G-Crankzએ ગુજરાતમાં અમદાવાદ ખાતે નવી ઓફિસ શરૂ કરીને પોતાની કામગીરીનું વિસ્તરણ કર્યું
G-Crankzએ હાઇ-પરફોર્મન્સ એન્જિન ઓઇલ ઉદ્યોગમાં ઝડપથી ઉભરતી બ્રાન્ડ છે. શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત સેવાઓ પૂરી પાડવાની પ્રતિબદ્ધતા સાથે કંપનીએ પોતાની યાત્રા શરૂ કરી હતી અને ડિસેમ્બર 2022માં તેમણે બ્રાન્ડ લોન્ચ કરી ત્યારથી આજ સુધીમાં બ્રાન્ડે નોંધપાત્ર પ્રગતિ કરી છે. G-Crankzના સ્થાપક અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી જયદિપસિંહ ગોહિલના દૂરંદેશી નેતૃત્વ હેઠળ અને ડાયરેક્ટર શ્રી દિગ્વિજયસિંહ ગોહિલઅનેશ્રીપ્રિતેશશાહના સમર્થનથી, G-Crankzએ ગુજરાત,બિહાર અને ઝારખંડમાં તેની પહોંચનો વિસ્તાર કર્યો છે. વર્ષ 2024ના અંત સુધીમાં ભારતના ટોચના દસ લ્યુબ્રિકેશન ઓઈલ માર્કેટમાં બ્રાન્ડની કામગીરીને વિસ્તારવાની મહત્વાકાંક્ષી યોજનાઓ ધરાવે છે.આ સાથેમીરાઇરડાઅનેમુઝઝીપટેલપર્ફોર્મસએમ્બેસેડરતરીકેજોડાયાછે. 20 જૂલાઇ, 2024- શનિવારના રોજ G-Crankzની નવી ઓફિસના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી પરસોત્તમ રૂપાલા (મેમ્બર ઓફ પાર્લામેન્ટ)ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
G-Crankzએ ગુજરાતમાં અમદાવાદ ખાતે નવી ઓફિસ શરૂ કરીને પોતાની કામગીરીનું વિસ્તરણ કરે છે. ગુજરાતમાં શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડવા માટે હેડ ઓફિસ અંધેરી ઇસ્ટ, મુંબઈથી અમદાવાદમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. સમગ્ર ભારત માટેના તમામ કામો અમદાવાદ હેડ ઓફિસથી જ ઓપરેટ કરવામાં આવશે. આ સાથે જ, બ્રાન્ડ તેમના તમામ સ્ટેટ હેડને પણ અમદાવાદમાં જ ટ્રાન્સફર કરશે અને અહીંયા જ તેમના રહેવા માટેની સુવિધા પણ આપવામાં આવશે, જેના થકી અમદાવાદમાં રોજગારીની મહત્તમ તકો ઉભી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, G-Crankzદર વર્ષે એક નવી પ્રોડક્ટ લઈને આવે છે. યુએસ બેઝ્ડ કંપની લુકાસ સાથે પણ કોલાબોરેશન કર્યું છે, જે આ કંપની સાથે ભારતનું સૌપ્રથમ કોલાબોરેશન છે. ‘મેક ઇન ઇન્ડિયા’ પર ફોકસ કરતા લુકાસ બ્રાન્ડ જોડે અહીંયા લ્યુબ્રિકેન્ટ્સ ઉપરાંત અન્ય પ્રોડક્ટ્સ પણ બનાવશે, જે G-Crankzનામ પર જ પ્રિન્ટ થશે.
G-Crankzના સ્થાપક અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી જયદિપસિંહ ગોહિલે “ભારતના રસ્તાઓ પરના દરેક વાહનના વિશ્વસનીય સાથીદાર બનવાનું અમારું વિઝન છે. અમે કાર્યક્ષમતામાં વધારો કરવા, એન્જિનની લાઇફ વધુ લાંબી કરવા તેમજ વધુ હરિત, વધુ કાર્યક્ષમ ઓટોમોટિવ લેન્ડસ્કેપમાં યોગદાન આપવા માટે અમારો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છીએ. સતત નવીનીકરણ અને ઉત્તમ ગુણવત્તા થકી અમે ડ્રાઇવરો અને મિકેનિકોની પ્રથમ પસંદ બનવા માંગીએ છીએ.
અમે એન્જિનને બહેતર લ્યુબ્રિકેશન અને પ્રોટેક્શન દ્વારા મુસાફરીને સરળ બનાવવા અને મહત્તમ કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવા માટે સમર્પિત છીએ. વધુમાં, અમે અમારી કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) દ્વારા મિકેનિકો અને વેહિકલ સર્વિસ પ્રોફેશનલ્સના ઉત્થાન પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ.”
“વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની “મેક ઇન ઇન્ડિયા” પહેલને અનુરૂપ, દેશમાં એક મજબૂત ઓટોમોટિવ ઇકોસિસ્ટમનું નિર્માણ કરવાની અમારી પ્રતિબદ્ધતા છે. ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો સ્પર્ધાત્મક ભાવે પ્રદાન કરીને, અમે સુનિશ્ચિત કરીએ છીએ કે અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ મૂલ્ય મળે.”- ,વધુમાં તેમણે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, G-Crankzની આ નવી હેડ ઓફિસ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત@2047’ના વિઝનને અનુરૂપ, ગુજરાતમાં ઓટોમોબાઈલ ઈકોસિસ્ટમમાં નોંધપાત્ર વધારો કરશે. ગુજરાત અને ભારતના ઔદ્યોગિક અને આર્થિક વિકાસમાં યોગદાન આપવાનો પણ કંપનીનો પ્રયાસ છે.
Barox AGT જેવી પ્રતિષ્ઠિત જર્મન કંપનીઓ સાથે G-Crankzની વ્યૂહાત્મક ભાગીદારી એ સુનિશ્ચિત કરે છે કે તેઓ ઉચ્ચ ગુણવત્તાના ધોરણોનું પાલન કરે છે અને તેમના ઉત્પાદનોમાં અદ્યતન ટેકનોલોજીનો સમાવેશ કરે છે. કંપનીનું ભવિષ્યનું લક્ષ્ય છે, ભારતની ટોચની પાંચ લ્યુબ ઓઈલ બ્રાન્ડ્સમાં સૂચિબદ્ધ થવું, એક મજબૂત વિતરણ નેટવર્કની સ્થાપના કરવી અને દેશભરમાં 50,000થી વધુ આઉટલેટ્સ પર G-Crankzઉત્પાદનો ઉપલબ્ધ કરવા.
G-Crankzદૃઢપણે માને છે કે શ્રેષ્ઠ ઉત્પાદનો શ્રેષ્ઠ બ્રાન્ડ બનાવે છે, જેને પ્રદાન કરવા માટે તેઓ સમર્પિત છે. ભારતને આગળ વધારવા માટે કંપનીનો મંત્ર છે, ‘શ્રેષ્ઠ એન્જિન ઓઇલ, એક સમયે એક એન્જિન’.