- Reno10 5G 27મી જુલાઈએ 12.00 કલાકથ રૂ. 32,999માં વેચાણમાં મુકાશે.
- Reno10 5G સ્લીક ડિઝાઈન અને ઓપ્પોની ટેકનોલોજીઓ, જેમ કે, SUPERVOOCTM, BHE, ડાયનેમિક કમ્પ્યુટિંગ એન્જિન સાથે આવે છે.
OPPO, અગ્રણી વૈશ્વિક સ્માર્ટ ડિવાઈસ બ્રાન્ડ, એ જાહેરાત કરી છે કે તેનું Reno10 વેચાણ 27મી જુલાઈના રોજ 32,999 રૂપિયામાં લાઈવ થઈ ગયું છે. હેન્ડસેટ OPPO ઈ-સ્ટોર, ફ્લિપકાર્ટ અને મેઈનલાઈન રિટેઈલ આઉટલેટ્સ ખાતે 12.00 કલાકથી ઉપલબ્ધ થશે.
3D કર્વ્ડ ડિઝાઈન સાથે અલ્ટ્રા- સ્લિમ બોડી
Reno10 5Gમાં અલ્ટ્રા- સ્લિમ બોડી છે, જે પકડવા માટે હલકી અને આસાન 3D કર્વ્ડ ડિઝાઈન સાથે આઈસ બ્લુ અને સિલ્વરી ગ્રેમાં ઉપલબ્ધ છે. તેમાં બોર્ડરલેસ અને આકર્ષક વ્યુઈંગ અનુભવ માટે 120Hz 6.7-ઈંચ AMOLED ડિસ્પ્લે અને 93% સ્ક્રીન- ટુ- બોડી રેશિયો છે. તે ડ્રેગનટ્રેઈલ સ્ટાર 2 ડિસ્પ્લે અને મજબૂત પોલીકાર્બોનેટ બેક સાથે આવે છે. તેનું 2412×1080px સ્ક્રીન પ્રત્યક્ષ સૂર્યપ્રકાશમાં પણ બારીકાઈભરી અને ક્રિસ્પ વિઝ્યુઅલ્સ પ્રદાન કરવા માટે 950nitsની HDRબ્રાઈટનેસ સાથે 1 અબજ રંગો માટે સક્ષમ છે. ઉપરાંત સરાઉન્ડ સાઉન્ડ અનુભવ માટે ડાયરેક દ્વારા પરીક્ષણ કરેલી રિયલ ઓરિજિનલ સાઉન્ડ ટેકનોલોજી સાથે ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ મળશે.
અલ્ટ્રા-ક્લિયર પોર્ટ્રેઈટ્સ માટે ટેલિફોટો કેમેરા
Reno10 5Gમાં શક્તિશાળી કેમેરા સિસ્ટમ છે, જેમાં 64MP OV64B અલ્ટ્રા- ક્લિયર મેઈન કેમેરા, 32MP IMX709 ટેલિફોટો પોર્ટ્રેઈટ કેમેરા, 8MP IMX355 112° અલ્ટ્રા- વાઈડ કેમેરા અને 32MP OV32C અલ્ટ્રા- ક્લિયર સેલ્ફી કેમેરાનો સમાવેશ થાય છે. આ સેટઅપ સાથે ઉપભોક્તાઓ પોર્ટ્રેઈટ્સ શૂટ કરવા અથવા વાઈડ- એન્ગલ શોટ્સ માટે ઓછા પ્રકાશમાં પણ અપવાદાત્મક ક્લેરિટી સાથે પિક્ચર્સમાં દરેક બારીકાઈ મઢી લઈ શકે છે.
ઝડપી, સુરકક્ષિત અને સંરક્ષિત ચાર્જિંગ અનુભવ
તેની 5000mAh બેટરી- Reno સિરીઝમાં આજ સુધીની સૌથી વિશાળ છે- જે 67W SUPERVOOCTM સાથે ડિવાઈસ 47 મિનિટમાં 100% ચાર્જ કરે છે. હંમેશાં હાલતાચાલતા ઉપભોક્તાઓ માટે 30 મિનિટનું ચાર્જ હેન્ડસેટને 70%સુધી ચાર્જ કરવામાટે પૂરતું છે.
ઉપરાંત OPPOનુંએવોર્ડ વિજેતા બેટરી હેલ્થ એન્જિન (BHE) બુદ્ધિશાળી રીતે દીર્ઘ ચાર્જિંગ લાઈફસ્પેનની અસલ સમયની દેખરેખ થકી કરન્ટ અને વોલ્ટેજને નિયંત્રિત કરે છે. તે છેલ્લાં લગભગ ચાર વર્ષમાં 1600 ચાર્જ ચક્રો પછી પણ 80% સુધી તેના હેન્ડસેટના બેટરીને જાળવી રાખવાની ખાતરી રાખે છે.
દીર્ઘ ટકાઉ સહજ કામગીરી
Reno10 5G મિડિયાટેક ડાયમેન્સિટી 7050 SoC પર ચાલે છે અને 8GB RAM, 256GB સ્ટોરેજ અને OPPO’s RAM વિસ્તરણ ટેકનોલોજી સાથે આવે છે, જે ઉપભોક્તાઓને ડિવાઈસ સ્ટોરેજમાંથી લઈને વધુ 8GB સુધી RAM વિસ્તારવામાં મદદ કરે છે.
કાર્યક્ષમ કૂલિંગ માટે તે હીટ ડિસ્સિપેશન અને ગ્લિચ-ફ્રી યુઝેબિલિટી માટે હાઈ- પરફોર્મન્સ T19 bi-layer ગ્રેફાઈટ કામે લગાવે છે. Reno10 પર OPPOનું ડાયનેમિક કમ્પ્યુટિંગ એન્જિન ગત પેઢીની તુલનામાં એપ ખૂલવાની સ્પીડ 12%થી વધારે છે. ઉપરાંત તે 48 મહિનાન ફ્લુઅન્સી સાથે આવે છે, જેનો અર્થ આ ડિવાઈસ ચાર વર્ષ પછી પણ નવા ફોનની જેમ સહજ કામ કરશે.
સ્માર્ટ અનુભવો
Reno10 5G ઈન્ફ્રારેડ રિમોટ- કંટ્રોલ એપ સાથે આવે છે, જે તમને રિમોટ થકી ટીવી, એસી અને સેટ-ટોપ બોક્સીસ વગેરે જેવાં ઘરનાં એપ્લાયન્સીસ કંટ્રોલ કરવાની સુવિધા આપે છે. તેના મલ્ટી- સ્ક્રીન કનેક્ટ ફીચર સાથે Reno10 5G પીસી અથવા ટેબ્લેટ જેવાં અન્ય ડિવાઈસીસ સાથે કનેક્ટ થઈ શકે છે, જેથી ઉપભોક્તાઓ ઘણાં બધાં સ્ક્રીન્સ પર સાગમટે કામ કરી શકે છે. તેનું સ્માર્ટ ઓલ્વેઝ-ઓન ડિસ્પ્લે ઉપભોક્તાઓને સ્વિગ્ગી અને ઝોમેટો જેવાં ફૂડ ડિલિવરી એપ્સ પર અપડેટ્સ જોઈ શકો છો અને ફોન અનલોક કર્યા વિના સ્પોટિફાઈ પર સંગીતને કંટ્રોલ પણ કરી શકો છો.
Reno10 5G બે વર્ષની OS અપડેટ્સ અને ત્રણ વર્ષની સિક્યુરિટી અપડેટ્સને સપોર્ટ કરે છે.
ઓફર્સ
ગ્રાહકો OPPO Reno10 5Gના પરથમ વેચાણ પર નિમ્નલિખિત ઓફરો મેળવી શકે છેઃ
- ગ્રાહકો એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્ક અને એસબીઆઈ કાર્ડસ ઉપયોગ કરે ત્યારે Flipkart અને OPPO સ્ટોર્સ પર રૂ. 3000નું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. ઉપરાંત અગ્રણી બેન્ક કાર્ડધારકોને 6 મહિના સુધી નો- કોસ્ટ ઈએમઆઈ વિકલ્પમાંથી લાભ મળી શકે છે.
- ગ્રાહકો મેઈનલાઈન રિટેઈલ આઉટલેટ્સમાંથી 10% સુધી કેશબેક અને એસબીઆઈ, કોટક બેન્ક, બેન્ક ઓફ બરોડા, આઈડીએફસી ફર્સ્ટ બેન્ક, વન કાર્ડ અને એયુ સ્મોલ ફાઈનાન્સ જેવી અગ્રણી બેન્કો પાસેથી 6 મહિના સુધી નો- કોસ્ટ ઈએમઆઈનો લાભ લઈ શકે છે.
- ગ્રાહકો કન્ઝ્યુમર લોન ભાગીદારો, ટીવીએસ ક્રેડિટ, એચડીબી ફાઈનાન્શિયલ અને આઈડીએફસી ફર્સ્ટ બેન્ક પાસેથી રૂ. 3000 સુધી કેશબેક પણ મેળવી શકે છે. ઉપરાંત ગ્રાહકો અગ્રણી ફાઈનાન્સરો પાસેથી ઝીરો ડાઉન પેમેન્ટ યોજનાઓનો લાભ માણી શકે છે.
- OPPOના ગ્રાહકો ઓનલાઈન અને ઓફફલાઈન રૂ. 4000 સુધી એક્સચેન્જ+ લોયલ્ટી બોનસ મેળવી શકે છે.
- ઉપભોક્તાઓ MyOPPO થકી 3 મહિના સુધી યુટયુબ પ્રીમિયમ અને ગૂગલ વનનાં મફત ટ્રાયલ માણી શકે છે.
OPPO પ્રીમિયમ સર્વિસ ઓફર
- સમર્પિત નિષ્ણાતોની ટીમ દ્વારા 24 કામકાજના કલાકમાં બધા મુદ્દાઓ / મૂંઝવણોનો ઉકેલ લવાશે. (એક્સક્લુઝિવ હોટલાઈન – 9958808080)
- ફરિયાદના 72 કલાકમાં સમસ્યાના ઉકેલ સાથે 13,000+ પિન કોડ્સમાં મફત પિક-અપ અને ડ્રોપ સવિધા.
- OPPO સ્માર્ટફોન્સની સર્વિસ /રિપેર્સ માટે કિફાયતી ઈએમઆઈ ઓફર કરે છે. ગ્રાહકો પાસે તેમની સુવિધાએ ઈએમઆઈ હપ્તા અને મુદત નક્કી કરવાનો વિકલ્પ રહેશે.