કિરાણાને ડિઝીટલ અપસ્કીલિંગનો લાભ મળશે સાથોસાથ પોતાના આવકના વૈકલ્પિક સ્ત્રોતને વધારશે
બેંગ્લુરુ, સપ્ટેમ્બર 25, 2020: આગામી તહેવારોની સિઝનની અને બિગ બિલિયન ડેની તૈયારી દરમિયાન ભારતની પોતાની ઇ-કોમર્સ માર્કેટ પ્લેસ ફ્લિપકાર્ટ પશ્ચિમ ભારતમાં તેના કિરણા પ્રોગ્રામનું વિસ્તરણ કરે છે, તેની આ પહેલ હેઠળ પ્રાંતમાં લગભગ 9000 કિરાણાઓને ઓનબોર્ડ લેશે. સમગ્ર દેશમાં 50,000 કિરાણાઓથી પમ વધુના વિસ્તરણના ભાગરૂપે તે ફ્લિપકાર્ટ તેને બોર્ડ પર લેશે. જેનાથી કરોડો ગ્રાહકોને વ્યક્તિગત અને ઝડપી ઇ-કોમર્સ અનુભવ પુરું પાડે, સાથોસાથ કિરાણાઓને વૈકલ્પિક આવકનો સ્ત્રોત પણ ઉભો કરવામાં મદદ મળશે.
કિરાણાઓને ઓનબોર્ડ મદદ કરવા તથા આ તહેવારોની સિઝનમાં એક્ટિવ ભાગ લેવા માટે ફ્લિપકાર્ટની ટીમે ઓનલાઈન અરજી ફોર્મ દ્વારા કિરાણા માટે એક કોન્ટેક્ટ લેસ ઓનબોર્ડિંગ પહેલ હાથ ધરી છે, જ્યાં કિરાણા પાર્ટનર જરૂરી દસ્તાવેજોની સાથે તેની વિગત અપલોડ કરી શકે છે. આ કોવિડના સમય દરમિયાન તેઓ બહાર નિકળ્યા વગર જ અડચણરહિત ઓનબોર્ડ કરવામાં સક્ષમ બને છે. વિગતવાર વેરિફિકેશન ચેકને અનુસરીને, કિરાણા પાર્ટનરને આ પ્રોગ્રામ હેઠળ લાવવામાં આવે છે. તેઓ કોઈપણ શિપમેન્ટ ડિલિવર કરે તે પહેલા, ટીમ અલગ- અલગ ટૂલ્સ જેમાં એપ-આધારીત ડેશ બોર્ડ અને ડિઝીટલ પેમેન્ટ્સ સહિતની ડિઝીટલ તાલિમ ટીમ દ્વારા આયોજિત કરવામાં આવે છે, તેઓ પરંપરાગત જનરલ ટ્રેડ સ્ટોર્સમાંથી આગળ વધીને તેમના બિઝનેસને આધુનિક કન્વીનીઅન સ્ટોર્સમાં ફેરબદલ કરવા કિરાણાને મદદરૂપ થાય છે.
ફ્લિપકાર્ટ કિરાણા પ્રોગ્રામનું વિસ્તરણ સમગ્ર પશ્ચિમી શહેરો જેવા કે, મુંબઈ, પુના, અમદાવાદ, સુરત, નાગપુર, ઔરંગાબાદ અને નાસિકમાં ઇ-કોમર્સને વધુ સરળ બનાવે છે, જે સમગ્ર દેશના ઝડપી વિકસતા ડિઝીટલ કોમર્સમાં પ્રાંતના કિરાણા અને ગ્રાહકોને જોડે છે. તેનાથી ગ્રાહકોના સંતોષ પ્રતિ સમર્પિતતા વધુ સારી થવાની ખાતરી છે તથા આ તહેવારની સિઝનમાં માંગમાં પણ ઘણો વધારો કરવાની ક્ષમતા વધારે છે. આ કિરાણાની રેન્જ જનરલ ટ્રેડ સ્ટોર્સથી લઈને બેકરીથી ટેઇલર શોપ્સ સુધીની છે, જેમાં ઓછા સમય અને જગ્યામાં નજીકના શિપમેન્ટને રજૂ કરવામાં રસ દર્શાવે છે.
અમિતેશ ઝા, સિનિયર વાઈસ-પ્રેસિડેન્ટ, ઇકાર્ટ અને માર્કેટપ્લેસ, ફ્લિપકાર્ટ જણાવે છે, “ફ્લિપકાર્ટ તમામ ઇકોસિસ્ટમ હિસ્સેદારોને અમારી સાથે લઈને ટેકનલોજી સક્ષમ સાથેની વૃદ્ધિમાં વિશ્વાસ રાખે છે અને અમારા કિરાણા ભાગીદારો આ ઇકોસિસ્ટમનો એક મહત્વનો ભાગ છે. ભારતના સૌથી જૂના રિટેલ ફોર્મેટ્સના એક ભાગ હોવાને લીધે, કિરાણાએ ભારતમાં સૌથી ઉંડાણપૂર્વક ફેલાયેલા છે અને તેઓ પૂરવઠા ચેઇન ડ્રાઈવરોના અસરકારક સંચાલનનું પ્રદર્શન કરે છે, જેઓ લાંબા સમયથી સંબંધ જાળવવા માટે સાથોસાથ ગ્રાહકોની સાથે લાંબાગાળાના સંબંધોને પણ જાળવે છે. તેમની હાયપર લોકલ હાજરીના આ સંયોજન અને ફ્લિપકાર્ટની નવીનતમ શોધખોળ દ્વારા આ પ્રોગ્રામ દેશની કિરાણા ઇકોસિસ્ટમને વધુ સશક્તતાથી મજબુત બનાવે છે. ઝડપથી વિકસતા ઇ-કોમર્સ ઉદ્યોગની સાથે જોડાવા માટે દેશભરના કિરાણાની વધતી જતી ભાગીદારી જોઈને અમને આનંદ થાય છે.”
લાખો વેચાણકર્તાઓ અને એમએસએમઇસની સાથે ભાગીદારીની સાથે ફ્લિપકાર્ટ દરરોજ કરોડો શિપમેન્ટ ડિલિવર કરે છે, જેમાં તેઓ ભારતમાં સર્વિસેબલ પિનકોડમાં 100 ટકા જેટલી પૂરવઠા ચેઈન ધરાવે છે. ફ્લિપકાર્ટએ જ્યારે તેમના મલ્ટીપલ ઇકોસિસ્ટમ પાર્ટનર્સ અને પરંપરાગત બિઝનેસીસની સાથે કામ કરતા હોય ત્યારે, તેનું ફિઝીકલ અને ડિઝીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ કરે છે, તેની પૂરવઠા ચેઈન ક્ષમતાને મજબુત કરે છે. જેમાં ફ્રિલાન્સ ડિલિવરી એક્ઝિક્યુટિવ્સ તથા કિરાનાનો સમાવેશ કરવામાં આવે છે, જેથી તેમની આવકને પૂરક કરે અને ઇ-કોમર્સ ગ્રાહકો માટે વધુ સરળતા લાવે છે.
કિરાણા પ્રોગ્રામએ ફ્લિપકાર્ટ જૂથના પ્રયત્નનો એક હિસ્સો છે, જે સમગ્ર દેશના હજારો કિરાણાના વિકાસને ડ્રાઈવ કરે છે. આમાં ફ્લિપકાર્ટ વ્હોલસેલ, એક ડિઝીટલ બીટુબી માર્કેટપ્લેસનો પણ સમાવેશ થાય છે, જેનો હેતુ, સ્થાનિક ઉત્પાદકો અને એમએસએમઈને રિટેલર્સ અને અન્ય બિઝનેસીસની સાથે જોડવાનો છે અને સમગ3 માર્કેટપ્લેસને ટેકનોલોજીના વપરાશ દ્વારા તેમના આંગળીના ટેરવા પર લાવવાનો છે.