ગ્રાહકો અહીંથી કરિયાણાની ખરીદી કરી શકે છે અને તેમની મનપસંદ લોકલ રેસ્ટોરન્ટમાંથી ફૂડ પણ ઑર્ડર કરી શકે છે. વધુ કૅટેગરીઝ ટૂંક સમયમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ONDC પ્લેટફોર્મ પર વિકસિત લોકલ શૉપિંગ ઍપ Pincode, એ આજે જાહેરાત કરી કે તે અમદાવાદમાં લાઈવ થઈ ગઈ છે. અમદાવાદમાં ગ્રાહકો હવે Pincode પર તેમની તમામ મનપસંદ લોકલ દુકાનોમાંથી કરિયાણાની ખરીદી કરી શકશે અને રેસ્ટોરન્ટમાંથી ફૂડનો ઑર્ડર આપી શકશે.
કર્ણાવતી દાબેલી, બોમ્બે શેવિંગ કંપની, ઑનેસ્ટ, બેહરોઝ દ્વારા વેજ દાવત, અને મેકડોનલ્ડ્સ જેવી પ્રખ્યાત સ્થાનિક બ્રાન્ડની હાજરી સાથે, Pincode ગ્રાહકોને પ્રોડક્ટોની વિશાળ પસંદગી સાથે તેમના મનપસંદ લોકલ સ્ટોર્સ અને રેસ્ટોરન્ટ્સમાંથી સીધા જ યોગ્ય કિંમતે બ્રાઉઝ કરવાની અને ઑર્ડર કરવાની તક પ્રદાન કરે છે. આ પ્લેટફોર્મ આકર્ષક ડિસ્કાઉન્ટ પણ પ્રદાન કરે છે અને મુશ્કેલી-મુક્ત રિફંડ અને રિટર્ન્સની સુવિધા સાથે સીમલેસ શૉપિંગ અનુભવની ખાતરી આપે છે.
Pincode તેના ગ્રાહકોને વ્યાપક ખરીદીનો અનુભવ પ્રદાન કરવા માટે ફાર્મા, ફેશન અને ઇલેક્ટ્રોનિક્સ જેવી વધારાની કૅટેગરીઝમાં વિસ્તરણ કરવા માટે સક્રિયપણે કાર્ય કરી રહ્યું છે.
Pincode ઍપને એપ્રિલમાં બેંગ્લોરમાં લૉન્ચ કરવામાં આવી હતી જ્યાં તેણે 1 લાખથી વધુ ઑર્ડર ડિલિવર કર્યા છે.Pincodeના જનરલ મેનેજર, લલિત સિંઘે જણાવ્યું હતું કે, “અમને એ શેર કરતાં ખૂબ આનંદ થાય છે કે Pincode હવે અમદાવાદમાં લાઈવ થઈ ગયું છે.” Pincodeના ઈનીશ્યલ રિસ્પોન્સ અને ગ્રાહકને એકદમ ઝડપથી પસંદ આવવાને કારણે અમને અમારી સેવાઓનું વિસ્તરણ કરવાનો આત્મવિશ્વાસ મળ્યો છે. અમે લોકલ વિક્રેતાઓને ચેમ્પિયન બનાવવા અને અમારા ગ્રાહકોને અસાધારણ શૉપિંગ અનુભવ આપવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ. અમે લોકલ સ્ટોર્સની માંગ વધારવા માટે આકર્ષક ઉપભોક્તા ઑફર્સ પણ શરૂ કરીશું. આગામી મહિનાઓમાં, અમે વધુ શહેરોમાં વિસ્તરણની મહત્વાકાંક્ષી યોજનાઓ પણ ધરાવીએ છીએ.”