•નિખિલ અબોટી ચેરમેન પદે યથાવત, વિકી શાહની વાઈસ ચેરમેન પદે નિમણૂક
અમદાવાદ, 27 માર્ચ, 2024: પબ્લિક રિલેશન સોસાયટી ઓફ ઈન્ડિયા (PRSI)ના અમદાવાદ ચેપ્ટર ખાતે તાજેતરમાં નાણાકીય વર્ષ 2023-24 માટે વાર્ષિક સામાન્ય સભા (AGM)નું આયોજન થયું હતું. PRSI અમદાવાદ ચેપ્ટરની એજીએમ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA)ના બોર્ડ રૂમ ખાતે યોજાઈ હતી. બેઠક દરમિયાન એસોસિએશનના 18 જેટલા સભ્યો હાજર રહ્યા હતા.
PRSI અમદાવાદ ચેપ્ટરના નવા પદાધિકારીઓની 1 એપ્રિલ, 2024થી અમલમાં ફેરબદલ કરવા પર સભ્યો સંમત થયા હતા. જેમાં કિનેસીસ કોમ્યુનિકેશન્સના ફાઉન્ડર નિખિલ અબોટીને ચેરમેન પદે યથાવત રાખવા નિર્ણય લેવાયો છે. જ્યારે વાચા કન્સલ્ટન્સીના ફાઉન્ડર વિકી શાહની વાઇસ ચેરમેન પદે નિમણૂક કરવામાં આવી હતી. તદુપરાંત સેક્રેટરી પદે ત્રિલોક સાંઘાણી, ખજાનચી પદે હેમંત સાડકર, સંયુક્ત સચિવ પદે બિજલ ઠક્કરને નિયુક્ત કરવામાં આવ્યા છે.
નવા ચેપ્ટરના ગ્રોથ અને તેને સક્રિય રાખવા માટે પ્રતિબદ્ધ PRSI અમદાવાદ ચેપ્ટરના ચેરમેન અબોટીએ વર્ષ 2024-25 માટે આગામી પહેલો અને પ્રવૃત્તિઓ માટેની વિસ્તૃત યોજનાઓ રજૂ કરી હતી.
PRSI અમદાવાદ ચેપ્ટર અમદાવાદના PR અને કોમ્યુનિકેશન પ્રોફેશનલ્સના સમુદાયના મોટા વર્ગને આવરી લેતાં આગામી વર્ષ દરમિયાન સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી 60 સુધી વધારવા માટે પ્રયત્નશીલ છે. તમામ સભ્યોએ સર્વાનુમતે સ્વીકાર્યું કે ચેપ્ટરમાં મહિલા સભ્યોની સંખ્યા ઓછી છે અને તેમની ભાગીદારી વધારવા માટે જરૂરી પ્રયાસો હાથ ધરવા જોઈએ.
PRSI અમદાવાદ ચેપ્ટર પબ્લિક રિલેશન્સ કન્સલ્ટન્ટ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (PRCAI) તેમજ AMA સાથે મળીને વર્ષ 2024 માટે નેશનલ પીઆર ડેની ઉજવણી કરવાની યોજના ધરાવે છે.
ચેપ્ટરના સભ્યોમાંથી જે સભ્યો નવા વર્ષ દરમિયાન મહત્તમ સંખ્યામાં ઇવેન્ટ્સમાં હાજરી આપશે, સૌથી વધુ લોકોને મેમ્બરશીપ માટે આકર્ષશે, તેમજ વર્ષ દરમિયાન એકંદરે સૌથી વધુ સ્પોન્સરશિપ મેળવવામાં મદદ કરશે તેમને તેમજ PRSI અમદાવાદ ચેપ્ટરની મોટાભાગની ઇવેન્ટ્સમાં પ્રથમ આવનારને 2024-25 દરમિયાન તેમના પ્રયાસોને માન્યતા આપતાં આંતરિક રીતે પુરસ્કાર આપવામાં આવશે.
PRSI અમદાવાદ ચેપ્ટરના હોદ્દેદારોએ તમામ સભ્યોને આગામી PRSI નેશનલ કોન્ફરન્સમાં અચૂક હાજરી આપવા અપીલ કરી હતી.
એજીએમ દરમિયાન, સભ્યોને મેમ્બરશીપની સ્થિતિ અને PRSI અમદાવાદ ચેપ્ટર દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવેલી પ્રવૃત્તિઓ વિશે અપડેટ આપવામાં આવી હતી. હાલમાં PRSI અમદાવાદ ચેપ્ટરના સેક્રેટરી તરીકે સેવા આપનારા શાહે મેમ્બરશીપની સ્થિતિ અને આગામી સમયગાળા દરમિયાન ચેપ્ટર દ્વારા હાથ ધરવામાં આવેલી છ મુખ્ય ઈવેન્ટ્સની વિગતો પર પ્રકાશ પાડ્યો હતો.
PRSI અમદાવાદ ચેપ્ટર સંસ્થાની કામગીરી અને નાણાકીય બાબતોનું ઓડિટ કરવા માટે સ્વતંત્ર ઓડિટરની નિમણૂક કરશે.
ઓફિસના અધિકારીઓએ PRSI અમદાવાદ ચેપ્ટરના સભ્યોને નાણાકીય બાબતો વિશે માહિતી આપી હતી. હાલમાં PRSI અમદાવાદ ચેપ્ટરના ખજાનચી તરીકે સેવા નિભાવનાર સાડકરે કાર્યકાળ દરમિયાન ભંડોળના પ્રવાહ અને જાવક અંગે સભ્યોને માહિતી આપી હતી. તેમણે વર્તમાન પદાધિકારીઓ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પેન્ડિંગ રહેલા ઓડિટ સહિત તમામ હિસાબી આવશ્યકતાઓને પૂર્ણ કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરતાં પ્રતિબદ્ધતા દર્શાવી હતી.