અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ પર્લ સ્પેશિયલ નીડ્સ ફાઉન્ડેશનના સ્પેશિયલી એબલ્ડ બાળકો (મનોદિવ્યાંગ બાળકો) એ ઇન્ટરનેશનલ યોગા ડે નિમિતે યોગા કરીને પોતાની પ્રતિભા દર્શાવી હતી. જેમાં 36 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. શિવોહમના સોન્ગ પર બાળકોએ સુંદર યોગા પ્રસ્તુત કર્યા હતા.મન મક્કમ હોય તો વ્યક્તિ હિમાલય પણ સર કરી શકે છે તે આ બાળકોએ શીખવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના યોગ અંગેના વિચારોથી આ બાળકો પ્રેરિત છે.
પર્લ સ્પેશિયલ નીડ્સ ફાઉન્ડેશન એ વિવિધ પડકારવાળા અને સ્પેશિયલ એજ્યુકેશનલ નીડ ધરાવતા બાળકો અને યુવાનો માટેનું શિક્ષણ કેન્દ્ર છે. તેમનો એકમાત્ર હેતુ ડિફ્રન્ટલી એબલ્ડ (વિશષ્ટ લોકો)ને સેવા પૂરી પાડવાનો છે. તે હંમેશાથી તેમનો ઉત્સાહ અને જુસ્સો વધારતું આવ્યું છે. પર્લ સ્પેશીતલ નીડ્સ ફાઉન્ડેશન ગ્રીવા શાહ, બિજલ ફડિયા તથા સોનિયા પરીખ દ્વારા સંચાલિત છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી પર્લ સ્કુલ એન્ડ વોકેશનલ સેન્ટર ધરાવે છે અને છેલ્લાં 7 વર્ષથી બાળકો નિયમિત રીતે યોગા શીખે છે.
અમદાવાદ સ્થિત પર્લ સ્પેશિયલ નીડ્સ ફાઉન્ડેશન એ એક એવી સંસ્થા છે કે જે ફિઝીકલી અને ઈન્ટેલેક્ચ્યુઅલી ચેલેન્જ્ડ, મેઇનસ્ટ્રીમ મિસફિટ્સ, સ્કુલ અને કોલેજ ડ્રોપઆઉટ ઈન્ડિવિઝ્યુઅલને પ્રિ- સ્કૂલથી એમ્પ્લોયમેન્ટ સુધીની ઈંગ્લીશ મીડીયમની સુવિધા આપે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ (NIOS OBE) માન્યતા પ્રાપ્ત કેન્દ્ર છે. આજે પર્લ સ્પેશિયલ નીડ્સ ફાઉન્ડેશનના બાળકોએ ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે.
શિક્ષણનું માધ્યમ મુખ્યત્વે અંગ્રેજી છે અને તે ગુજરાતી અને હિન્દી દ્વારા પણ સમર્થિત છે, આ ફાઉન્ડેશન વિવિધ બૌદ્ધિક પડકારો ધરાવતા વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે, જેમાં એસ્પર્જર્સ અથવા ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર (ASD), અટેંશન ડેફિશિયન્સી ડિસઓર્ડર (ADD), અટેંશન ડેફિસિટ હાયપરએક્ટિવ ડિસઓર્ડર (ADHD), ડિસ્લેક્સિયા, ડિલેય્ડ ડેવલોપમેન્ટ, ડાઉન સિન્ડ્રોમ, સોશિયલ- ઈમોશનલ બિહેવિયર ડિસઓર્ડર (SEBD), એપીલેપ્સી, ફિઝીકલી ચેલેન્જ્ડ વગેરેથી પીડિત બાળકોનો સમાવેશ થાય છે.