ગુજરાજ ફાઉન્ડેશન ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘ દ્વારા અમદાવાદમાં 29મી માર્ચથી 2 એપ્રિલ દરમિયાન અમદાવાદ હાટ, વસ્ત્રાપુર ખાતે “રાજસ્થાન મહોત્સવ”નું આયોજન કરાયું છે. 30મી માર્ચના રોજ રાહસ્થાન સ્થાપના દિવસ નિમિતે રાજસ્થાનનો પ્રચલિત ગૈર ડાન્સ, કાલબેલીયા ડાન્સ, રંગારંગ સાંસ્કૃતિક સંધ્યા ,ફોક ડાન્સ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. અનેક નામાંકિત કલાકારોએ પોતાની કળા દર્શાવી હતી જેમાં રાજવર્દન સુથાર અને તેમની ટીમ પણ ઉપસ્થિત રહી હતી. આ 5 દિવસ દરમિયાન સર્વ રોગ મેડિકલ કેમ્પ, રક્તદાન કેમ્પ ,ફ્રી ચશ્મા વિતરણ વગેરેનું પણ આયોજન કરાયું છે. સંસ્થાના સંયોજક શ્રી નરેન્દ્ર પુરોહિત એ જણાવ્યું હતું કે, “સંસ્થા 11 વર્ષથી કાર્યરત છે અને તેમનો ઉદ્દેશ ફક્ત મારવાડી સમાજના જ નહિ પરંતુ દરેક સમાજના લોકો ભેગા મળે તે માટેનો છે.”
31મી માર્ચે ખાસ હાઉસી ગેમ રમવાનું આયોજન કરાયું છે.1લી એપ્રિલના રોજ શીતળા સાતમના પાવન અવસર પર મહિલાઓ માટે ખાસ ગોલગપ્પા કોમ્પિટિશનનું આયોજન કરાયું છે જેમાં રાજા- રજવાડાઓ ઉપસ્થિત રહેશે.
2જી એપ્રિલના રોજ વિસરાતી વાનગીઓની સ્પર્ધાનું આયોજન કરાયું છે. ઉપરાંત રાષ્ટ્ર રક્ષા યજ્ઞ અને ગૌમાતાની પૂજા વગેરેથી આ કાર્યક્રમ યાદગાર બની રહેશે. આમ જ રાજસ્થાનની સાફા પ્રદર્શન પણ લોકો નું ધ્યાન ખેંચશે. લાઈવ કુંભાર મટકા ઘડશે, લાઈવ વલોણું તથા સંસ્કૃતિનું પ્રદર્શન રહેશે.