એક ઉપદશ મીડિયા એ વન સ્ટોપ પ્લેટફોર્મ છે, જે તેના આઉટરીચ દ્વારા અભૂતપૂર્વ સેવાઓ પૂરી પાડે છે. હવે અમદાવાદમાં હયાત, વસ્ત્રાપુર ખાતે એક ઉપદેશ મીડિયા દ્વારા 15 જૂલાઇ, 2023ના રોજ “એજ્યુકેશન એક્સેલેન્સ કોન્ક્લેવ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 500 થી વધુ શાળાના આચાર્યો, અધ્યક્ષો અને નિર્દેશકોએ હાજરી આપી હતી. તે ભારતના શિક્ષણ નેતાઓ અને અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓનું સન્માન કરતી એક ભવ્ય ઇવેન્ટ હતી. ઘણા શિક્ષકોએ આ ઇવેન્ટમાં હાજરી આપી હતી અને શિક્ષકોને તેમના ભાવિ પ્રયાસોમાં મદદ કરવા માટે તેમના અવિશ્વસનીય વિચારો અને જીવનના અનુભવો શેર કર્યા હતા.
આ કાર્યક્રમની શરૂઆત લીના નાયર – સેક્રેટરી, જ્ઞાન સરોવર, સેન્ટ્રલ ગુજરાત સહોદય સ્કુલ્સ કોમ્પ્લેક્સ, ભરતસિંહ ભદૌરિયા – પ્રમુખ, સંસ્કૃત સહોદય, ડો. સંજય અવિશેકા – પ્રમુખ, રાજસમંદ સહોદય કોમ્પ્લેક્સ, ગોરધન હિરોની- ડિરેક્ટર, સેન્ટ જોસેફ ગ્રુપ ઓફ એજયુલેશનલ ઇન્સ્ટિટ્યૂશન્સ, ડો. આઝમ બેગ- ફાઉન્ડર, જેએલએન એજ્યુકેશનલ ગ્રુપ જયપુર, રાજસ્થાન, ઇસાબેલ સ્વામી – ચેપર્સન, ઇન્દોર સહોદય કોમ્પ્લેક્સ, અનામિકા અંજારિયા- ડાયરેક્ટર, રંગોલી ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ્સ, ડૉ. અલ્પા એસ. કોટડિયા- ફાઉન્ડર અને નિયામક આચાર્ય, વાપી પબ્લિક સ્કૂલ વગેરેની ઓપનિંગ સ્પીચથી થઈ હતી.
સમગ્ર શિક્ષા ગુજરાત સ્ટેટના સેક્રેટરી માનનીય મહેશ મહેતા અને ઉધમ કન્સલ્ટન્સીના ફાઉન્ડર અને સીઈઓ શ્રી મનન ચોકસીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.
એજ્યુકેશન એક્સેલન્સ એવોર્ડમાં શિક્ષકો માટે પેનલ ચર્ચા પણ કરવામાં આવી હતી, જ્યાં તેઓએ અનલોકિંગ ધ ગ્લોબલ ડોરવે પર તેમના વિચારો અને મંતવ્યો શેર કર્યા હતા: ભારતીય વિદ્યાર્થીઓમાં વિદેશમાં અભ્યાસ કરવાની ઉભરતી જરૂરિયાતનું અન્વેષણ કરનાર અને પેનલમાં ભાગ લેનાર શિક્ષકો છે- નિરાલી ડગલી- પ્રિન્સિપાલ, કાલોરેક્સ ફ્યુચર સ્કૂલ ઘાટલોડિયા, આશિષ કાચા- મેનેજિંગ ડિરેક્ટર, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ જ્ઞાન બેગ, મૃદુલ વર્મા- પ્રિન્સિપાલ, અમરચંદ સિંઘવી ઇન્ટરનેશનલ સ્કૂલ, હિરેન ઠક્કર- પ્રિન્સિપાલ, દિલ્હી પબ્લિક સ્કૂલ, જયશ્રી ચોરારિયા- ડિરેક્ટર, જીડી ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ , ઉઝમા આમિર- સિનિયર જી. એમ એકેડેમિક્સ , કેલોરેક્સ ગ્રુપ
ઘણા શિક્ષકોએ સંઘર્ષ અને કટોકટીમાં શિક્ષણ પર તેમના વિચારો પણ શેર કર્યા: ટેક્નોલોજી કેવી રીતે તફાવત કરી શકે? પૂર્ણિમા મેનન – પ્રિન્સિપાલ, આનંદ વિદ્યા વિહાર, વડોદરા, કલ્પના સિંઘ- પ્રિન્સિપાલ, ઇન્ટરનેશનલ દિલ્હી પબ્લિક સ્કૂલ, સબીના સાહની- પ્રિન્સિપાલ, દિલ્હી પબ્લિક સ્કૂલ, બોપલ, કવિતા આચાર્ય, એકેડેમિક ડિરેક્ટર, મોદી ગ્રુપ ઑફ સ્કૂલ્સ, ફ્રાન્સિસ ફર્નાન્ડિસ- પ્રિન્સિપાલ, એશિયા ઈંગ્લીશ સ્કુલ, વિશાલ વરિયા- મેનેજિંગ ડિરેક્ટર, રોઝરી સ્કૂલ, શિવશ્યામ મિશ્રા- પ્રિન્સિપાલ, નાલંદા વિદ્યાલય, સહદેવસિંહ સોનાગરા- ડિરેક્ટર, નીમા વિદ્યાલય
ઈવેન્ટને પ્રખ્યાત એડટેક અને ફિનટેકની કંપનીઓ સિંઘાનિયા ક્વેસ્ટ+, યુનિરેલી, કૂલ એડિસ, કેમ્બ્રિજ, વન નેશન, વ્યૂ સોનિક, લોગીક્વિડ્સ, ટેકસેન્સ ઈન્ડિયા, યામાહા, સાર, ટીચમિન્ટ, જોબ્સ ઇન એજ્યુકેશન, સારથી પેડાગોગી, એક્સ્ટ્રામાર્ક્સ, ટ્રાઈમેક્સ, ટ્રાયલ વર્ડ, ક્લિક ઓન કેમ્પસ, ઓરેલ, જુપ્સોઆ, સ્ટેમરોબો, વિદ્યાલય, બ્રાઇટચેમ્પ્સ, સ્ટ્રોપી, મેરિડિયન ઓવરસીઝ, કેમ્પસમલ, સેલીન, એક્યુરાકન્સેપ્ટ્સ દ્વારા સપોર્ટ કરવામાં આવ્યો હતો.
શિક્ષકો માટે, તે એક સફળ ઘટના હતી કારણ કે તેઓ નવા વિષયો વિશે શીખ્યા. શીખવું એ વૃદ્ધિની પ્રક્રિયા છે. વિકાસના આ ઝડપી દરે અમારા બાળકોને ઝડપથી બદલાતા સ્પર્ધાત્મક વાતાવરણ માટે વધુ સારી રીતે તૈયાર કરવા માટે શૈક્ષણિક કાર્યક્રમોના અસરકારક સંચાલનના મહત્ત્વના મુદ્દાને મોખરે લાવ્યો છે.