ગુજરાત, 17મી જાન્યુઆરી 2024: ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) અપનાવવામાં આવેલો વધારો વિશ્વભરના ઉદ્યોગોને આકાર આપી રહ્યો છે, અને હોસ્પિટાલિટી ક્ષેત્ર સક્રિયપણે ક્રાંતિમાં જોડાઈ રહ્યું છે. ઈલેક્ટ્રિક કારની વધતી જતી લોકપ્રિયતાને પ્રતિસાદ આપતા, હોટેલો ઈવી ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને એકીકૃત કરીને તેમની સેવાઓ વધારવાની તકનો લાભ લઈ રહી છે. સ્ટેટિક, ભારતનું સૌથી મોટું EV ચાર્જિંગ નેટવર્ક, આ પરિવર્તનમાં મોખરે છે, જે ગ્રીન મોબિલિટી ક્રાંતિને ચલાવવા માટે ઇન્ડિયન હોટેલ ઇન્ડસ્ટ્રી સાથે સક્રિયપણે સહયોગ કરે છે.
લોંચ પર ટિપ્પણી કરતા, શ્રી અક્ષિત બંસલ, ફાઉન્ડર અને સીઈઓ, સ્ટેટિક એ જણાવ્યું હતું કે, “ઇલેક્ટ્રિક વાહનોની વધતી જતી સ્વીકૃતિ અવર્ણીય છે. હોટલોમાં EV ચાર્જિંગ સ્ટેશન એ માત્ર ભવિષ્યવાદી વિચાર નથી પરંતુ એક વ્યવહારિક રોકાણ છે. આ સ્ટેશનો ઑફર કરીને, હોટલો પર્યાવરણ પ્રત્યે સભાન એવા EV માલિકોના વધતા બજારમાં પ્રવેશ કરી શકે છે જેઓ સક્રિયપણે પોતાની સ્થાયી લાઇફસ્ટાઇલને અનૂરૂપ રહેઠાણની શોધમાં છે. આનાથી માત્ર કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો થતો નથી પરંતુ તે બધા માટે વધુ ઇકો-ફ્રેન્ડલી અને સ્વચ્છ ભવિષ્ય તરફ ચાલી રહેલા સંક્રમણમાં પણ ફાળો આપે છે. સ્ટેટિક પહેલાથી જ સમગ્ર ભારતમાં ટાયર 1, ટાયર 2 અને ટાયર 3 શહેરોમાં 7,000 ચાર્જિંગ સ્ટેશનો શરૂ કરી ચૂક્યું છે અને 2025 સુધીમાં 20,000 EV ચાર્જિંગ સ્ટેશન ઇન્સ્ટોલ કરવાનું લક્ષ્ય રાખે છે.”
શ્રી મનોજ જનાર્દન, જીએમ, હયાત પ્લેસ, ભરૂચ એ જણાવ્યું હતું કે, “ઇન્ડિયન હોટેલ્સ આબોહવા પરિવર્તન સામે લડવા માટે સક્રિયપણે પર્યાવરણને અનુકૂળ પગલાં અપનાવી રહી છે, જેમાં ઊર્જા-કાર્યક્ષમ તકનીકો જેવા ઉકેલોનો સમાવેશ થાય છે. દેશભરના શહેરો વધતી જતી પ્રદૂષણની ચિંતાઓને દૂર કરવા માટે ઇલેક્ટ્રિક વાહનોને વધુને વધુ સમર્થન આપી રહ્યા છે. આ સંક્રમણ સમાજમાં વધુ પ્રામાણિક અને પર્યાવરણ પ્રત્યે જાગૃત અભિગમ દર્શાવે છે. હયાત પ્લેસ પર EV ચાર્જર ઇન્સ્ટોલ કરવા માટે સ્ટેટિક સાથે સહયોગ કરીને અમને આનંદ થાય છે. મહેમાનોને ઈવી ચાર્જિંગ સ્ટેશનની ઍક્સેસ પ્રદાન કરવાથી ઇકો- ફ્રેન્ડલી સ્થાપના તરીકે અમારી પ્રતિષ્ઠા મજબૂત બને છે. જેમ જેમ વિશ્વ સ્વચ્છ અભિગમ તરફ ઝુકાવશે તેમ, સસ્ટેનેબલ પ્રેક્ટિસીસને અપનાવતી હોટેલો પર્યાવરણ પ્રત્યે સભાન વ્યક્તિઓના વધતા સમુદાયને આકર્ષવા અને સંતુષ્ટ કરવા તરફ દોરી જશે.”
નવીનતમ ભાગીદારીમાં ભરૂચમાં હયાત પ્લેસનો સમાવેશ થાય છે, જ્યાં સ્ટેટિકે EV વપરાશકર્તાઓની વિવિધ જરૂરિયાતોને પૂરી કરીને ડ્યુઅલ ગન 60 kW DC ચાર્જરનું ઉદ્ઘાટન કર્યું છે. સ્ટેટિકનું ઇન્સ્ટોલેશન ફોર-વ્હીલર ઇલેક્ટ્રિક વાહનોની શ્રેણી સાથે સુસંગત છે, જેમાં ટાટા નેક્સન, એમજી ઇવીઝેડએસ, ટાટા ટિયાગો ઇવી અને વધુ જેવા લોકપ્રિય મોડલનો સમાવેશ થાય છે.