18 સપ્ટેમ્બર, 2016ના રોજ કાશ્મીરના ઉરીમાં આપણાં સુરક્ષા બળો પર જીવલેણ હુમલા સાથે ભારતીય લશ્કર જાગ્યું હતું. 10 દિવસ પછી તેનું વેર વાળવા માટે સર્જિકલસ્ટ્રાઈક કરવામાં આવ્યો હતો. આ ઘટના જાણીતી છે ત્યારે તેની પાછળનું કાવતરું અને ભારતીય લશ્કર દ્વારા બારીકાઈપૂર્વકનું નિયોજન અકથિત છે. પહેલી જ વાર આ અકથિતવાર્તાને ઉજાગર કરતાં સોનીલિવ તેની આગામી ઓરિજિનલઅવરોધઃ ધ સિજવિધિનમાં આ સીમાચિહનરૂપી ઘટનાનો સૌથી અસલ ઘટનાક્રમ લાવી રહી છે. 10 ભાગની આ સિરીઝ 31મી જુલાઈથી તેના મંચ પર લાઈવ જઈ રહી છે.
આશિષ ગોલવલકર- હેડ- કન્ટેન્ટ સેટ, ડિજિટલ બિઝનેસ, સોની પિક્ચર્સ નેટવર્કસ ઈન્ડિયા- “સોનીલિવનો અસ્તિત્વનો હેતુ ભારતની વાર્તાઓ કહેવાનો છે અને અમે આપણા સમયની સૌથી મોટી વાર્તા નહીં શકીએ. આ એ વાર્તા છે, જે બહાદુર ભારતીય સૈનિકો દ્વારા અમલ કરેલા અદભુત સર્જિકલ સ્ટ્રાઈકનો પરિચય કરાવે છે. અમને એપ્લોઝ સાથે ભાગીદારી કરવાની ખુશી છે, જેણે આ સિરીઝને સોનીલિવ પર જીવંત કરવા માટે ભરપૂર સંસાધન, સમય અને સંશોધનમાં રોકાણ કર્યું છે. અવરોધ ઉરી હુમલા પાછળનું કાવતરુ અને ભરપૂર નિયોજન, અચૂકતા અને વ્યૂહરચનાની બારીકાઈ છે. અમને વિશ્વાસ છે કે દર્શકોને આ દિલધડક સિરીઝ ગમશે, જે તેમને જકડી રાખશે.”.
સમીર નાયર, સીઈઓ, એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટ– “માતૃભૂમિની સલામતી, સંરક્ષણ બળો અને આપણા રાષ્ટ્રીય જોશ સંબંધી વાર્તાઓ વ્યાજ દર્શકોને કહેવા મહત્ત્વપૂર્ણ વાર્તા છે અને તેમને તેમાં રસ પડે છે. અમને દેશભરમાં બધાને ચોંકાવનાર અને આપણા રાષ્ટ્રના નક્કર પ્રતિહુમલાની ઘટના પાછળની અસલી વાર્તા પ્રસ્તુત કરવામાં ગૌરવની લાગણી થાય છે. સમર્પિત અને જોશીલી ટીમે આ વાર્તાને પુસ્તકમાંથી સ્ક્રીન પર સાકાર કરી છે અને અરોધ તેથી જ ઊંડાં મૂળિયાં ધરાવતી અને પ્રેરણાત્મક વાર્તા છે. સોનીલિવ પર અમારા બે પ્રીમિયમ શો લોન્ચ કર્યા પછી અમને તેમની સાથે અમારી આગામી ઓફર પ્રસ્તુત કરવામાં ભારે રોમાંચની લાગણી થાય છે.”
અમિત સાધ, અભિનેતા, અવરોધ– “એક કલાકાર માટે અત્યંત પ્રતીકાત્મક અને ઈતિહાસમાં ઊંડાં મૂળ ધરાવતું પાત્ર ભજવવાની બેહદ ખુશી થાય છે. આ સાથે આટલી વિશાળ ભૂમિકા ભજવવી અને મેજર વિદીપ બનવું અને ભારતીય સશસ્ત્ર બળોના બહુચર્ચિત મિશનની આગેવાની લેવા સાથે મોટી જવાબદારીઓ આવી જાય છે. મને આ તક મળી તેની બેહદ ખુશી છે અને મને આશા છે કે હું ભૂમિકાને ન્યાય આપીને રહીશ. અવરોધ અમારા બધાને માટે અત્યંત વિશેષ અનુભવ બની રહ્યો છે અને દર્શકોની પ્રતિક્રિયા જાણવાની અમને ભારે ઉત્સુકતા છે.”
રાહુલ સિંહ અને શિવ અરૂરના લોકપ્રિય પુસ્તક ઈન્ડિયાઝ મોસ્ટ ફિયરલેસના પ્રથમ અધ્યાય વી ડોન્ડ રિયલી નો ફિયર પર આધારિત અને સમર ખાનની ઈરાદા એન્ટરટેઈનમેન્ટ એલએલપી દ્વારા એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત અવરોધ પ્રતિહુમલાના મિશન આસપાસ વીંટળાયેલી વાર્તા છે. મહિનાઓના વ્યાપક સંશોધન અને લશ્કરી અધિકારીઓ સાથે સલાહમસલત પછી આ વાર્તા અલગ અલગ પરિપ્રેક્ષ્યોમાંથી લખવામાં આવી છે. અવરોધ દર્શકોને સહભાગી અને મનોરંજ રીતે ઘટનાઓનો અસલ નજરિયો આપે તે માટે નિર્માણકારોએ સિરીઝના નિર્માણમાં લગભગ બે વર્ષ વિતાવ્યા છે.
રાજ આચાર્ય દ્વારા દિગ્દર્શિત અવરોધમાં મેજર ટેન્ગોની ભૂમિકા અમિત સાધે ભજવી છે. 35 વર્ષના અસલ જીવનના હીરોનું ઓન-સ્ક્રીન વર્ઝન અમિત સાથે અન્ય કલાકારોમાં દર્શન કુમાર, પવઈલ ગુલાટી, નીરજ કાબી, મધુરિમા તુલી, અનંત મહાદેવન, વિક્રમ ગોખલે અને આરીફ ઝકરિયા છે.
31મી જુલાઈ, 2020થી શરૂઆત કરતાં સોનીલિવ ગૌરવપૂર્વક પ્રસ્તુત કરી રહી છેઃ અવરોધઃ ધ સિજ વિધિન.