ઓગસ્ટ, 2023, અમદાવાદ: અમદાવાદના ફેશન ઉત્સાહીઓ માટે “મસ્કમેલો” ફેશન બ્રાન્ડ નવી જ ફેશન રેન્જ લઈને આવ્યું છે. 10 ઓગસ્ટના રોજ આમદાવાદના એફટીવી રેસ્ટ્રો & કાફે ખાતે ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ફેશન બ્રાન્ડના લોન્ચ સાથે ફેશન શૉનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણી બધી મોડેલ્સ એ રેમ્પ વોક કરીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
મસ્કમેલો એ વુમન-લીડ, વુમન- ડ્રિવન બ્રાન્ડ છે, જેનું સંચાલન ફાઉન્ડર ને ચીફ સ્ટાઇલિસ્ટ અમી મોદી દ્વારા કરવામાં આવે છે.જેમાં ટીમ ફેશન અને ટેક્નોલોજીને શ્રેષ્ઠ રીતે મર્જ કરીને તમારા માટેપરફેક્ટ કલેક્શન બનાવવાનો પ્રયાસ કરે છે. . મસ્ક મેલો ખાતે દરેક સાઈઝના કપડાં XXS થી 6XL સાઈઝમાં ઉપલબ્ધ છે, સંપૂર્ણપણે કસ્ટમાઇઝ છે અને તમારા માટે બનાવેલ છે. અમારી યુએસપી SizeYOU છે – તમારા માટે તૈયાર કરેલ છે.
મસ્કમેલોના ફાઉન્ડર ને ચીફ સ્ટાઇલિસ્ટ અમી મોદી એ જણાવ્યું હતું કે “પેન્ટસૂટ, બ્લેઝર, પેન્ટ, ડ્રેસ, કો-ઓર્ડ સેટ, ઓવરકોટ, જમ્પસૂટ, ટોપ્સ/ક્રોપ ટોપ જેવા દરેક પ્રકારના કેઝ્યુઅલ વેર અને ઓફિસ વેર ઉપલબ્ધ છે, જે અમારી વેબસાઈટ પરથી ખરીદી શકાય છે. અમદાવાદ ફેશનનું વિકસતું હબ છે. લોકો ખૂબ જ ફેશન સભાન છે. મારું વતન હોવાને કારણે, અમદાવાદ મારા હૃદયમાં છે. મારા માટે શરૂઆત કરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. અમદાવાદ બાદ અમે અન્ય શહેરોમાં પણ લોન્ચ કરવાનું વિચારી રહ્યાં છીએ.”
“તમે જે પણ કપડાં પહેર છો તેનાથી તમારું વ્યક્તિત્વ પ્રતિબિંબિત થાય છે. જેના કારણે મસ્કમેલો માટે મહિલાની ફેશન સેન્સ મહત્વની છે કેજેનાથી તેમનું વ્યક્તિત્વ ખીલે. અમે જુદા જુદા લૂક, સ્ટાઈલ અને ટેક્સચર સાથે પ્રયોગ કરીને શાર્પ અને સોફિસ્ટિકેટેડ ગારમેન્ટબનાવીએ છીએ .અમારું મિશન એવા કપડાં બનાવવાનું છે જેનથી તમને અણનમ અનુભવ થાય.”- અમી મોદી એ ઉમેર્યું.
મસ્કમેંલો એ આધુનિક ફેશનનો નવો અવાજ છે. ફિટ અને ફેબ્રિકેશન પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે આ બ્રાન્ડ વિશિષ્ટ કન્ટેન્ટ, પ્રિન્ટ્સ અને કલર્સ સાથે અદભૂત વુમન સિલુએટ્સને ઉન્નત કરે છે. ઉલ્લેખનીય છે કે, મસ્કમેલો પર્સનલ સ્ટાઇલિંગ ણ ઈમેજ કન્સલ્ટન્સી પર પણ કામ કરે છે. મસ્કમેલો તમને તમારી સ્ટાઇલને સુધારવામાં અને તમને પોતાનો આત્મવિશ્વાસ પાછો આપવામાં મદદ કરશે. તેઓ મહિલાઓને તેમની આંતરિક સુંદરતા સ્વીકારવામાં મદદ કરે છે અને તેમની સ્ટાઇલમાં પણ તે જ પ્રતિબિંબિત કરે છે.