3 ફેબ્રુઆરીના રોજ બપોરે 12 કલાકેથી રાત્રીના 10 કલાક સુધી પી & ટી ઓફિસર્સ કોલોની, સેટેલાઇટ, અમદાવાદ ખાતે આયોજન
ટેલિકોમ વુમેન વેલ્ફેર ઓર્ગેનાઇઝેશન(TWWO) એ મહિલા સશક્તિકરણ માટે કામ કરતી બિન-લાભકારી સંસ્થા છે. ઉત્કર્ષ મેળાનું આયોજન ટીડબલ્યુડબલ્યુઓ બીએસએનએલ, ગુજરાત દ્વારા મહિલાઓના ઉત્થાન અને બીએસએનએલ ઉત્પાદનોને પ્રમોટ કરીને, વિક્રેતાઓને તેમની પ્રોડક્ટ્સ અને સેવાઓનું પ્રદર્શન કરવા માટે પ્લેટફોર્મ પ્રદાન કરીને અને સ્થાનિક વ્યવસાયો માટે ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપીને સમાજની સુધારણા માટે કરવામાં આવી રહ્યું છે. જેમાં વિઝિટર્સને શોપિંગ, ફૂડ, એન્ટરટેઇન્મેન્ટ બધાનો આનંદ માણવા મળશે. આ પ્રસંગે માનનીય શ્રી પી. કે. પુરવાર, સીએમડી, બીએસએનએલ તથા શ્રી સંદીપ સાવરકર, સીજીએમ, બીએસએનએલ, ગુજરાત સહીત અનેક ઉચ્ચ પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ ઉત્કર્ષ મેળાનો લાભ વિઝિટર્સ બપોરે 12 કલાકેથી રાત્રીના 10 કલાક દરમિયાન લઇ શકશે.

આયોજિત ઉત્કર્ષ મેળામાં ટોટલ 50 સ્ટોલ્સ હશે જેમાંથી 10 ફૂડ સ્ટોલ્સ અને બાકીના કોમર્શિયલ સ્ટોલ્સ હશે. આ 40 સ્ટોલ્સમાં કોમર્શિયલ સ્ટૉલ્સની સાથે બીએસએનએલ ગુજરાતના દરેક 17 પરિચાલન ક્ષેત્ર પણ પ્રતિનિધિત્વ કરશે, જેમાં તેઓ પોતાના શહેરની વિશેષતા દર્શાવશે. આ ઇવેન્ટના કારણે સ્થાનિક ઉદ્યોગોને પણ પ્રોત્સાહન મળશે. ઉપરાંત કોમ્યુનિટી ઇન્વોલ્વમેન્ટ, પ્રોડક્ટ્સ અને સર્વિસિસનું શોકેઝ વગેરે લાભો પણ મળી રહેશે.
ઉપરાંત લોકોના મનોરંજન માટે હાઉસી, લકી ડ્રો, ગિફ્ટ વાઊચર્સ, ડીજે મ્યુઝિક, લાઈવ પરફોર્મન્સ, સેલ્ફી પોઈન્ટ્સ વગેરેનું પણ આયોજન કરાયું છે. ઉલ્લેખનીય છે કે ટીડબલ્યુડબલ્યુઓ બીએસએનએલ દ્વારા આયોજિત ઉત્કર્ષ મેલા 2024માં આશરે 5 હજારથી પણ વધુ લોકો મુલાકાત લેશે. ઉત્કર્ષ મેલાની સાંજે ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાશે.