ભારતમાં સૌથી મોટા આગવા સિનેમા પ્રદર્શક એવા PVR INOXએ નવા 5 સ્ક્રીન મલ્ટીપ્લેક્સ ગુજરાતના અમદાવાદના ઓઢવ ચાર રસ્તા પાસે સત્યમેવ એમ્પોરીયોમાં ખુલ્લુ મુક્યુ હોવાની ઘોષણા કરી છે.
આ લોન્ચની સાથે PVR INOXની ગુજરાતમાં વધીને 35 પ્રોપર્ટીઓમાં 151ની થશે અને બ્રાન્ડની હાજરીને મધ્યભારતમાં વધુ મજબૂત બનાવતા મધ્ય પ્રદેશ, ગુરાત, રાજસ્થાન ને છત્તીસગઢના 25 શહેરોમાં 69 પ્રોપર્ટીઓમાં 297 સ્ક્રીન્સની થઇ છે.
નવુ મલ્ટીપ્લેક્સ કારોબારના કેન્દ્ર એવા ઓઢવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલુ છે જે અત્યંત આગવું, વિકસતુ અને વ્યાપારી સ્થળ છે. તે સરદાર પટેલ રીંગ રોડ સાથે સીધુ જ જોડાયેલુ હોવાથી સિનેમા દરેક શહેરી નિવાસીઓ માટે પસંદગીના સ્થળ તરીકે ઉભરી આવશે.
આ સિનેમા વર્ગમાં શ્રેષ્ઠ એવા થિયેરિટકલ ઉકેલોથી સજ્જ છે જેમાં SP4K નેક્સ્ટ-જનરેશન લેસર પ્રોજેક્ટસનો સમાવેશ થાય છે જે અલ્ટ્રા હાઇ રિસોલ્યુશન, તીવ્ર અને તેજસ્વી ઇમેજીસ આપે છે. વધુમાં ઓડીસમાં એડવાન્સ્ડ ડોલ્બી સરાઉન્ડ સાઉન્ડ ધરાવે છે અને નેક્સ્ટ-જેન 3D ટેકનોલોજી તરબોળ અને સંપૂર્ણ અનુભવ પૂરો પાડે છે. આ પ્રોપર્ટીમાં 812 પ્રેક્ષકો બેસી શકશે જેમાં પ્લશ રિક્લાઇનર સિટ્સ મારફતે વધુ આરામ પણ મેળવી શકશે.
આ લોન્ચ સમયે બોલતા PVR INOX લિમીટેડના મેનેજિંગ ડિરેક્ટર અજય બિજલીએ જણાવ્યું હતુ કે, “સૌથી પ્રગતિશીલ રાજ્યોમાંના એક અને રોકાણકારોને અનુકૂળ સ્થળ એવા ગુજરાતમાં અમારી હાજરીને વિસ્તારવા માટે અમને અત્યંત આનંદ થાય છે. આ 9 શહેરોમાં હાજરી સાથે ગુજરાતના વાઇબ્રન્ટ રાજ્યમાં અમારી 35મી પ્રોપર્ટીને ચિહ્નિત કરે છે. મધ્ય ભારતમાં અમારું વિસ્તરણ થિયેટરના પ્રેક્ષકોની પહોંચમાં મૂવી જોવાનો મલ્ટિપ્લેક્સ અનુભવ લાવવાની અમારી વૃદ્ધિની યોજનાઓની ચાવી છે.”
નવા સિનેમાને ફોયર એરિયામાં ગોલ્ડન મેટલ પ્લાઝ્મા ફ્રેમ્સ સાથે વૈભવી અનુભવ આપવા માટે આધુનિક આર્ટ ડેકો ડિઝાઇનમાં સ્ટાઈલ કરવામાં આવી છે. ઓડિટોરિયમ્સમાં ફેબ્રિક પેનલિંગ અને બાજુની દિવાલો પર ગોલ્ડ વિશિષ્ટ ‘V’ પેટર્નની ડિઝાઇન સાથે ભવ્ય બોર્ડેક્સ લાલ રંગની થીમ છે. વધુમાં, આરામદાયક રિક્લાઇનર્સની લક્ઝરી સાથે પીરસવામાં આવતી સ્વાદિષ્ટ વાનગીઓની વિશાળ શ્રેણી અને ડિજિટલ કિઓસ્ક સાથે કન્સેશન કાઉન્ટર પ્રોપર્ટીની અનોખી તકોમાં વધારો કરે છે.
”આ અમારા માટે ખરેખર મહત્વનો દિવસ છે કારણ કે અમે ગુજરાતના સૌથી મોટા શહેર અને વ્યાપારી કેન્દ્રમાં અમારી હાજરીને વિસ્તારી રહ્યા છીએ. અમદાવાદ ઝડપી ગતિના શહેરીકરણમાંથી પસાર થઈ રહ્યું છે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુશાસનની દ્રષ્ટિએ રહેવા માટે શ્રેષ્ઠ શહેરોમાંનું એક હોવાથી અન્ય શહેરોમાંથી સ્થળાંતર આકર્ષિત કરી રહ્યું છે. ઘરની બહાર મનોરંજનના સંપૂર્ણ સ્થળ તરીકે સિનેમા વધતી વસ્તીની આરામની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. આરામ અને સગવડ દ્વારા એક અજોડ મૂવી-ગોઇંગ અનુભવ પ્રદાન કરીને, અમને વિશ્વાસ છે કે અમદાવાદના લોકો દ્વારા તેને સારી રીતે આવકારવામાં આવશે.” એમ PVR INOX લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી સંજીવ કુમાર બિજલીએ જણાવ્યું હતું.
આ ખુલ્લુ મુકવાની સાથે, PVR INOXએ તેની વૃદ્ધિની ગતિને મજબૂત બનાવી છે અને મર્જર પછી 11 શહેરોમાં 12 પ્રોપર્ટીઓમાં 80 સ્ક્રીન ખોલી છે.