ઓપ્પો F23 5G, વિશાળ 5,000mAh બેટરી, 67W SUPERVOOCTM ફાસ્ટ ચાર્જિંગ અને ઓપ્પોના બેટરી હેલ્થ એન્જિનથી સમૃદ્ધ હોઈ લો બેટરીની બેચેનીથી પીડાનારા માટે બનાવવામાં આવ્યો છે
અગ્રણી વૈશ્વિક સ્માર્ટ ડિવાઈસીસ બ્રાન્ડ ઓપ્પો દ્વારા તેના નવીનતમ સ્માર્ટફોન ઓપ્પો F23 5Gના લોન્ચની ઘોષણા કરી છે. ડિવાઈસ 18 મે, 2023ના બપોરે 12.00 કલાકથી રૂ. 24,999માં OPPO Store, Amazon, પર અને મેઈનલેન્ડ રિટેઈલ આઉટલેટ્સ ખાતે મળશે.F21 સિરીઝના વેચાણ સાથે ગુજરાતે બજારહિસ્સાની દ્રષ્ટિએ 58 ટકાની મજબૂત વૃદ્ધિ જોઈ છે અને 39 સેવા મથકો સાથે રાજ્ય ભારતમાં ઓપ્પો સેવા કેન્દ્રોની તૃતીય સૌથી વધુ સંખ્યા ધરાવે છે.
ઓપ્પોના ચીફ માર્કેટિંગ ઓફિસર દમયંત ખાનોરિયાએ જણાવ્યું હતું કે, “ઓપ્પોમાં અમે સમજીએ છીએ કે નોમોફોબિયા અથવા મોબાઈલ ફોન વિહોણા રહી જવાનો અથવા તેનો ઉપયોગ નહીં કરી શકવાનો ડર ઘણા બધા સ્માર્ટફોન ઉપભોક્તાઓ માટે અસલ ચિંતા છે. ઓપ્પો F23 5G સાથે અમને બેટરી હેલ્થ એન્જિન અને SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ જેવી ઈનોવેટિવ ટેકનોલોજીઓ ઓફર કરવામાં ગૌરવની લાગણી અનુભવે છે, જે સહજ અનુભવ માટે વિશ્વસનીય અને સુવિધાજનક બેટરી કામગીરી પૂરી પાડે છે. આથી તમે બેટરીના આયુષ્ય વિશે ચિંતા કર્યા વિના તમારા ફોન સાથે તમને જે ગમે તે કરીને તેનો આનંદ લેવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. “
ઓપ્પો અને કાઉન્ટરપોઈન્ટ દ્વારા તાજેતરના સંશોધનમાં એવો સંકેત મળ્યો હતો કે ભારતમાં 4માંથી 3 નોમોફોબિયાથી પીડાય છે, એટલે કે મોટે ભાગે લો / ડેડ બેટરીને લીધે ફોનવિહોણા થઈ જશે એવો ભય સેવે છે. અધ્યયનમાં એવું પણ તારણ નીકળ્યું કે 46 ટકા પ્રતિવાદીઓ તેમના ફોન રોજ બે વાર ચાર્જ કરે છે, 92 ટકા બેટરી ડિસ્ચાર્જની સમસ્યાને પહોંચી વળવા માટે પાવર- સેવિંગ મોડનો ઉપયોગ કરે છે અને 60 ટકા સ્માર્ટફોન ઉપભોક્તાઓ જો હાલનો તેમના ફોનમાં બેટરી બરોબર નહીં ચાલે તો નવો ફોન લેવા માગે છે.
નોમોફોબિયાની સમસ્યાને દૂર કરવા અને દીર્ઘ- ટકાઉ, વિશાળ ક્ષમતા, ટકાઉ બેટરી સાથે ડિવાઈસ માટે આ અત્યંત તાતી જરૂરતને પહોંચી વળવા માટે ઓપ્પોએ F23 5G રજૂ કર્યો છે.
હેન્ડસેટમાં ઓપ્પોની માલિકીનું 67W SUPERVOOCTM ફ્લેશ ચાર્જિંગ છે, જે ફક્ત 18 મિનિટમાં ડિવાઈસને 50 ટકા ચાર્જ કરે છે, જ્યારે 5 મિનિટનું ચાર્જ 6 કલાક સુધી ફોન કોલ્સ અથવા 2.5 કલાક સુધી યુટ્યુબ વિડિયો જોવાની અનુકૂળતા પૂરી પાડે છે. ફુલ ચાર્જ પર તેની 5000mAh બેટરી 39 કલાક ફોન કોલ્સ અને 16 કલાક યુટ્યુબ વિડિયો વ્યુઈંગ સુધી ચાલે છે.
ઉપરાંત ઓપ્પોનું બેટરી હેલ્થ એન્જિન ડિવાઈસ 1600 વાર ચાર્જડ- ડિસ્ચાર્જડ થઈ શકે તેની ખાતરી રાખે છે, જેનો અર્થ F23 5G ચાર વર્ષ સુધી મહત્તમ ક્ષમતાથી કામ કરી શકે છે.
ઉપરાંત ઓપ્પો ઓલ-ડે AI પાવર- સેવિંગ મોડ, સુપર નાઈટ- ટાઈમ સ્ટન્ડબાય અને 5-સ્તરીય ચાર્જિંગ રક્ષણ જેવી વિશિષ્ટતાઓ સાથે બેટરીની વિશ્વસનીયતા અને સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં એડપ્ટર ઓવરલોડ રક્ષણ, ફ્લેશ ચાર્જ સ્થિતિ ઓળખ રક્ષણ, ચાર્જિંગ પોર્ટ ઓવરલોડ રક્ષણ, બેટરી કરન્ટ / વોલ્ટેજ ઓવરલોડ રક્ષણ અને બેટરી ફ્યુઝ રક્ષણનો સમાવેશ થાય છે.
પાવર- પેક્ડ સહજ અનુભવ
F23 5G ફોન ક્વેલ્કોમ સ્નેપડ્રેગન 695 5G SoCથી સમૃદ્ધ છે અને 256GB સ્ટોરેજ સાથે આવે છે, જે 80 આખી લંબાઈની મુવીઝ, લગભગ 1,00,000 ઈમેજીસ અથવા 40,000+ ગીતો સાથે આવે છે, જેથી સતત હરતાફરતા હોય તેવા નાગરિકો માટે આ આદર્શ છે. ડિવાઈસ SD કાર્ડ થકી 1TB સુધી વિસ્તારક્ષમ મેમરીને ટેકો આપે છે. તેનું 8GB RAM ઓપ્પોની RAM વિસ્તરણ ટેકનોલોજી થકી સ્ટોરેજમાંથી વધુ 8GB સુધી વિસ્તારી શકાય છે.
F23 5G ColorOS 13.1 પર ચાલે છે, જે સ્ક્રીન ટ્રાન્સલેટ જેવા ફીચર્સ સાથે ગોપનીયતા અને કામગીરી બહેતર બનાવે છે, જેથી તમને ઈન્સ્ટન્ટ AI-આધારિત ટ્રાન્સલેશન માટે સ્ક્રિપ્ટ ખાતે કેમેરા પોઈન્ટ કરવા, મેસેજિંગ એપ્સમાં પિક્સલેટ યુઝર ફોટોઝ અને તમારા બધા સંવેદનશીલ દસ્તાવેજો અને ફોટોઝ સંરક્ષિત રાખવા માટે પ્રાઈવેટ સેફ ખાતે કેમેરા પોઈન્ટ કરવામાં તમને મદદ કરે છે.
અસમાંતર સ્માર્ટફોન ફોટોગ્રાફી અનુભવ
ઓપ્પો F23 5Gમાં આધુનિક કેમેરા સેટઅપ 64MP AI શૂટર, 2MP ડેપ્થ કેમેરા, 2MP માઈક્રોલેન્સ અને 32MP સેલ્ફી સ્નેપર છે, જેને પોર્ટ્રેઈટ મોડસ, AI પોર્ટ્રેઈટ રિટચિંગ, સેલ્ફી HDR અને AI કલર પોર્ટ્રેઈટ જેવા પ્રોપ્રાઈટરી ફીચર્સનો આધાર હોઈ બધી સ્થિતિઓમાં અદભુત, ઉચ્ચ ગુણવત્તાની ઈમેજીસ પ્રદાન કરે છે.
એર્ગોનોમિક છતાં ટકાઉ ડિઝાઈન
પ્રીમિયમ લૂક્સ માટે F23 5Gમાં ઓપ્પો ગ્લો છે, જેમાં માઈક્રોસ્કોપિક ડાયમંડ્સને રિસેમ્બલ કરવા માટે પાછળ લાખ્ખો નેનો- સ્તરના એચિંગ્સનો સમાવેશ થાય છે. તેનું 3D કર્વ્ડ બેક ફિંગરપ્રિંટ રેઝિસ્ટન્ટ છે અને દરેક ધાર પર સહેજ કર્વ ધરાવે છે, જે તેને પકડ માટે વધુ આરામદાયક બનાવે છે.
ડિવાઈસ પ્રત્યક્ષ પડી જવાથી, પાણીથી હાનિ, રેડિયેશન, હવામાનની અસર અને સિગ્નલની સ્થિતિ માટે આકલન કરવા લેબમાં અત્યંત સઘન ટકાઉપણાનાં પરીક્ષણો હેઠળ પસાર કરાયાં છે.
બ્રાઈટ ડિસ્પ્લે સાથે ઉપભોક્તાઓને જકડી રાખે છે
ઓપ્પો F23 5Gની આગળ બ્રાઈટ 6.72-ઈંચનું લાર્જ ડિસ્પ્લે છે, જે સીધા સૂર્યપ્રકાશમાં પણ આસાનીથી દેખાય છે અને સહજ ઉપભોક્તા અનુભવ પ્રદાન કરવા માટે 120Hz અલ્ટ્રા- હાઈ રિફ્રેશ રેટને ટેકો આપે છે. તેમાં 91.4% સ્ક્રીન-ટુ- બોડી રેશિયો સાથે 3D કર્વ્ડ સ્ક્રીન બેઝલ્સ લઘુતમ કરીને ડિસ્પ્લે આકારને મહત્તમ બનાવે છે.
બજારમાં ઉપલબ્ધતા
ઓપ્પો F23 5G 18 મેથી બે રંગ બોલ્ડ ગોલ્ડ અને કૂલ બ્લેકમાં મળશે. 8GB RAM + 256GB ROM મોડેલની કિંમત XXX છે અને OPPO store, Amazon પર તથા મેઈનલાઈન રિટેઈલ આઉટલેટ્સ પરથી ખરીદી કરી શકાશે.
ગ્રાહકો ઓપ્પો F23 5Gના પ્રથમ વેચાણ પર નિમ્નલિખિત ઓફરો મેળવી શકશેઃ
• ગ્રાહકો 10% સુધી કેશ બેક અને 18 મેથી 31 મે સુધી આઈસીઆઈસીઆઈ બેન્ક, એસબીઆઈ કાર્ડસ, કોટક મહિંદ્રા બેન્ક અને અન્ય અગ્રણી બેન્કો અને ફાઈનાન્સરો પાસેથી 6 મહિના સુધી નો કોસ્ટ ઈએમઆઈનો લાભ મેળવી શકશે. ઓફર ઈએમઆઈ ફાઈનાન્સ યોજનાઓ પર બજાજ ફાઈનાન્સ, ટીવીએસ ક્રેડિટ અને એચડીબી ફાઈનાન્શિયલ્સ પરથી પણ ઉપલબ્ધ કરી શકાશે.
• ઓપ્પોના વફાદાર ગ્રાહકો રૂ. 2500 સુધી એક્સચેન્જ + લોયલ્ટી બોનસ મેળવી શકે છે. ઓપ્પો સિવાયના સ્માર્ટફોન ધરાવનારા ગ્રાહકો રૂ. 1500 સુધી એક્સચેન્જ ઓફર મેળવી શકે છે.
• ઝીરો ડાઉન પેમેન્ટ સહિત આકર્ષક ઈએમઆઈ યોજનાઓ બજાજ ફાઈનાન્સ, ટીવીએસ ક્રેડિટ, આઈડીએફસી ફર્સ્ટ બેન્ક, એચડીબી ફાઈનાન્શિયલ્સ અને અન્ય અગ્રણી ફાઈનાન્સરો પાસેથી ઉપલબ્ધ છે.
ગ્રાહકો OPPOverse બંડલ ઓફર મેળવી શકે છેઃ
• ખરીદી કરો ઓપ્પો F23 and Enco Air2i 18 મેથી 23 મે વચ્ચે અને મેળવો Enco Air2i ફક્ત રૂ. 1799ની ડિસ્કાઉન્ટની કિંમતે.