~ પ્રેમ અને જીવનની ગૂંચની તાજગીપૂર્ણ વાર્તા, શો ZEE5પર 30મી ઓક્ટોબરથી જોઈ શકાશે ~
મુંબઈ, 2020- અગ્રણી વૈશ્વિક ઓટીટી મંચમાંથી એક ZEE5એ ઉત્તમ સિનેમાટિક અનુભવ, નવા પ્રકાર અને વૈવિધ્યપૂર્ણ કન્ટેન્ટથી દર્શકોનાં મન જીતી લીધાં છે. દર્શકોમાં ઘેલું બનેલી ચુરૈઈલ્સની અદભુત સફળતા પછી ZEE5 હવે આગામી ઝિંદગી ઓરિજિનલ એક જૂઠી લવ સ્ટોરીની ઘોષણા કરવા માટે સુસજ્જ છે. વિખ્યાત શો ઝિંદગી ગુલઝાર હૈના નામાંકિત રાઈટર ઉમેરા અહમદ દ્વારા વધુ એક સુંદર વાર્તા અને નામાંકિત ડાયરેક્ટરો મેહરીન જબ્બારના દિગ્દર્શન હેઠળની એક જૂઠી લવ સ્ટોરીમાં પાકિસ્તાનનો હાર્ટ થ્રોબ બિલાલ અબ્બાસ ખાન સામે સુંદર અને મોહિની માદિહા ઈમામ છે. ZEE5એ શોનું પોસ્ટર રજૂ કર્યું છે.
એક જૂઠી લવ સ્ટોરી સલમાન અને સોહેલની પ્રેમ અને આદર્શ જીવનસાથીની તલાશની રોચક વાર્તા છે. આ આકર્ષક, બોલકણાં પાત્રો અને અલગ અલગ પ્રકારના સંબંધો અને તેઓ પોતાનો માર્ગ કઈ રીતે કંડારે છે તેની પર હળવોફૂલ ફેમિલી ડ્રામા છે. તે આધર્શ જીવનસાથી અને ઉત્તમ જીવનથી જરાય ઓછું નહીં ચાહતી પેઢી સાથે ઊંડાણથી જોડે છે.
એક જૂઠી લવ સ્ટોરી અત્યંત હળવોફૂલ, રિલેટેબલ અને પરિપૂર્ણ શો છે, જે પ્રેમકથાની પાર જાય છે. આ વાર્તા જીવનની સાદગી, રોજબરોજનાં ઘરનાં કામો, પારિવારિક જોડાણો વગેરેમાં ડોકિયું કરે છે. તે જીવનસાથી શોધવાની વાત આવે ત્યારે આદર્શનો પીછો કરવાની આપણી વિચારધારા આલેખિત રે છે. આ સુંદર પ્રવાસમાં આ પ્રોજેક્ટ પણ ZEE5 અને મોશન કન્ટેન્ટ ગ્રુપ એકત્ર આવ્યાં છે, એમ શો પર કામ કરવાના અનુભવ વિશે બોલતાં ઉમેરા અહમદ કહે છે.
ડાયરેક્ચર મેહરીન જબ્બાર કહે છે, એક જૂઠી લવ સ્ટોરી આ ઈમ્પરફેક્ટ દુનિયામાં પરફેકશન્સની તલાશ કરતા ઈમ્પરફેક્ટ પરિવારની સુંદર વાર્તા છે. ઉમેરા અહમદ લિખિત આ આ સિરીઝ દર્શકોને પોતાને પ્રદર્શિત કરવા અને આત્મચિંતન કરવા પ્રેરિત કરશે. આ વાર્તા પરિવારના સભ્યોમાં રહેલા ખાટામીઠા સંબંધોમાં ડોકિયું કરાવે છે, જેની સાથે દર્શકો પોતાને જોડશે. તે ZEE5 પર જોઈ શકાશે અને અમારે માટે તે વાત બહુ રોમાંચક છે.
ઝિંદગી ઓરિજિનલ એક જૂઠી લવ સ્ટોરીનું પ્રસારણ 30મી ઓક્ટોબર, 2020ના રોજ ફક્ત ZEE5 પરથી થશે.