પ્રખ્યાત ગાયિકા ગીતાબા ઝાલા, તેમના મધુર અવાજથી લોકોના દિલ જીતવા માટે હંમેશાથી જાણીતા છે, તે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ટેસ્ટ મેચની ફાઇનલમાં ભારતીય રાષ્ટ્રગીત રજૂ કરવા માટે તૈયાર છે. આ ઇવેન્ટ 7 જૂન, 2023ના રોજ લંડનના ઓવલ ગ્રાઉન્ડ ખાતે યોજાશે.
તેમની એક્સેપશનલ વર્સટાલિટી અને ટેલેન્ટને લીધે, ગીતાબા ઝાલા ઇંગ્લેન્ડમાં ભારતીય રાષ્ટ્રગીતનું પરફોર્મન્સ આપીને નોંધપાત્ર સન્માન મેળવનાર પ્રથમ ગુજરાતી ગાયિકા બનવાની તૈયારીમાં છે. વધુમાં, મ્યુઝિક ડિરેક્ટર રાહુલ મુંજરિયાએ રાષ્ટ્રગીત પરફોર્મન્સ માટે સંગીત તૈયાર કર્યું છે.
ગીતાબા ઝાલાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેમણે 2015ની ફિલ્મ ‘વેલકમ બેક’માં તેના ટાઈટલ ટ્રેક માટે વ્યાપક ઓળખ મેળવી છે. એટ્રેક્ટિવ હૂક નંબર્સ, રેપ અને ફ્યુઝન સોન્ગ્સ રજૂ કરવા માટે તે ગુજરાતી, પંજાબી અને બોલિવૂડ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીઝમાં અત્યંત પ્રખ્યાત છે.
ગીતાબાની હિટ ફિલ્મોમાં ‘મૂર્ની રિફિક્સ’, ‘રાંઝના,’ ‘આજા માહી,’ ‘ઓહ મિસ’ અને ‘થોડી વાર’નો સમાવેશ થાય છે.
કીર્તિદાન ગઢવી સાથેની તેમની સૌથી તાજેતરની હિટ ફિલ્મ ‘પટોડુ’એ ભારતીય લોક સંગીત સાથે તેઓએ વેસ્ટર્ન સ્ટાઈલ રજૂ કરીને પોતાના સ્વરથી પ્રેક્ષકોને મોહિત કર્યા હતા.