જુલાઇ, 2023: ભારતની સૌથી મોટી સ્કૂલ એડટેક કંપની લીડએ સમગ્ર ભારતમાં ઓછી સેવાઓ ધરાવતી શાળાઓમાં શૈક્ષણિક ઉત્કૃષ્ટતાના નવા યુગને બળ આપવા માટે દેશભરમાં લો-ફી સ્કૂલ સેગમેન્ટમાં પ્રવેશવાની તેની યોજના જાહેર કરી છે. ભારતમાં લો-ફી સ્કૂલ સેગમેન્ટમાં વિસ્તરણ કરવાનો લીડનો નિર્ણય ભારતની અગ્રણી સ્કૂલ એડટેક તરીકેની એક દાયકાથી વધુની કામગીરીમાં પ્રાપ્ત થયેલી વ્યાપક સમજ અને દ્રષ્ટિકોણથી પ્રેરિત છે તથા તેનું મીશન વર્ષ 2028 સુધીમાં 25 મિલિયનથી વધુ વિદ્યાર્થીઓ અને 60,000થી વધુ શાળાઓને સેવા પૂરી પાડવાનું છે. આ વ્યૂહાત્મક પહેલ દ્વારા હવે લીડ ભારતમાં સૌથી ઝડપી વૃદ્ધિ સાધતી એડટેક સ્કૂલ છે તથા તે ટિયર 3-4 નગરો અને ગામડાઓમાં લો-ફી સ્કૂલથી લઇને મેટ્રો અને મોટા શહેરોમાં મીડિયમ-ફી અને પ્રીમિયર સ્કૂલ સહિતની શાળાઓના તમામ સેગમેન્ટને સેવા પૂરી પાડવા માટે આદર્શ સ્થિતિમાં છે.
આ પહેલાં વર્ષ 2023માં લીડએ પિઅરસન ઇન્ડિયાના લોકલ કે-12 લર્નિંગ બિઝનેસનું હસ્તાંતરણ પૂર્ણ કર્યું હતું. આ હસ્તાંતરણ સાથે હવે લીડ સ્કૂલ એડટેક પ્રોડક્ટ્સ અને સર્વિસિસનો વિશાળ પોર્ટફોલિયો ધરાવે છે, જેથી ભારતમાં પાંચ લાખથી વધુ ખાનગી શાળાઓમાં સમગ્ર સ્પેક્ટ્રમની અભ્યાસની જરૂરિયાતોને સારી રીતે પૂર્ણ કરી શકાય.
લીડના સહ-સ્થાપક અને સીઇઓ સુમિત મહેતાએ કહ્યું હતું કે, “એક પછી એક સર્વેમાં જણાયું છે કે ભારતીય શાળાઓ મોટાભાગે લો-ફી સ્કૂલ છે, જેમને મોંઘા અને નવીન ઉકેલો પોષાય તેમ નથી. આથી અમે લો-ફી સ્કૂલ માટે સોલ્યુશન્સ ડિઝાઇન કર્યાં છે, જેથી દરેક બાળક ઉત્તમ શિક્ષણ મેળવી શકે. આ નવા ઇનોવેશન સાથે હવે લીડ પાસે એવાં સોલ્યુશન્સ છે, જે ભારતમાં 1 લાખથી વધુ શાળાઓની જરૂરિયાતોને પૂર્ણ કરશે.”
100,000 સંસ્થાઓનો સમાવેશ કરતી ભારતનું લો-ફી સ્કૂલ સેગમેન્ટ નાના નગરો અને ગામડાઓ ઉપર કેન્દ્રિત છે તથા તેના ભાવિ શૈક્ષણિક પરિણામોને આકાર આપવાની બેજોડ તકો રજૂ કરે છે. ભારતીય સ્કૂલ એડટેક સેક્ટરના તાજેતરના વિશ્લેષણ મૂજબ નેશનલ એજ્યુકેશન પોલીસી (એનઇપી) 2020 માર્ગદર્શિકાઓને લક્ષ્યમાં રાખતાં વિવિધ સેગમેન્ટમાં શાળાઓ ઝડપી પરિવર્તન અને ડિજિટાઇઝેશન માટે સજ્જ છે, જે શાળાઓમાં મલ્ટીમોડલ ટીચિંગ-લર્નિંગને ફરજીયાત કરે છે, ડેટાની પહોંચ વધારે છે તેમજ કોવિડને કારણે ડિજિટલ સ્વિકાર્યતાને બળ આપે છે.
લીડની ઇન્ટિગ્રેટેડ સ્કૂલ એડટેક સિસ્ટમ એનઇપી 2020 સાથે સુસંગત છે તથા શાળાઓના તમામ સેગમેન્ટ માટે તેમાં કસ્ટમાઇઝ્ડ, એઆઇ-સજ્જ ઓફરિંગ્સ સામેલ છે. શિક્ષણ પ્રત્યે લીડના સર્વગ્રાહી અભિગમમાં દરેક શિક્ષકને આંતરરાષ્ટ્રીય સ્તરે બેન્ચમાર્ક ટુલ્સ અને સંસાધનો સાથે સશક્ત કરવા માટે ટીચર કેપેબિલિટી સિસ્ટમનો સમાવેશ થાય છે; પરંપરાગત વર્ગખંડોને ડિજિટલી-સક્ષમ, મલ્ટિ-મોડલ ટીચિંગ-લર્નિંગ સ્પેસમાં રૂપાંતરિત કરવા સ્માર્ટ ક્લાસ સોલ્યુશન્સ; વિદ્યાર્થીઓના શિક્ષણ અને આત્મવિશ્વાસને વેગ આપવા માટે એક સંકલિત અભ્યાસક્રમ; અને સ્માર્ટ સ્કૂલ સિસ્ટમ્સ વહીવટી કાર્યોને સુવ્યવસ્થિત કરવા, કાર્યકારી કાર્યક્ષમતામાં વધારો કરવા અને શાળાઓને પગલાં લેવા યોગ્ય ડેટા આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે.
લીડ સાથે શાળાઓ ઉત્તમ શૈક્ષણિક પ્રદર્શન અને એડમીશનના તમામ લાભો મેળવવા માટે સક્ષમ છે. વિદ્યાર્થીઓ વિષયોની ઊંડી વૈચારિક સમજ મેળવવા સક્ષમ છે; અને 21મી સદીની જટિલ કુશળતા જેમ કે કોમ્યુનિકેશન, કોલાબોરેશન અને ક્રિટિકલ થિંકિંગનું નિર્માણ કરવું. વર્ષ 2023ની ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 90 ટકા કરતા વધુ ગુણ મેળવનારા લીડના વિદ્યાર્થીઓની ટકાવારી રાષ્ટ્રીય સરેરાશ કરતા બમણી હતી.
લો-ફી સ્કૂલ સેગમેન્ટમાં લીડનો પ્રવેશ ભારતીય શૈક્ષણિક લેન્ડસ્કેપમાં નોંધપાત્ર પરિવર્તન ચિહ્નિત કરે છે તથા વિદ્યાર્થીઓ, શાળાઓ અને સમુદાયોની સંભાવનાઓને અનલોક કરશે. આ પરિવર્તનકારી ઓફરિંગ્સ અને કટીબદ્ધતા સાથે લીડ ભારતમાં શિક્ષણને નવો આકાર અને દિશા આપી રહ્યું છે તથા ઉજ્જવળ અને આત્મવિશ્વાસથી ભરપૂર ભવિષ્યનો માર્ગ મોકળો કરી રહ્યું છે.