જિયો સિનેમા પર રજુ થયેલી ફિલ્મ ‘ગુલામ ચોર’ રહસ્ય અને ડ્રામાથી ભરપૂર છે
અનેક સારી સારી ગુજરાતી ફિલ્મો થિયેટરમાં રિલીઝ થઇ રહી છે અને પ્રેક્ષકોને થિયેટર સુધી ખેંચી લાવવામાં સફળ થઇ રહી છે, તેવામાં વિરલ શાહ દિગ્દર્શિત ફિલ્મ ‘ગુલામ ચોર’ થિયેટરોમાં રિલીઝ ન થતા, સીધી જ ઓટીટી પ્લેટફોર્મ પર 9 જૂને રિલીઝ થઇ. લગભગ 1 કલાક અને 53 મિનિટની લંબાઈ ધરાવતી ડ્ર્રામા અને રહસ્યથી ભરપૂર આ ફિલ્મ દર્શકોને ખુબ જ પસંદ પડશે, અને એક ક્ષણ માટે પણ પોતાની સીટ પરથી હટવા નહિ દે.
વાર્તા : ફિલ્મની વાર્તા એક જ ઘરમાં અને ઘરમાં ઉપસ્થિત લોકોની આસપાસ ફરે છે. 12 લોકો અને 12 કરોડનો સૌથી મોટો જુગાર રમાઈ રહ્યો છે તેવામાં અચાનક પોલીસની રેડ પડે છે અને લાઈટ જાય છે, બરાબર 1 મિનિટ અને 40 સેકન્ડમાં લાઈટ આવે છે અને આ સમય દરમ્યાન તિજોરીમાં મૂકેલ જુગારના 12 કરોડ રૂપિયા ગાયબ. જે બંગલામાં આ ચોરી થઇ છે તેની બાજુના જ બંગલામા રહેતા સસ્પેન્ડેડ સીઆઇડી ઓફિસર સંજય શુક્લ (મલ્હાર ઠાકર) ચોર ચોરની બૂમો સાંભળીને ત્યાં પહોંચી જાય છે, અને અનઓફીસીઅલી ચોરને શોધવાનું બીડું ઝડપી લે છે. ઘરમાં ઉપસ્થિત તમામ સભ્યોની ઈન્કવાયરી કરે છે, ઇન્વેસ્ટિગેશન કરે છે અને ચોર ઉપસ્થિત 12 સભ્યોમાંથી જ કોઈ એક છે એ તારણ પર આવે છે. હવે ચોર કોણ છે, અને કેવી રીતે માત્ર 1 મિનિટ અને 40 સેકન્ડમાં રૂપિયા 12 કરોડની ચોરી કરે છે તે માટે આ ફિલ્મ જોવી જરૂરી છે.
કલાકારો : ફિલ્મમાં દરેક કલાકારોએ પોતાનું પાત્ર બખૂબી નિભાવ્યું છે. મલ્હાર ઠાકર, કમલેશ ઓઝા, વંદના પાઠક, સંજય શુક્લ, સીમા કાપડિયા, ધર્મેશ વ્યાસ, ઓજસ રાવલ, અશ્વિની મજેઠીયા, વિનિતા જોશી, આરતી મજેઠીયા, ભાવિની જાની, રાગી જાની, હાર્દિક સાંગાણી, વ્યોમા નંદી, ધ્વનિ ગૌતમ સૌ કોઈએ પોતાના ઉમદા અભિનયનો પરિચય આપ્યો છે.
સ્ટોરી, સ્ક્રીનપ્લે, ડાયલોગ : વિરલ શાહ, હાર્દિક સાંગાણી
ગાયક : જિગરદાન ગઢવી, સૂચિત વ્યાસ, અંબરીશ શ્રોફ
મ્યુઝિક કમ્પોઝર : અંબરીશ શ્રોફ
ડિરેક્ટર : વીરલ શાહ
કાસ્ટિંગ ડિરેક્ટર : હાર્દિક સાંગાણી
એડિટર : સંજીવ રાઠોર, ગૌરાંગ પટેલ અને પાર્થસારથી ઐયર
ફિલ્મ ‘ગુલામ ચોર’ સસ્પેન્સ અને ડ્રામાથી ભરપૂર છે . જિયો સ્ટુડિયોઝ પ્રસ્તુત ‘ગુલામ ચોર’ આજે જ જિયો સીનેમા પર જોઈ લો.