શ્રીમતી શ્યામા ચતુર્વેદી અને પ રમાકાંત ચતુર્વેદી ના મુખ્ય યજમાન સ્થાન અને શ્રી રાઘવ સેવા સમિતિ દ્વારા આયોજિત શ્રી રામકથા સફળતા પૂર્વક પૂર્ણ થઈ ત્યારે હજારો શ્રદ્ધાળુઓ એ આ અલભ્ય તક નો લાભ લઇ ને ધન્યતા અનુભવી છે. શ્રી તુલસીપીઠાધીશ્વર જગદગુરુ રામાનંદાચાર્ય પરમ પૂજ્ય સ્વામી શ્રી રામભદ્રાચાર્ય જી મહારાજ ના સ્વમુખર્વિંદ મા શ્રીરામકથા શ્રવણ કરવાનો અલૌકિક આનંદ પં રમાકાંત ચતુર્વેદી પરિવાર ના લીધે અમદાવાદ ને મળ્યો તે અવસર જીવન ભર યાદગાર રહેશે .
શ્રી રામકથા સમાપન ના દિવસે પરમપૂજ્ય પ્રાતઃસ્મરણીય સ્વામીજી એ ૯ દિવસ ની કથા મા પ્રત્યેક દિવસ ની કથા ને ભગવાન ની ૧૬ કળાઓ સાથે જોડી ને એ સાબિત કર્યું કે રામજી ૧૬ કળા ના અવતાર છે. શ્રી રામ ભગવાન ની ૧૬ કળાઓ તથા સુંદરકાંડ માં ૮ વાર સુંદર શબ્દ નો ઉલ્લેખ છે અને માટે ૨૪ કલાક ના ૮ પ્રહર મા થી કોઇ પણ પ્રહર મા સુંદરકાંડ નો પાઠ કરી શકાય. સમાપન ના દિવસે સ્વામીશ્રી એ રામરાજ્યા અભિષેક મહોત્સવ મનાવી ને શ્રોતાગણ ને ભાવ વિભોર બનાવી દીધા. અસંખ્ય શ્રદ્ધાળુઓ તેમના મોબાઈલ મા ટોર્ચ લાઇટ સાથે અને દીવા મહા આરતી ના દર્શન કર્યા.
શ્રી રામકથા આયોજન ના પ્રવક્તા સહયોગી શ્રી હિરેન ભટ્ટ જણાવે છે કે આ રામકથા ના સફળ આયોજન મા જેમની અગાથ મહેનત છે તેવા પં રમાકાંત ચતુર્વેદી એ રાઘવ સેવા સમિતિ ના દરેક સદસ્યો, આમંત્રિત મહેમાનો સંત ગણ, સુરક્ષા કર્મીઓ
તથા આયોજન મા સહભાગી દરેક સંસ્થા અને વ્યક્તિઓ નો સાદર આભાર વ્યક્ત કર્યો અને શ્રી રામદરબાર નો ફોટો-ફ્રેમ, ઘડિયાળ, ખેસ,શાલ અને પ્રસાદ અર્પણ કરી ધન્યતા અનુભવી.
સમાપન બાદ આશરે ૨૦,૦૦૦ થી વધુ શ્રદ્ધાળુઓ એ ભંડારા મા ભોજન લીધુ.
કથા પ્રવક્તા સહયોગી શ્રી હિરેન ભટ્ટ વધુ માં જણાવેલ કે અત્યાર સુધી માં સાદર આમંત્રીત સંત ગણ માથી પરમપૂજ્ય કમલ નયન દાસ શાસ્ત્રીજી અયોધ્યા ધામ, સ્વામિનારાયણ ગાદીપતિ આચાર્ય શ્રી જિતેન્દ્રપ્રિય દાસજી સ્વામી મહારાજ, પરમપૂજ્ય અનંત શ્રી વિભૂષિત શ્રી રાજકુમારદાસજી અયોધ્યા, પરમપૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અધ્યક્ષ એસજીવીપી, પરમપૂજ્ય અનંત શ્રી વિભૂષિત મહંત શ્રી મદનમોહન દાસજી લાલસોટ , મહંત સ્વામી સેવાદાસજી મહારાજ વેદ મંદિર, ગૌ ભક્ત ચૈતન્ય શંભુ મહારાજ, મોહનદાસજી મહારાજ સાઈધામ થલતેજ, જેતલપુર સ્વામિનારાયણ મંદિર ના પીપી સ્વામી, મહામંડળેશ્વર પ પૂ કેન્દ્રિય ધર્માચાર્ય સ્વામી શ્રી અખિલેશદાસ જી મહારાજ, સ્વામિનારાયણ વિદ્યાધામ ના પ પૂ ભાગવત ભૂષણ સદ શ્રી શ્રીજી સ્વામી સહિત, બીએપીએસ સાધુ ધર્મજ્ઞદાસ અને સાધુ સંતોષપ્રિયદાસ સાથે અનેક સંત- મહંત ગણે ઉપસ્થિત રહીને જગદગુરુ રામભદ્રાચાર્યા ના દર્શન નો લાભ લીધો છે.