ફાઉન્ડેશનના આશરે 100 સભ્યોએ આ સેશનમાં ભાગ લીધો
માર્ચ, 2024, અમદાવાદ / ગાંધીનગર : 2018 ની શરૂઆતમાં આ જરૂરિયાત અનુભવ્યા પછી, શ્રી શ્યામ તનેજા કે જેમને ભારતમાં ટોચના બિઝનેસ કોચ તરીકે ઓળખવામાં આવે છે, તેમણે અમદાવાદ ખાતે આઈ કેન આઈ વીલ ફાઉન્ડેશન (ICIWF) ની સ્થાપના કરી. ICIWF આ એમએસએમઈ સાહસિકો સાથે હાથ મિલાવીને ભારતના નિર્માણના મિશન પર છે અને તેમની વૃદ્ધિ માટે પ્રતિબદ્ધ છે.
આઈ કેન આઈ વીલ ફાઉન્ડેશન દ્વારા 15મી માર્ચ, 2024ના રોજ ગાંધીનગર ગિફ્ટ સિટી ક્લબ ખાતે “અમૃત મંથન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. “અમૃત મંથન” એ વવ્યક્તિગત અને વ્યાવસાયિક વિકાસ પર ધ્યાન આપવા અને ધ્યાન કેન્દ્રિત કરવા માટેનું ઇન્ટરેક્ટિવ સેશન હતું કે જેમાં ફાઉન્ડેશનના ફાઉન્ડર શ્રી શ્યામ તનેજા, નીરુ ગુપ્તા (ઉન્નતિ ખાતેના કોચ), વગેરે ઉપસ્થિત રહ્યાં હતા. ફાઉન્ડેશનના 80થી વધુ મેમ્બર્સે આ સેશનમાં ભાગ લીધો હતો.
આઈ કેન આઈ વીલના ફાઉન્ડર શ્રી શ્યામ તનેજા એ જણાવ્યું હતું કે, “આઈ કેન આઈ વિલ ફાઉન્ડેશનમાં અમારું વિઝન “આઈ કેન આઈ વિલ વર્લ્ડ” બનાવવાનું છે, જ્યાં વ્યક્તિઓને તેમની સંપૂર્ણ ક્ષમતા પ્રાપ્ત કરવા માટે સશક્ત કરવામાં આવે છે.
આઈ લીડ એમાત્ર એક સંસ્થા નથી; તે લીડર્સની “સંગત” છે. અમે લર્નિંગ, ઇવોલ્વિંગ, એચીવિંગ અને ડેવલપિંગ (ILEAD) માં એકબીજા માટે સમર્થનનું સશક્ત નેટવર્ક બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. અમારો ઉદ્દેશ્ય અમારા સભ્યો વચ્ચે સતત અનેસસ્ટેનેબલ સેલ્ફ ડેવલોપમેન્ટને પ્રોત્સાહન આપવાનો છે, જે આખરે ભારતને વધુ શ્રેષ્ઠ બનાવવા માટેનું લક્ષ્ય છે. તે માટે અમે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરતાં રહીએ છીએ.”
“અમૃત મંથન” કાર્યક્રમ અમારી સંસ્થાના પ્રયત્નો પર પ્રકાશ પાડવા ઉપરાંત અન્ય લોકોને તેમની વ્યક્તિગત અને વ્યાવસાયિક વૃદ્ધિની સફર શરૂ કરવા માટે પણ પ્રેરણા આપશે.” – તેમણે વધુમાં જણાવ્યું..
આઈ કેન આઈ વીલ ફાઉન્ડેશન કોમ્યુનિટીની શક્તિમાં વિશ્વાસ રાખે છે. ફાઉન્ડેશનના સભ્યોને તેમના શિક્ષણ, વ્યક્તિગત વિકાસ અને સિદ્ધિઓમાં એકબીજાને ટેકો આપવા માટે પ્રોત્સાહિત કરીને, તેઓ એક એવું વાતાવરણ બનાવે છે કે જ્યાં દરેક વ્યક્તિ ખીલે.
આઈલીડ ખાતે, તેઓ સતતસેલ્ફ ડેવલોપમેન્ટના મહત્વ પર ભાર મૂકે છે. તે શીખવાની, વિકસિત થવાની અને વ્યક્તિગત વૃદ્ધિ પ્રાપ્ત કરવાની ચાલુ પ્રક્રિયા વિશે છે, જે આખરે પરિપૂર્ણ અને અર્થપૂર્ણ જીવન અને વ્યવસાયમાં વૃદ્ધિ તરફ દોરી જાય છે.