- જીઓ સ્ટુડિયોઝ ના બેનર હેઠળ અને એસપી સીનેકોર્પ ના પ્રોડક્શન હેઠળની ફિલ્મ છે “બચુભાઈ”
- પેનોરમા સ્ટુડિયોઝ કરશે “બચુભાઈ” ફિલ્મનું ડિસ્ટ્રીબ્યુશન
- “બચુભાઈ” ફિલ્મ એક મેસેજ આપવા માંગે છે કે “શીખવાની કોઈ જ ઉંમર નથી હોતી.”
આજે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અવનવા વિષયો પર ફિલ્મો બની રહી છે અને દર્શકો પસંદ પણ કરી રહ્યાં છે. એમાં પણ જો સિદ્ધાર્થ રાંદેરિયાની કોમેડી હોય તો કોને એ ફિલ્મ જોવી ના ગમે? જી હાઁ! જીઓ સ્ટુડિયોઝ દ્વારા પ્રસ્તુત ફિલ્મ “બચુભાઈ”માં સિદ્ધાર્થ રાંદેરિયા મુખ્ય ભૂમિકામાં નજરે પડશે. તેઓ હંમેશાથી પોતાના કોમેડી ટાઇમિંગના કારણે દર્શકોને હસાવતા આવ્યા છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું હતું જેને દર્શકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો અને હવે 7 જુલાઈએ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલર જોયા બાદ દર્શકો આતુરતાથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે, જે 21 જૂલાઇ, 2023ના રોજ રિલીઝ થવા માટે સુસજ્જ છે.
ફિલ્મની સ્ટોરીલાઈનની વાત કરીએ તો અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા “બચુભાઈ”ની ભૂમિકામાં નજરે પડશે, જે પોતાનું ગ્રજ્યુએશન પૂર્ણ કરવા માંગે છે. આ ફિલ્મ “બચુભાઈ” કોલેજમાં પ્રવેશ મેળવવાથી લઈને પ્રવેશ પછી કોલેજમાં શું થાય છે તે બચુભાઈની આનંદી સફર વર્ણવે છે. હવે આ આગળ શું થાય છે તે તો આ ફિલ્મ થકી જોવું જ રહ્યું. હા! પણ એટલું ચોક્કસપણે કહી શકાય કે આ ફિલ્મ દર્શકોને પેટ પકડીને હસાવશે. “બચુભાઈ” ફિલ્મ એક મેસેજ આપવા માંગે છે કે “શીખવાની કોઈ જ ઉંમર નથી હોતી.”
સિદ્ધાર્થ રાંદેરિયા સિવાય “બચુભાઈ” ફિલ્મમાં અપરા મેહતા, અમિતસિંહ ઠાકુર, નમન ગોર, પૂર્વી પાલન વગેરે પણ મહત્વની ભૂમિકાઓ નીભાવતા નજરે પડશે.
જીઓ સ્ટુડિયોઝ ના બેનર હેઠળ અને એસપી સીનેકોર્પ ના પ્રોડક્શન હેઠળ જ્યોતિ દેશપાંડે, શરદ પટેલ અને શ્રેયાંશી પટેલ દ્વારા નિર્મિત આ ફિલ્મ રાહુલ ભોલે અને વિનીત કનોજિયા દ્વારા દિર્ગદર્શિત છે. આ એક હળવી કોમેડી ફિલ્મ છે અને સંપૂર્ણ પારિવારિક મનોરંજક ફિલ્મ છે. પેનોરમા સ્ટુડિઓઝ દ્વારા આ ફિલ્મ સમગ્ર દેશમાં રિલીઝ થઇ રહી છે. “બચુભાઈ” ફિલ્મ ગુજરાતી ફિલ્મ જગતને એક નવી ઊંચાઈએ લઈ જવા અને દર્શકોના ચહેરા પર સ્મિત લાવવા માટે તૈયાર છે.
ટ્રેલર લિંક- https://bit.ly/Bachubhai_Trailer_OutNow