• About
  • Advertise
  • Careers
  • Contact
Thursday, May 22, 2025
  • Login
No Result
View All Result
NEWSLETTER
NewsAasPaas
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
No Result
View All Result
NewsAasPaas
No Result
View All Result

“કર્ણાવતી લોકમંથન”માં ગુજરાતના લોકજીવનની ઝલક માણવા મળશે.

by NewsAasPaas
in Mix
Reading Time: 2 mins read
A A
0
“કર્ણાવતી લોકમંથન”માં ગુજરાતના લોકજીવનની ઝલક માણવા મળશે.

“કર્ણાવતી લોકમંથન”માં ગુજરાતના લોકજીવનની ઝલક માણવા મળશે.

ભારતીય વિચાર મંચ“ અને “ગુજરાત યુનિવર્સિટી“ દ્વારા આયોજિત, બે દિવસીય કાર્યક્રમ “કર્ણાવતી લોકમંથન“ આગામી 21-22 ઓક્ટોબરના રોજ, ગુજરાત યુનિવર્સિટીના શ્યામા પ્રસાદ મુખર્જી સભાગૃહ ખાતે યોજાશે.

સમાજને ફરી લૌકિક રંગમાં રંગવાના પ્રયાસ સાથે, “કર્ણાવતી લોકમંથન“ માં લોકનૃત્ય ગરબા, પ્રખ્યાત લોકનાટ્ય ભવાઈ: જસમા ઓડણ, ભુલાતા ઇતિહાસને સાચવતી લોકવાર્તા, છોટા ઉદેપુરના જનજાતીય સમુદાયનું નૃત્ય ટીમલી, જોડિયા પાવા, મોરચંગ અને રાવણહથ્થા  જેવા વિસરાઈ રહેલા ભાતીગળ વાજિંત્રોના સૂર, તેમજ વાર્તા-વાચિકમ સાંભળવા મળશે, તેમજ પરંપરાગત લોક વાનગીઓનો સ્વાદ પણ માણવા મળશે.

 આ કાર્યક્રમમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રીમતી ડૉ. નીરજા ગુપ્તા, એમ. એસ. યુનિવર્સિટીના કુલપતિ અને ભારતીય વિચાર મંચના અધ્યક્ષ, શ્રીમંત રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ, શાસ્ત્રીય નૃત્યાંગના અને પદ્મ વિભૂષણ શ્રીમતી સોનલ માનસિંહ, નિવૃત IAS અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહા, વાર્તાકાર અને નવલકથાકાર શ્રી રામ મોરી, નાટ્યકાર અને લેખક નૈષધ પુરાણી, લેખક અને પ્રયોગશીલ શિક્ષક ડૉ. બિમલ ભાવસાર, VSSK ના સંસ્થાપક શ્રીમતી મિત્તલ પટેલ, તેમજ ફિલ્મકાર અભિષેક જૈન ઉપસ્થિત રહેશે અને, “લોક સંસ્કૃતિને પુનઃસ્થાપિત કરવાના પ્રયાસ“ સહિત અનેક સાંસ્કૃતિક વિષય પર ચર્ચા અને મંતવ્યો રજૂ કરશે.

“કર્ણાવતી લોકમંથન“ માં લોકકલા જેવીકે પાટણના પટોળા, ધાંગધ્રાથી સોમપુરા કલાકાર, સુરેન્દ્રનગરથી ટાંગલીયા, કરછી એમ્બ્રોઇડરી, રાજકોટી પટોળા, જુનાગઢથી ખેડૂત મિત્રો, છોટાઉદેપુરથી મોતીકામના કલાકાર, ભાવનગરથી લાકડાના રમકડાંનાં કલાકાર, માતાની પછેડીના કલાકાર ભાનુભાઈ ચિતારા, પદ્મશ્રી, બનાસકાંઠાથી હસ્ત ઉદ્યોગના કારીગર, જામનગરની બાંધણી, અજરખ, બાટીક અને બ્લોક પ્રિન્ટના કાપડ, નર્મદા-ભરૂચથી બામ્બુ કામના કારીગર, છોટાઉદેપુરથી પીઠોરાના કલાકાર પરેશભાઈ રાઠવા, પદ્મશ્રી પણ જોડાશે, તેમજ ડાંગથી નાગલીના રોટલા, વાંસનું અથાણું, છોટા ઉદેપુરથી અડદની દાળનાં ઢેબરા, મકાઈનો રોટલો, સૌરાષ્ટ્રથી જુવાર-બાજરાના રોટલા અને રીંગણનો ઓળો, જૂનાગઢથી અજમા, વરીયાળી, ગુલકંદ અને તજની ફ્લેવરનું મધ, ગાયના દૂધની બાસુંદી અને લાઈવ આઈસ્ક્રીમ, ઉપરાંત અનેક પરંપરાગત વાનગીઓનો સ્વાદ પણ માણવા મળશે.

આ ઉપરાંત, કાંસ્ય પદ્ધતિથી સારવારના ઉપકરણો, પંચગવ્યનાં સૌન્દર્ય પ્રસાધનો, સાહિત્ય ભંડાર, છોટાઉદેપુરથી કેળના પાનથી બનાવેલ ડાયરી, અને માટીના વાસણોના સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં શહેરીજનો અને વિવિધ જિલ્લાઓમાંથી આવેલા કલાકાર અને કારીગરોનો સીધો સંપર્ક થશે.

“કર્ણાવતી લોકમંથન“ દ્વારા “ભારતીય વિચાર મંચે“ અંતરિયાળ વિસ્તારના લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે, જેના પરિણામ સ્વરૂપ આ કાર્યક્રમમાં કરછ, બનાસકાંઠા, પાટણ, રાજકોટ, જામનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, અમદાવાદ, છોટા ઉદેપુર, દાહોદ, વલસાડ, ડાંગની કલાનું પ્રદર્શન થશે, અને “કર્ણાવતી લોકમંથન“ માં જોડાવવા કલાકારોને નિઃશુલ્ક મંચ પૂરો પાડવામાં આવ્યો છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, પ્રજ્ઞા પ્રવાહ દ્વારા 2 વર્ષનાં અંતરાલ બાદ “લોકમંથન” નામનો કાર્યક્રમ કરવામાં આવે છે. વર્ષ 2016 થી યોજાતા આ કાર્યક્રમમાં ભારતના લોક સંસ્કૃતિ, પરંપરા, અને વ્યવહાર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા ભવ્ય વારસા અને સમૃદ્ધ પરંપરાનો પરિચય લોકોને કરાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

ભોપાલ, રાંચી અને ગુવાહાટી બાદ ચાલુ વર્ષે ભાગ્યનગર(હૈદરાબાદ) માં 21 થી 24 નવેમ્બર દરમિયાન લોકમંથન થવા જઈ રહ્યું છે. આ અગાઉ રાજ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ લોકમંથન યોજાઈ ગયો છે.

“आ नो भद्रा: क्रतवो यन्तु विश्वत:“ સુક્તિને સમર્પિત સંસ્થા “ભારતીય વિચાર મંચ“ છેલ્લા 33 વર્ષોથી બૌદ્ધિક ક્ષેત્રે કાર્યરત છે. જેમાં વર્ષ દરમિયાન, પ્રાદેશિક અને રાષ્ટ્રીય સંગોષ્ઠિનું આયોજન કરવામાં આવે છે. “કર્ણાવતી લોકમંથન“ લોકજીવન, લોકકલા અને, લોકપરંપરાના રસપ્રદ પાસાઓને દર્શાવતો એક નવતર પ્રયાસ છે, જેમાં જાહેર જનતાને આમંત્રણ છે.

Top Highlights

  • “કર્ણાવતી લોકમંથન“ સાંસ્કૃતિક મેળામાં જોડાશે રાજ્યના કલાકારો
  • ગરબા, ટીમલી, ભવાઈ, જોડિયા પાવા, રાવણહથ્થાના રેલાશે સૂર
  • વિશ્વ પ્રસિદ્ધ ભવાઈ: જસમા ઓડણ ભજવાશે 
  • રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ રહેશે વિશેષ ઉપસ્થિત
  • નૈષધ પુરાણી સહીત ટીમ જલસો કરશે વાચિકમ
  • નાગલીનો શીરો, મકાઈના રોટલા, વાંસનું અથાણું સહિતની પરંપરાગત વાનગીઓ પીરસાશે

આભાર સહ,                

“ભારતીય વિચાર મંચ“

કેદાર દેશમુખ

મંત્રી, ભારતીય વિચાર મંચ, કર્ણાવતી

નોંધ: “કર્ણાવતી લોકમંથન“ ની સત્ર સહ માહિતી પુસ્તિકામાં આપેલી છે.

NewsAasPaas

NewsAasPaas

Next Post
PM નરેન્દ્ર મોદીએ નૈતિક AI અને ડેટા ગોપનીયતામાં વૈશ્વિક ધોરણો માટે હાકલ કરી; AI ના યુગમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન તરફ આગળ વધવાના રસ્તા પર ચર્ચા કરવા માટે ઉદ્યોગના નેતાઓ જોડાય છે

PM નરેન્દ્ર મોદીએ નૈતિક AI અને ડેટા ગોપનીયતામાં વૈશ્વિક ધોરણો માટે હાકલ કરી; AI ના યુગમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન તરફ આગળ વધવાના રસ્તા પર ચર્ચા કરવા માટે ઉદ્યોગના નેતાઓ જોડાય છે

Recommended

પેનામેક્સ ઈન્ફોટેક દ્વારા યોજાયેલ વોકેથોનમાં 325 એમ્પ્લોયીઝ જોડાયા

પેનામેક્સ ઈન્ફોટેક દ્વારા યોજાયેલ વોકેથોનમાં 325 એમ્પ્લોયીઝ જોડાયા

2 years ago

Surat ને IT hub બનાવવા અને IT ઉદ્યોગકારોને આગળ વધવા માટે “Beyond the Boundaries” કાર્યક્રમ યોજાયો ,જ્યા 1200થી વધુ IT ઉદ્યોગકારો કાર્યક્રમ દરમિયાન હાજર રહ્યા

2 years ago

Newsletter

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Aenean commodo ligula eget dolor.
SUBSCRIBE

Category

  • Action
  • Agriculture
  • Ahmedabad
  • App
  • Architecture
  • Art Exhibition
  • Art Gallery
  • association
  • astrology
  • Auto
  • Aviation
  • Award Function
  • Banking
  • Bhajan Kirtan
  • Blockchain
  • blogers
  • Bollywood
  • book lunch
  • Business
  • Campaign
  • Cartoon
  • Championship
  • City
  • Covid 19
  • CSR Activity
  • Culture
  • Diamond
  • Digital
  • Digital Platform
  • Dividund
  • E-commerce
  • eco system
  • Education
  • Electric Vehicle
  • Electronic Brand
  • Entertainment
  • Environment
  • Event
  • Exhibition
  • Fashion
  • Fashion
  • Feature
  • Festival
  • Film
  • Film Festival
  • Film Review
  • Finance
  • Fitness
  • Fitness Centre
  • Food
  • Foundation
  • Fraud
  • Function
  • Furniture
  • Gadget
  • Games
  • Gaming
  • Gujarat
  • Gujarat Sthapna Divas
  • Gujarati Film
  • Health
  • Health
  • Hospital
  • Hotel
  • Import Export
  • India
  • innovation
  • Investment
  • IPO
  • JEE
  • Jinal Pandya
  • Journalisam
  • Lifestyle
  • Mahavidhya
  • Malhar Thakar
  • market
  • Marketing
  • Mass Communication
  • Medical
  • Mix
  • mobile
  • MOU
  • Movie
  • Movie Review
  • mumbai
  • Music
  • MX Player
  • Nathdwara
  • National
  • NSE
  • Online Education
  • Online Gaming
  • Online Purchase
  • Online Super market
  • Other
  • OTT
  • Patan
  • PMLA
  • Police
  • Political
  • Politics
  • Polltuion
  • PR Agency
  • Prize Distribution
  • Product
  • Product Launch
  • Properties
  • PRSI
  • Punytithi
  • Quiz
  • Radio
  • Rajasthan
  • Rajkot
  • Real Estate
  • Recruitment
  • Refrigirator
  • RELIGIOUS
  • Republic Day
  • Restaurant
  • Rituals
  • Rummy
  • Satsang
  • Schiil
  • School
  • Science & Technology
  • Seminar
  • service centre
  • shanti Asiatic School
  • share market
  • Singing
  • Smart Phone\
  • Smartphone
  • Social
  • Social Message
  • social revolution
  • Somnath
  • Song
  • Song Launch
  • Song's
  • Spiritual
  • Sports
  • Sports
  • Star Cast
  • Startup
  • Store Launch
  • Surat
  • Technology
  • Television
  • Television
  • Temple
  • Theatre
  • Thetre
  • Thriller
  • Trailer Launch
  • Trailor
  • Travel
  • Tree House
  • Tree Plantation
  • Uttar Gujarat
  • Weather
  • Web Series
  • winter
  • Women Empowerment
  • work shop
  • Zym

Site Links

  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.org

About Us

News Aas Paas

  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

No Result
View All Result
  • Home
  • Business
  • National
  • Entertainment
  • Sports
  • Fashion
  • Lifestyle
  • Travel
  • Health

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In