુમોરો સ્પર્ધામાં www.samsung.com/in/solvefortomorrow પરથી અરજી કરો
- 16-22 વર્ષના ઉમેદવારો શિક્ષણ અને અભ્યાસ, પર્યાવરણ અને ટકાઉક્ષમતા, આરોગ્ય અને સુખાકારી તેમજ વિવિધતા અને સમાવેશીતા જેવા વિષયોને કેન્દ્રમાં રાખીને પોતાના ઇનોવેટિવ આઇડિયા સાથે અરજી કરી
શકે છે - સહભાગીઓને સેમસંગ, IIT દિલ્હી અને MeitY સ્ટાર્ટઅપ હબ દ્વારા માર્ગદર્શન મળશે
મારવાડી યુનિવર્સિટીમાં સેમસંગ ઇન્ડિયા દ્વારા આયોજિત એજ્યુકેશન એન્ડ ઇનોવેશન રોડ શોમાં 500થી વધુ ઉત્સાહી કોલેજના યુવા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેઓ રાજ્ય અને દેશભરના લોકો અને સમુદાયો આજે જે સૌથી વિકટ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેને હલ કરવા માગે છે. સેમસંગ સોલ્વ ફોર ટુમોરો કોમ્પિટિશનની બીજી સીઝનની આસપાસ આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેઓ નવીન ઉકેલો મારફત આરોગ્ય સેવાઓની મર્યાદિત પહોંચ, ડિજિટલ શિક્ષણની પદ્ધતિઓમાં સુધારણા અને પ્રદૂષણમાં ઘટાડા જેવી વાસ્તવિક વિશ્વની સમસ્યાઓનો ઉકેલ લાવવા માગે છે.
સેમસંગના ગ્લોબલ સીએસઆર પ્રોગ્રામ સોલ્વ ફોર ટુમોરો વિશે સંવાદ કરવા માટે આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, તેમને તેમના વિચારોને અમલમાં મૂકવા માટેના માર્ગદર્શન અને સહકાર માટે સોલ્વ ફોર ટુમોરો જેવા પ્લેટફોર્મની જરૂર છે. તેઓએ સમસ્યાઓના ઉકેલો શોધવા માટે ઉપયોગમાં લઈ શકાય તેવી નવીન તકનીક વિશે વાત કરી હતી.
સેમસંગે તાજેતરમાં રાષ્ટ્રીય શિક્ષણ અને ઈનોવેશન કોમ્પિટિશન સોલ્વ ફોર ટુમોરોની બીજી સીઝન માટે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના સ્ટાર્ટઅપ હબ અને ફાઉન્ડેશન ફોર ઇનોવેશન એન્ડ ટેકનોલોજી ટ્રાન્સફર (એફઆઈટીટી), આઇઆઇટી દિલ્હી સાથે ભાગીદારીની જાહેરાત કરી હતી. સોલ્વ ફોર ટુમોરો સાથે સેમસંગ દેશના યુવાનોમાં નવીન વિચારસરણી અને સમસ્યા નિવારણની સંસ્કૃતિનો પ્રારંભ કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.
ટોચની ત્રણ ટીમો તેમના વિચારોને અમલમાં મૂકવા માટે માટે રૂ।. 1.5 કરોડ જીતશે, જ્યારે ટોચના 30 અને ટોચના 10 માં સ્થાને પહોંચનારા અન્ય સહભાગીઓને કાર્યક્રમના વિવિધ તબક્કે પુરસ્કાર આપવામાં આવશે.
સોલ્વ ફોર ટુમોરોની બીજી સિઝનમાં ભારતમાં 16થી 22 વર્ષની વયના યુવાનો પાસેથી શિક્ષણ અને ભણતર, પર્યાવરણ અને સાતત્ય, આરોગ્ય અને સુખાકારી તથા વૈવિધ્ય અને સર્વસમાવેશકતા જેવા વિષયો હેઠળ અરજીઓ મંગાવવામાં આવી રહી છે. યુવાનો 04 એપ્રિલ, 2023 થી 31 મે, 2023 ના રોજ સાંજે 5 વાગ્યા સુધી www.samsung.com/in/solvefortomorrow પર સોલ્વ ફોર ટુમોરો માટે અરજી કરી શકે છે.
“સેમસંગ ખાતે યુવાનોની શક્તિનો ઉપયોગ કરવો એ અમારી પ્રાથમિકતા છે. આ બાબત અમને અને ‘ટુગેધર ફોર ટુમોરો!એનેબલિંગ પીપલ’ ના અમારા બ્લોબલ સીએસઆર વિઝનનું ચાલબળ છે. યુવાનોને તેમની આસપાસના સમુદાયોને અસર કરતા વાસ્તવિક જીવનના મુદ્દાઓ માટે અવાજ ઉઠાવવાની તક આપવાથી તેઓ વિશ્વમાં જે પરિવર્તન લાવી શકે છે તે તેઓ પ્રત્યક્ષ રીતે જોઈ શકે છે. સેમસંગ સોલ્વ ફોર ટુમોરો સાથે, અમે યુવાનોને તે તક આપવા માગીએ છીએ અને દેશમાં ઇનોવેશન ઇકોસિસ્ટમને મજબૂત બનાવવામાં પણ અમારી ભૂમિકા ભજવવા માંગીએ છીએ કે જેથી પાવરિંગ ડિજિટલ ઈન્ડિયાના અમારા વિઝન અને સરકારના વિઝનને આગળ લઈ જઈ શકાય,” તેમ સેમસંગ સાઉથવેસ્ટ એશિયાના કોર્પોરેટ વાઈસ પ્રેસિડેન્ટ શ્રી હ્યુન કિમે જણાવ્યું હતું.
શહેર સ્થિત ઇનોવેટર અનુરાગ પાંડે કે જેઓ એસ્ટ્રોકેમ્પ અને સાયકોમ ગ્રુપના સ્થાપક છે, તેમણે વિદ્યાર્થીઓ સાથે સફળતા અને નિષ્ફળતા બંનેના મૂલ્ય વિશે વાત કરી હતી. તેમણે એ પણ જણાવ્યું હતું કે પ્રભાવશાળી લેખનસામગ્રી દ્વારા શિક્ષણની ગુણવત્તા સુધારતી લેખનસામગ્રીની સેવાઓ શૈક્ષણિક સંસ્થાઓને પ્રદાન કરવા માટે કાર્ય કરી રહ્યાં છે. તેમણે વિદ્યાર્થીઓને વિનંતી કરી હતી કે તેઓ ભારત દેશ જે સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે તેની તરફ જુએ અને તેમના વિશેષ ઉકેલો સાથે આવતીકાલમાં પરિવર્તન લાવે.
સેમસંગ સોલ્વ ફોર ટુમોરો પર એક નજર
કોણ ભાગ લઇ શકે છે: 16-22 વર્ષના ઉમેદવારો વ્યક્તિગત રીતે અથવા 3 સુધીની ટીમમાં
અરજીની થીમ: શિક્ષણ અને અભ્યાસ, પર્યાવરણ અને ટકાઉક્ષમતા, આરોગ્ય અને સુખાકારી તેમજ વિવિધતા અને સમાવેશીતા
તેમને શું મળશે: ઑનલાઇન તાલીમ, IIT દિલ્હી ખાતે બુટકેમ્પ, સેમસંગ, IIT દિલ્હી અને MeitY સ્ટાર્ટઅપ હબ તરફથી માર્ગદર્શન અને તાલીમ
વિજેતાઓને શું મળશે: ત્રણ વિજેતા ટીમોને કુલ INR 1.5 કરોડ અને તેમની ઉત્પાદકતામાં વધારો કરે તેવા સેમસંગના ઉત્પાદનો
ઉમેદવારો ક્યાં અરજી કરી શકે છે: www.samsung.com/in/solvefortomorrow
અરજી શરૂ થવાની તારીખ: 04 એપ્રિલ, 2023થી શરૂ
અરજી કરવાની અંતિમ તારીખ: 31 મે, 2023ના રોજ સાંજે 5 વાગ્યા સુધી
કાર્યક્રમની વિગતો
એપ્લિકેશન વિન્ડો – રાઉન્ડ એક
વ્યક્તિગત ઉમેદવારો અથવા ત્રણ સુધીની ટીમો www.samsung.com/in/solvefortomorrow પર તેમની અરજી સબમિટ કરી શકે છે, જ્યાં તેઓ થીમ પસંદ કરશે, તેઓ જે સમસ્યાનું નિરાકરણ કરી રહ્યાં છે તેનું વર્ણન કરશે, સૂચિત ઉકેલ અને તેનાથી થનારી સામાજિક અસર વિશે વિગતવાર જણાવશે. FITT, IIT દિલ્હીના વિષય નિષ્ણાતોનો સમાવતી જ્યુરી ટીમ તેમને પ્રાપ્ત થયેલી તમામ અરજીઓમાંથી ટોચની 30 ટીમોને અલગ તારવશે.
આઇડિયા વિકાસ – રાઉન્ડ બે
આ રાઉન્ડમાં, અલગ તારવવામાં આવેલી ટોચની 30 ટીમો IIT દિલ્હી કેમ્પસમાં પાંચ દિવસીય બુટકેમ્પમાં હાજરી આપશે જ્યાં તેઓ IIT દિલ્હી સ્થિત FITTના ડિઝાઇન થિંકિંગ તેમજ MeitY સ્ટાર્ટઅપ હબના ઇનોવેશન અને IPR, પેટન્ટ્સ અંગે તાલીમ મેળવશે.
દરેક ટીમને પ્રારંભિક પ્રોટોટાઇપ બનાવવા માટે INR 20,000 મળશે અને પછી તેઓ બુટકેમ્પમાં યુવા સેમસંગના કર્મચારીઓ અને IIT દિલ્હી ખાતે FITT, MeitY સ્ટાર્ટઅપ હબ અને અટલ ઇનોવેશન મિશનના નિષ્ણાતોની બનેલી જ્યુરી સમક્ષ તેમના આઇડિયા રજૂ કરશે. આ જ્યુરી ટોચની 10 ટીમોને પસંદ કરશે.
આ 30 ટીમો સેમસંગ ઇન્ડિયાની ઓફિસો, તેના R&D કેન્દ્રો, ડિઝાઇન સેન્ટર અને બેંગલુરુમાં સેમસંગ ઓપેરા હાઉસની પણ મુલાકાત લેશે જ્યાં તેઓ સેમસંગના યુવા કર્મચારીઓ અને સંશોધકો સાથે સંવાદ કરશે. ટોચની 30 ટીમોના દરેક સભ્યને બુટકેમ્પમાં હાજરી આપવા બદલ પ્રમાણપત્ર, સેમસંગ ગેલેક્સી બુક લેપટોપ અને ગેલેક્સી બડ્સ મળશે.
ફાઇનલ પ્રોટોટાઇપનું નિર્માણ – રાઉન્ડ ત્રણ
આ રાઉન્ડમાં, ટોચની 10 ટીમોને જ્યુરી સભ્યો તેમજ માર્ગદર્શકોના પ્રતિસાદના આધારે તેમના પ્રોટોટાઇપનું વિસ્તરણ માટે દરેકને INR 100,000 મળશે. તેઓને વિવિધ ડોમેનના સેમસંગ કર્મચારીઓ તેમજ IIT દિલ્હી ખાતેના જે-તે ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.
આ રાઉન્ડના અંતે, ટીમો તેમના ફાઇનલ પ્રોટોટાઇપ સબમિટ કરશે અને લાઇવ પ્રેઝન્ટેશન માટે તૈયારી કરશે જ્યાં તેઓ એક પ્રતિષ્ઠિત જ્યુરી સમક્ષ ફાઇનલ ઇવેન્ટમાં તેમના આઇડિયા રજૂ કરશે.
ટોચની 10 ટીમોના દરેક સભ્યને પ્રમાણપત્ર અને સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લિપ સ્માર્ટફોન મળશે. સોલ્વ ફોર ટુમોરો સીઝન બેની ટોચની ત્રણ વિજેતા ટીમો કુલ રૂ।. 1.5 કરોડની ઇનામી રકમ જીતશે.
સેમસંગ ઇલેક્ટ્રોનિક્સનું અને ‘ટુગેધર ફોર ટુમોરો!એનેબલિંગ પીપલ’ નું ગ્લોબલ સીએસઆર વિઝન ભવિષ્યના નેતૃત્વને સશક્ત બનાવવા વિશ્વભરના યુવાન લોકોને શિક્ષણ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ રહેવાનું છે. અમારા સીએસઆર વેબપેજ http://csr.samsung.com પર સેમસંગ ઇલેક્ટ્રોનિક્સના સીએસઆર પ્રયત્નો પર વધુ લેખો વાંચો.