મને કોમેડી રોલ્સ વધારે ઓફર થઈ રહ્યા છે. વેલકમ 3 માં મારો નોંધનીય રોલ છે
હિસ્ટ્રી ટીવી 18નો ખૂબ જ લોકપ્રિય શો ”ઓએમજી! ‘યે મેરા ઈન્ડિયા’ એક મોટી સીમાચિહ્ન પર પહોંચી ગયો છે, હા, આ શો ટૂંક સમયમાં તેની 10મી સીઝન લાવવા જઈ રહ્યો છે, જેના માટે અભિનેતા કૃષ્ણા અભિષેકે દેશના ઘણા રાજ્યોમાં પ્રતિભાઓની શોધ શરૂ કરી દીધી છે.નોંધપાત્ર વાત એ છે કે, કૃષ્ણા અભિષેક આ શો સાથે 1 સીઝનથી જોડાયેલા છે અને હવે તે 10મી સીઝન પણ હોસ્ટ કરી રહ્યા છે, જે એક મોટી વાત છે. ”ઓએમજી! યે મેરા ઈન્ડિયા સીઝન ૧૦ માં ઇતિહાસ બદલી નાખે તેવી અવિશ્વસનીય અને પ્રેરણાદાયી વાર્તાઓ દર્શવામાં આવે છે આ સાથે શોના હોસ્ટ કૃષ્ણ અભિષેક તાજેતરમાંજ સુરતના મેહમાન બન્યા હતા.


ભારત, તેના ઇતિહાસ, સંસ્કૃતિ અને વિચારોથી સમૃદ્ધ દેશ, સમગ્ર વિશ્વમાં પોતાનો પ્રભાવ ફેલાવે છે. આ લોકપ્રિય શો ‘ઓએમજી! યે મેરા ઈન્ડિયા તેના એપિસોડ્સમાં દેશની મહાન વિવિધતા દર્શાવે છે, જે વાસ્તવિક જીવનના હિંમત અને વિશ્વાસના નાયકોની વાર્તાઓ દર્શાવે છે જેઓ મોટાભાગે અન્ય લોકો અને સમાજને હકારાત્મક અસર કરે છે અને પ્રેરણા આપે છે.કૃષ્ણા અભિષેક “ઓએમજી ! યે મેરા ઇન્ડિયા” ના શૂટ માટે સુરતની મુલાકાતે આવ્યા હતા. તેમણે જણાવ્યું કે તેમની ઈમેજ કોમેડિયન તરીકે બંધાઈ ગઈ છે, તે અલગ પ્રકારના રોલ્સ કરવા માંગે છે. મોકો મળે તો તે નેગેટિવ રોલ કરવાનું અને સિરિયસ પાત્રો ભજવવાનું પસંદ કરશે. તેમણે ઘણી સારી સારી ફિલ્મોની ઓફર પણ થાય છે પણ ટેલિવિઝન ક્ષેત્રે સતત વ્યસ્તતા ને કારણે તેઓ એ ઓફર્સ સ્વીકારી શકતા નથી.