India,2024: 2.9 અબજ યુએસ ડોલરના ડાઈવર્સિફાઈડ સીકે બિરલા ગ્રુપનો હિસ્સો ઓરિયન્ટ ઈલેક્ટ્રિક લિમિટેડ [BSE: 541301, NSE: ORIENTELEC] દ્વારા ગુજરાતના દ્વારકામાં પ્રોગ્રામેબલ ફેકેડ લાઈટિંગ અને અન્ય ડેકોરેટિવ લાઈટ્સ સાથે ભારતનો સૌથી લાંબો કેબલ-સ્ટેઈડ બ્રિજ પ્રકાશમય બનાવ્યો છે. કંપનીએ 200 ડેકોરેટિવ થાંભલા ગોઠવ્યા છે, જે પુલ સાથે ઊંચાઈમાં પ્રત્યેકી 8.7 મીટર છે. આ સીમાચિહનરૂપ પ્રોજેક્ટનું હાલમાં જ સન્માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તે ઉદઘાટન કરાયું હતું. તે ઓખા અને બેટ દ્વારકા ટાપુને જોડે છે. 2.32 કિમી અદભુત અરબી સમુદ્ર પરથી પસાર થતો સુદર્શન સેતુ તેના શિલ્પશાસ્ત્રીય દેખાવ સાથે અનુરૂપ ઓરિયન્ટના ઈલેક્ટ્રિક લાઈટિંગ સમધાન સાથે એન્જિનિયરિંગની અજાયબી તરીકે ઊભો છે.
ઓરિયન્ટ ઈલેક્ટ્રિક લિમિટેડના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર દીપક ખેત્રપાલે જણાવ્યું હતું કે, “અમને આ પ્રતિષ્ઠિત પ્રોજેક્ટમાં યોગદાન આપવાનું ગૌરવજનક લાગે છે, જે અમારી ફેકેડ લાઈટિંગ સાથે તેના સુંદર દેખાવને વધુ રૂપક બનાવે છે. ફેકેડ લાઈટિંગમાં આગેવાન તરીકે અમે દેશબરમાં પ્રતિકાત્મક ઈમારતો અને સાઈટ્સને પ્રકાશમય બનાવવા માટે સરકારી સંસ્થાઓ સાથે નિકટતાથી કામ કરીને રોચક લાઈટિંગ ઈફેક્ટ્સ સાથે તેમને જીવંત બનાવ્યા છે. અમે ઉત્તમ ટેક્નિકલ નિપુણતા, એસ્થેટિક ડિઝાઈન સંવેદનશીલતા અને ઉત્કૃષ્ટ પ્રોજેક્ટ અમલબજાવણી ક્ષમતાઓની આવશ્યકતા હોય તેવા આવા પ્રોજેક્ટો માટે ડિઝાઈન સક્ષમતાઓ સફળતાથી વિકસાવી છે.”
ઓરિયન્ટ ઈલેક્ટ્રિકે DMX કંટ્રોલ- બેઝ્ડ LED આર્કિટેક્ચરલ ફ્લડલાઈટિંગનો ઉપયોગ કર્યો ચે, જે ડાયનેમિક અને અચૂક લાઈટિંગ કંટ્રોલ આપે છે, પાયલોન્સ અને કેબલ્સ જેવાં માળખાકીય તત્ત્વોને અત્યંત બહેતર બનાવે છે. કંપનીનો ડેકોરેટિવ કાસ્ટેડ થાંભલાઓ પ્રત્યે અભિગમ કાર્યશીલતાની પાર પુલના શિલ્પશાસ્ત્રના તત્ત્વો સાથે સહજ સુમેળ સાધે છે. કસ્ટમ બ્રેકેટ્સ ભગવાન કૃષ્ણનાં થીમનાં તત્ત્વો, જેમ કે, વાંસળી, સુદર્શન ચક્ર અને મયુર પંખથી પ્રેરિત છે. વાંસળીની ડિઝાઈન ટોર્સનલ ભાર ઓછો કરે છે, સુદર્શન ચક્ર ટ્રસ સ્ટ્રક્ચરનું કામ કરે છે અને મયુર પંખ ગેપ્સ સાથે થાંભલા પર પવનના દબાણને ઓછો કરવામાં મદદ કરે છે. સર્કલેટ ડેકોરેટિવ પોસ્ટ ટોપ લાઈટ, દ્વારિકા અને યાત્રાળુઓ વચ્ચે ધાર્મિક જોડાણનું પ્રતિક છે, જેમાં વિશિષ્ટ રોડ ડિસ્ટ્રિબ્યુશન લેન્સ છે, જે પાદચારીઓ અને ડ્રાઈવરો માટે પણ સમાન, ગ્લેર- ફ્રી પ્રકાશની ખાતરી રાખે છે.
સુદર્શન સેતુ બેટ દ્વારકામાં ભગવાન કૃષ્ણના પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરની મુલાકાત લેવા માગતા ભક્તો માટે નોંધપાત્ર વિકાસ છે. અગાઉ ઉક્ત દિવસના સમય દરમિયાન અહીં બોટથી જઈ શકાતું હતું, પરંતુ પુલને કારણે સર્વ સમયે મંદિરમાં જઈ શકાય છે, જેથી યાત્રાળુઓ માટે તે અત્યંત સુવિધાજનક બનવા સાથે તેમની ધાર્મિક પ્રવાસમાં સાનુકૂળતા પણ આવી છે.
સુદર્શન સેતુ ઉપરાંત ઓરિયન્ટ ઈલેક્ટ્રિકે દેશભરમાં તેની ફેકેડ લાઈટિંગ સાથે અનેક સીમાચિહનરૂપ ઈમારતો અને સાઈટ્સને પ્રકાશમય બનાવી છે. કંપની આ સુંદર પ્રકાશમય માળખાંને લાઈટસ્ટોલેશન્સ તરીકે ઓળખે છે. ઓરિયન્ટ ઈલેક્ટ્રિક LED લાઈનિયર પ્રોફાઈલ્સ, સ્પોટલાઈટ્સ, પ્રોજેક્ટર્સ, અપલાઈટર્સ, અંડરવોટર લાઈટ્સ, કંટ્રોલર્સ અને અન્ય એસેસરીઝ સહિત ફેકેડ લાઈટિંગ સમાધાનની વ્યાપક શ્રેણી ઓફર કરે છે.