રિયલમી 6આઇ બે વેરિએન્ટ- 4જીબી$64જીબીમાં 12999 રુ.માં તથા 6જીબી$64જીબીમાં 14999 રુ.માં મળશે. આ 31 જૂલાઇથી રિયલમી.કોમ, ફ્લિપકાર્ટ તથા રોયલ ક્લબ પાર્ટનર્સ પર મળશે.
વિશ્વની સૌથી ઝડપથી વિકસતી સ્માર્ટફોન બ્રાન્ડ, રિયલમીએ આજે તેના નવીનતમ રિયલમી 6 સિરીઝ મેમ્બર, રિયલમી 6 આઇ લોન્ચ કર્યો. તે શક્તિશાળી પરફોર્મન્સ સાથે સરળ અનુભવ પ્રદાન કરશે. રિયલમી 6 આઇમાં મીડિયાટેક હેલિયો જી90ટીથી સજ્જ છે, જે 12 એનએમ પ્રોસેસ દ્વારા ફૈબ્રિકેટ બનાવવામાં આવે છે. તેમાં 6.5 ઇંચનું 90 હર્ટ્ઝ અલ્ટ્રા સ્મૂથ ડિસ્પ્લે છે. આ સ્માર્ટફોનમાં 4300 એમએએચની બેટરી છે અને તે બોક્સમાં 20 વોટના ચાર્જર સાથે આવે છે, જો તે 30 વોટ ફ્લેશ ચાર્જને સપોર્ટ કરે છે. રિયલમી 6 આઇની ડિઝાઇન પ્રકૃતિની સહજતા દ્વારા પ્રેરિત છે. તેનું લૂક ખૂબ જ ટ્રેન્ડી અને સ્ટાઇલિશ છે. તે બે રંગના વેરિએન્ટમાં ઉપલબ્ધ હશે – લૂનાર વ્હાઇટ તથા એકલિપ્સ બ્લેક.
લોન્ચના અવસર પર રિયલમી ઇન્ડિયાના સીઇઓ તથા રિયલમીના વાઇસ પ્રેસિડેન્ટ માધવ શેઠે જણાવ્યું કે, અમે ભારતના પોતાના બહુમૂલ્ય ગ્રાહકોને રિયલમી 6 સીરીઝમાં નવી પ્રસ્તુતિ, રિયલમી 6 આઇ આપીને ખૂબ જ ઉત્સાહિત છીએ. રિયલમી 6આઇ સાથે અમે ઇચ્છીએ છીએ કે વધારેમાં વધારે ગ્રાહકો વધારે સસ્તી કિંમતમાં અત્યાધુનિક વિશેષતાઓનો અનુભવ લઇ શકે અને રિયલમી 6 સીરીઝના સ્માર્ટફોન્સનો વારસો ચાલુ રહે. રિયલમી 6આઇ એક ઓલ-રાઉન્ડર સ્માર્ટફોન છે, જે મીડિયાટેક જી90ટી સાથે આ સેગમેન્ટમાં સૌથી શક્તિશાળી પરફોર્મન્સ આપીને યૂઝર્સને 90 હર્ટઝના પ્રો ડિસ્પ્લે સાથે વ્યૂઇંગનો જોરદાર અનુભવ આપશે. અમારી મેડ ઇન ઇન્ડિયા ક્ષમતાઓના ચાલતાં રિયલમી 6આઇ ના માત્ર ઓનલાઇન, પરંતુ રોયલ ક્લબ પાર્ટનર્સની પાસે ઓફલાઇન પણ મળશે.
લેટેસ્ટ ફ્લેગશિપ, અલ્ટ્રા ક્લિયર ક્વાડ કેમેરા સેટ અપ સાથે રિયલમી 6 આઇમાં 48 મેગાપિક્સલનો પ્રાયમરી કેમેરા, 8 મેગાપિક્સલનો 119 અલ્ટ્રા વાઇડ એન્ગલ લેન્સ, એક મૈક્રો લેન્સ તથા બેકમાં બ્લેક એન્ડ વાઇટ પોટ્રેટ લેન્સ છે. ફ્રન્ટમાં 16 મેગાપિક્સલના ઇન-ડિસ્પ્લે સેલ્ફી કેમેરા તથા વિવિધ ફંક્શન જેવા એઆઇ બ્યૂટી મોડ તથા પોટ્રેટ મોડ સાથે આ શ્રેષ્ઠ સેલ્ફી લઇ શકે છે. એન્ડ્રોઇંડ 10 પર આધારિત રિયલમી યૂઆઇ યુવાન ગ્રાહકોની પસંદ તથા એસ્થેટિક્સને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યાં છે. તે બે વેરિયન્ટમાં-4જીબી$64જીબી રુ.12999માં તથા 6જીબી$64જીબી રુ. 14999માં ઉપલબ્ધ છે.
રિયલમી 6 આઇની કિંમત તથા સેલ્સનું વિતરણ
વેરિયન્ટ | કલર્સ | કિંમત રુ.માં | પહેલો સેલ |
રિયલમી 6આઇ(4GB + 64GB) રિયલમી 6આઇ(6GB + 64GB) | લુનાર વ્હાઇટ તથા એક્લિપ્સ બ્લેક | રુ.12,999 રુ. 14,999 | પહેલો સેલ 31 જૂલાઇએ બપોરે 12 કલાકે, રિયલમી.કોમ, ફ્લિપકાર્ટ તથા રોયલ ક્લબ પાર્ટનર્સ પર |
*રિયલમી 6આઇની પ્રોડક્ટ ઇમેજ અહીં જોઇ-ડાઉનલોડ કરી શકાય છે- https://bit.ly/2CGoVWp
*રિયલમી 6આઇની વિસ્તૃત વિશેષતાઓ માટે પૃથક રુપથી સંલગ્ન સપ્લીમેન્ટરી પ્રોડક્ટ શીટ જોવો & https://bit.ly/2WOviOx
રિયલમી 6આઇની મુખ્ય વિશેષતાઓ.
મીડિયાટેક હેલિયો જી90ટી
મીડિયાટેક હેલિયો જી90ટી 12એનએમ પ્રોસેસ દ્વારા બનાવવામાં આવ્યાં છે અને આ ગેમિંગની શક્તિશાળી તથા પ્રભાવશાળી પરફોર્મન્સ આપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. તેમાં બે હાઇ-પરફોર્મન્સ કોર્ટેક્સ-એ76 કોર છે, જે 2.05 ગીગાહર્ટઝની ક્લોક સ્પીડ પર કામ કરે છે તથા છ હાઇ-એફિશિયન્સી કોર્ટેક્સ-એ55 કોર 2 ગીગીહર્ટ્ઝનું માલી-જી76 જીપીયુ છે. લેટેસ્ટ સીપીયુ, જીપીયુ, સુપરફાસ્ટ રેમ તથા શક્તિશાળી એઆઇના સંગમ યૂઝર્સના ગેમિંગનો અનુભવ ખૂબ જ રોચક બનાવી દે છે. ગેમિંગ માટે રિયલમી 6આઇ શ્રેષ્ઠ સ્માર્ટફોન છે.
30 વોટની ફ્લેશ ચાર્જ સપોર્ટ (બોક્સ સાથે 20 વોટ)
રિયલમી 6આઇ લેટેસ્ટ 30 વોટ ફ્લેશ ચાર્જ ટેકનોલોજીને સપોર્ટ કરે છે, જેના દ્વારા તેમની 4300 એમએએચની બેટરી 55 મિનિટમાં સંપૂર્ણ ચાર્જ થઇ જાય છે. તે બોક્સ સાથે 20વોટનું ચાર્જર આવે છે, જે તેમની બેટરીને 77 મિનિટમાં સંપૂર્ણ ચાર્જ કરી દે છે. રિયલમી 6આઇ 15 વોટના પીડી ચાર્જને પણ સપોર્ટ કરે છે. તેથી તે ખૂબ જ ઉપયોગી છે.
90 હર્ટઝના અલ્ટ્રા સ્મૂથ ડિસ્પ્લે
રિયલમી 6આઇમાં 90 હર્ટ્ઝના રિફ્રેશ રેટ તથા 120 હર્ટ્ઝના સેપલિંગ રેટ સાથે 6.5 ઇંચના 90 હર્ટ્ઝ અલ્ટ્રા સ્મૂથ ડિસ્પ્લે છે. 90 હર્ટ્ઝના ડિસ્પ્લે પ્રતિ સેકન્ડ 90 ફ્રેમ ઉત્પન્ન કરી શકે છે અને પારંપરિક 60 હર્ટ્ઝના ડિસ્પ્લેની સામે 50 ટકા વધારે રિફ્રેશ રેટ પ્રસ્તુત કરે છે, જેનાથી સ્ક્રીન પર દરેક સ્વાઇપ સાથે સુગમ તથા સ્મૂથ વિજ્યુઅલ અનુભવ મળે છે. ડિસ્પ્લે 90.5 ટકાના સ્ક્રીન-ટૂ-બોડી અનુપાત પ્રદાન કરે છે. તેમાં 480 નિટ્સ પીક બ્રાઇવટનેસ સાથે 2400×1080પી એફએચડી$ રિઝોલ્યુશન છે, જેનાથી યૂઝર્સને શ્રેષ્ઠ વિઝ્યુઅલ અનુભવ મળે છે.
48 મેગાપિક્સલના એઆઇ ક્વાડ કેમેરા
રિયલમી 6આઇના ફ્લેગશિપ અલ્ટ્રા ક્લીયર ક્વાડ કેમેરા સેટઅપમાં 48 મેગાપિક્સલના મુખ્ય કેમેરા, 8 મેગાપિક્સલના 119å અલ્ટ્રા વાઇડ એન્ગલ લેન્સ, મૈક્રો લેન્સ અને બ્લેક એન્ડ વ્હાઇટ પોટ્રેટ લેન્સ છે.
48 મેગાપિક્સલના પ્રાયમરી કેમેરા – અહીંના સર્વાધિક આઉટપુટ રિઝોલ્યૂશન પ્રદાન કરે છે, જેનાથી યૂઝર્સને પિક્ચરની દરેક ડિટેઇલ વિસ્તારથી દેખાય છે.
119å અલ્ટ્રા વાઇડ એન્ગલ લેન્સ – એફ/2.3 અપર્ચર તથા 8 મેગાપિક્સલના રિઝોલ્યુશન તથા 119å ફિલ્ડ ઓફ વ્યૂ સાથે અલ્ટ્રા વાઇડ એન્ગલ લેન્સ દ્વારા યૂઝર્સ પરફેક્ટ વાઇડ એન્ગલ શોટ લઇ શકે છે. તે એક ક્લિકમાં વાઇડ-એન્ગલ મોડમાં સ્વિચ કરી જાય છે અને યૂઝર્સ લેન્ડસ્કોપ, આર્કિટેક્ચર તથા મોટા સમૂહોની શ્રેષ્ઠ ઇમેજ લઇ શકે છે.
મૈક્રો લેન્સ – 2 મેગાપિક્સલના અલ્ટ્રા મૈક્રો લેન્સ યૂઝર્સને નજીકથી પિક્ચર લેવામાં સમર્થન બનાવે છે અને તે 4 સેમીની શૂટિંગ ડિસ્ટન્સથી સૂક્ષ્મ દૂનિયાની ખૂબસૂરતી પણ કૈપ્ચર કરી શકે છે.
બ્લેક એન્ડ વ્હાઇટ પોટ્રેટ લેન્સ – નવા કલર ફિલ્ટર સિસ્ટમ 2 મેગાપિક્સલના પોટ્રેટ લેન્સને વિવિધ રીતના પ્રકાશને ઓળખવા માટે સમર્થ બનાવે છે અને મુખ્ય લેન્સ શ્રેષ્ઠ પ્રકાશ કેપ્ચર કરી શકે છે, ઇમેજ કોન્ટ્રાસ્ટને વધારી શકે છે, રેટ્રો સ્ટાઇલની ઇમેજ બનાવી શકે છે તથા પોટ્રેટમાં ટૈક્સચર જોડી શકે છે.
16 મેગાપિક્સલના ઇન-ડિસ્પ્લે સેલ્ફી કેમેરા
16 મેગાપિક્સલના અલ્ટ્રા ક્લિયર ફ્રન્ટ કેમેરા એફ 2.0 અપર્ચર સાથે વિવિધ રીતની સેલ્ફી લઇ શકે છે તથા સ્માર્ટ બ્યૂટી મોડ, બોકે ઇફેક્ટ વગેરેને સપોર્ટ કરી શકે છે. આ વિવિધ જેન્ડર્સ, વિવિધ સ્કિન ટાઇપ્સ, વિવિધ ફેશિયલ શેપ્સ તથા ફીચર્સ લઇ શકે, જેમાં પ્રાકૃતિક નાજૂક ત્વચા દેખાય શકે.
ડિઝાઇન
ઓલ-ન્યૂ રિયલમી 6આઇ બ્રાઇટ મૂનલાઇટ તથા મેજીકલ એક્લિપ્સથી પ્રેરિત છે અને તે નવી ઓપ્ટિકલ પ્લેટિંગ ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવ્યાં છે, જેનાથી કલરની બ્રાઇટનેસ તથા સેચ્યુરેશન અનુક્રમે 60 ટકા અને 50 ટકા વધી જાય છે તથા બ્રાઇટ તથા આકર્ષક વિજ્યુઅલ ઇફેક્ટ મળે છે.
0.29 સેકન્ડના ફાસ્ટ સાઇટ ફિંગરપ્રિન્ટ સ્કેનર
રિયલમી 6આઇમાં સાઇડ ફિંગરપ્રિન્ટ સ્કેનર છે, જે પાવર બટન તથા ફિંગરપ્રિન્ટ રિકગ્નિશન મોડ્યુલને સમાવિષ્ટ કરે છે. ફિંગરપ્રિન્ટ સ્કેનરની પહોળાઇને 25 ટકા (3મિમીથી 2.4મિમી) ઘટાડવામાં આવી છે. કૈપેસિટિવ રિકગ્નિશન સિસ્ટમ દ્વારા માત્ર એક વાર પ્રેસ કરવાથી જ ફોન તાત્કાલિક અનલોક થઇ જાય છે. આ ફોનને વધારે સુરક્ષા પ્રદાન કરે છે.
મેમોરી સ્ટોરેજ
રિયલમી 6આઇ બે વેરિયન્ટ્સ – 4જીબી$64જીબી અને 6જીબી$64જીબીમાં આવે છે. તેમાં 2$1 કાર્ડ સ્લોટ છે, જેમાં બે સ્લોટ સિમ માટે તથા એક સ્લોટ એસડી કાર્ડ (256જીબી સુધી એક્સપેન્ડેબલ) માટે છે.
વોટરપ્રૂફ
ફોનના પોર્ટ સિલિકોન પ્રોટેક્શન દ્વારા સીલ્ડ હોવાથી સારી રીતે વોટરપ્રૂફ છે અને સ્પ્લૈશિંગને પ્રભાવશાળી રીતથી રોકે છે.