દરેક વ્યક્તિના જીવનમાં પોતાનું ઘર હોય તેવું એક સપનું હોય છે. અને કોરોનાના કપરા સમયગાળા પછી સતત વધતા ભાવના કારણે મધ્યમ વર્ગના લોકો પોતાનું ઘર લેવાના સપનામાં પાછીપાની કરતા જોવા મળે છે પરંતુ મધ્યમ વર્ગથી માંડીને તમામ વર્ગના લોકો એક લક્ઝુરિયસ ઘરમાં રહી શકે અને પોતાનું ઘર વસાવી શકે તે હેતુથી લક્ષ્મી ગ્રુપ દ્વારા તાજેતરમાં નારોલ વિસ્તારમાં તદ્દન નવી સ્કીમ “લક્ષ્મી કોર્ટયાર્ડ” ની ઘોષણા કરવામાં આવી છે. જેમાં 3 બેડરૂમ હોલ કિચન મળી રહેશે. જે પીડિયમ લિવિંગ સ્પેસ અને તમામ સુવિધાઓ સાથે ઉપલબ્ધ હશે.
આ પ્રોપર્ટી વિશે વધુમાં જણાવતા શ્રી જયેશ શાહ (મેનેજીંગ ડિરેક્ટર, ચેરમેન, લક્ષ્મી ગ્રુપ), દ્વારા જણાવામાં આવ્યું હતું કે, આપણા માનનીય પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું હતું કે દરેક વ્યક્તિનું પોતાનું ઘર હોયતે સપનાને સહભાગી થતા લક્ષ્મી ગ્રુપ દ્વારા 2500 થી વધારે લક્ઝુરિયસ ફ્લેટ બનાવી ચુક્યા છે. આ રીતે હમારું યોગદાન 40 લાખ સ્કેવરફિટ થઈ ચૂકેલ છે.

આવનારી નવી સ્કીમ લક્ષ્મી કોર્ટયાર્ડ વિશે વાત કરતા વધુમાં ઉમેર્યું હતું કે, આ નારોલ અસલાલી હાઇ-વે પર આવેલ છે. દરેક ઘરોમાં પ્રાયવસી મળી રહેશે. આ સાથે નેચરલ લાઈટ સાથેના ઘરો બનાવામાં આવ્યા છે. જ્યાં જીવન જરૂરિયાતની દરેક વસ્તુ ઉપલબ્ધ રહેશે. રહેનારા દરેક વ્યક્તિ પોતાના સપનાનું ઘર મળી રહેશે. આજના શુભારંભમા 3 બેડરૂમ હોલ કિચન આપવાની જાહેરાત કરી હતી.
જેમાં જિમ, વોકવે જેવી ખુબ સારી એમિનિટિસ સાથે બેઝમેન્ટ પાર્કિંગ પણ આપવામાં આવશે. આથી દરેક વ્યક્તિ પોતાના સપનાના ઘરનો અનુભવ કરી શકશે. વધુમાં જણાવ્યું હતું કે, આવનારા સમયમાં પણ માધ્યમ વર્ગને પોસાય તેવી કિંમતમાં પોતાનાના સપ્નાનું ઘર જે બજેટમાં બેસ્ટ અને સુવિધામાં સર્વશ્રેષ્ટ આપવાનું એક પ્રયાસ રહેશે.”
લક્ષ્મી ગ્રૂપ અમદાવાદમાં પ્રગતિશીલ રિયલ એસ્ટેટ કંપની છે. ગ્રૂપ ગ્રાહકો અને હિતધારકોની આશા અને વિશ્વાસ પર નિર્માણ કરવા માટે 13 વર્ષથી વધુનો સમૃદ્ધ વારસો ધરાવે છે. જૂથ શહેરના અન્ય બિલ્ડરો સાથે સ્પર્ધામાં હોવાનું માનતું નથી પરંતુ સમાજના તે વર્ગ માટે એક વિશિષ્ટ સ્થાન બનાવવા માટે મજબૂત વિઝન ધરાવે છે જ્યાં ઘર ખરીદવાનું માત્ર સ્વપ્ન છે. રિયલ એસ્ટેટનો વ્યવસાય કોંક્રિટ જંગલ બનાવવાનો નથી; તેમનો ધ્યેય અને વિઝન દરેક વ્યક્તિ માટે એક ઘર બનાવવાનું છે જ્યાં વ્યક્તિ પોતાના જીવનને પ્રેમ કરે છે. ગ્રૂપ પહેલાથી જ અમદાવાદમાં ઘણા બધા રેસિડેન્શિયલ હાઉસિંગ પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક પહોંચાડી ચૂક્યું છે અને હવે અમદાવાદમાં બીજા 3 રેસિડેન્શિયલ હાઉસિંગ શરૂ કરવા માટે તૈયાર છે. તેમનો મંત્ર “દરેક માટે પોતાનું ઘર” છે.