આજના સમયમાં ડિજિટલ કન્ટેન્ટનો વ્યાપ વધી ગયો છે. ઘણાં લોકો ડિજિટલ પ્લેટફોર્મ પર પોતાની અભૂતપૂર્વ છાપ બનાવી રહ્યાં છે. તેવી જ રીતે દિલ્હી એનસીઆરની પ્રખ્યાત કંપની “એમબીએમ પ્રોડક્શન્સ” પોતાની નવી ચેનલ “એમબીએમ એન્ટરટેઇન્મેન્ટ” દ્વારા અનેક નવા શોઝ લાવી રહ્યાં છે. આ વિશેની ઘોષણા આજે પ્રોડ્યુસર વિજોયપ્રકાશ શર્મા અને કો- પ્રોડ્યુસર પ્રેમ સિંઘલ દ્વારા કરવામાં આવી હતી.
સવારે આરતી- ભજનથી શરૂ થઈને રાત્રે ક્રાઇમ શો સહિતના દિવસ દરમિયાનના વિવિધ શો આ ચેનલ થકી આવી રહ્યાં છે. આરતી- ભજન, ધમાલ પે કમાલ, “હે અંજનેય” કે જે મહારાજ જી નીમ કરોલી બાબા પર આધારિત શો છે, ભારત કી આવાઝ, કબ? ક્યું? કહાં? (ક્રાઇમ શો) જેવા વિવિધ શો આ ચેનલ પર દર્શકો નિહાળી શકશે.
આ અંગે પ્રોડ્યુસર વિજોયપ્રકાશ શર્મા અને કો- પ્રોડ્યુસર પ્રેમ સિંઘલ એ સંયુક્ત રીતે જણાવ્યું હતું કે, “અમે વિવિધ પ્રકારના કાર્યક્રમો આ ચેનલ થકી લાવી રહ્યાં છીએ અને તેમાં પણ નીમ કરોલી બાબા પરનો અમારો કાર્યક્રમ અમારા માટે ખૂબ મહત્વનો છે. અમે આધુનિક ભારતને અનેક સંતોના સમય અને પરંપરાની નિરંતરતા સાથે પોતાની કૃપા દ્રષ્ટિથી લાભાન્વિત કર્યા છે. આ શ્રેણીમાં નીમ કરોલી બાબાનું નામ અવ્વ્લ છે કે જેઓ એક રહસ્યમય સંત છે. અમારો પ્રયાસ છે કે તેમના માનવતા, સમાનતા અને એકતાના સંદેશને દરેક વ્યક્તિ સુધી પહોંચે શકીએ.”
નવા કન્ટેન્ટ માટે હંમેશાથી દર્શકો આતુર રહે છે અને આ ચેનલ દ્વારા ઓડિયન્સ દરેક જોનરના કાર્યક્રમો માણી શકશે.