મે 20, 2021 – નેચરલ ડાયમંડ કાઉન્સિલ (એનડીસી) એ આજે ગ્રેટર ચાઇના રિજનમાં, ચાઉ તાઈ ફૂક જ્વેલરી ગ્રુપ (ચાઉ તાઈ ફુક) સાથે એક વિશિષ્ટ વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી, વિવિધ પ્રકારના માધ્યમથી અને એક્સેસિબલ ડિજિટલ કન્ટેન્ટથી પ્રોફેશનલ ટ્રેનિંગ રિસોર્સ સાથે ચાઇનીઝ કસ્ટમર્સ, ખાસ કરીને યુવા જનરેશનને “નેચરલ ડાયમંડ ડ્રીમ” ની સલાહ આપી.
આ ભાગીદારીનો હેતુ ચાઇનીઝ ગ્રાહકો માટે ટાઇમલેસ નેચરલ ડાયમંડનું મૂલ્ય અને સુંદરતા પહોંચાડવાનો છે અને નેચરલ ડાયમંડની તેમની આત્મવિશ્વાસ અને ઇચ્છાને વધારવાનો છે. ચાઇનામાં એનડીસીના પ્રથમ અને વિશિષ્ટ વ્યૂહાત્મક છૂટક ભાગીદાર તરીકે, ચાઉ તાઈ ફુક ચાઇનામાં એનડીસી દ્વારા શરૂ કરવામાં આવેલા નેચરલ ડાયમંડને લગતી પ્રમોશનલ અને શૈક્ષણિક ઝુંબેશને સંપૂર્ણ ટેકો આપશે. નેચરલ ડાયમંડ કાઉન્સિલ, જાહેરાત સંપત્તિ, ડિજિટલ સંપત્તિ, સોશિયલ મીડિયા કન્ટેન્ટ અને સર્ચ એન્જિન માર્કેટિંગ સહિત વિવિધ ક્ષેત્રોમાં પણ તેના સમર્થનને વધારશે, જેથી તેમની મૂલ્યતા, વિરલતા અને વિશિષ્ટતા દ્વારા રેખાંકિત નેચરલ ડાયમંડના મૂળ મૂલ્યો અને ભાવનાત્મક મહત્વને સંપૂર્ણ રીતે જાહેર કરવામાં આવશે. આ અદભૂત વિશ્વમાં ગ્રાહકોને આમંત્રણ કરતાં, ભાગીદારીથી નેચરલ ડાયમંડના જ્વેલરી ઉદ્યોગમાં વધુ ગહન અને સકારાત્મક અસર આવશે.
નેચરલ ડાયમંડ કાઉન્સિલના સીઇઓ ડેવિડ કેલ્લીએ જણાવ્યું હતું કે, બજારની વૃદ્ધિને વેગ આપવા અને નેચરલ ડાયમંડની નૈતિક અને વિશિષ્ટ સુંદરતાને અભિવ્યક્ત કરવા માટે નેચરલ ડાયમંડના રિટેલરો સાથે મળીને કામ કરવું એ અમારી મુખ્ય પ્રાથમિકતાઓ છે. “ચાઉ તાઈ ફુક ચાઇનાના ઝવેરાત ઉદ્યોગમાં અગ્રેસર છે. ચાઇનાના બજારમાં ચાઉ તાઈ ફુક સાથે હાથ મિલાવીને, અમે યુવા ગ્રાહકોમાં ‘નેચરલ ડાયમંડ્સ ડ્રીમ’ની પહોંચ વધારીશું. આગળ વધીને આપણે ભારત અને મિડલ ઇસ્ટમાં સમાન સિનેર્જિસ્ટિક ભાગીદારી સહિત અન્ય બજારોમાં સમાન પહેલ લંબાવીશું ’’
1929માં સ્થપાયેલ, ધ ચાઉ તાઈ ફુક જ્વેલરી ગ્રુપનું વિઝન એ વિશ્વનો સૌથી વિશ્વસનીય જ્વેલરી ગ્રુપ બનવાનો છે. ગ્રેટર ચાઇના, જાપાન, કોરિયા, દક્ષિણપૂર્વ એશિયા અને યુનાઇટેડ સ્ટેટ્સમાં ફેલાયેલા લગભગ 4600 ડોર્સના વિસ્તૃત રિટેલ નેટવર્ક સાથે, અને ઝડપથી વિકસતા ઇ-કોમર્સ વ્યવસાય દ્વારા સપોર્ટેડ, ગ્રુપનો બ્રાન્ડ પોર્ટફોલિયો ક્યુરેટેડ રિટેઇલ એક્સપિરિયન્સ, અને અન્ય વ્યક્તિગત બ્રાન્ડ્સ સહિત હાર્ટ્સ ઓન ફાયર, એન્ઝો, સોઈનલવ અને મોનોલોગ સાથે ચાઉ તાઇ ફૂક ફ્લેગશિપ બ્રાન્ડનો સમાવેશ કરે છે.
ચાઉ તાઇ ફૂક જ્વેલરી ગ્રુપના મેનેજીંગ ડિરેક્ટર (મેઇનલેન્ડ ચાઇના) ચાઇ સાઇ-ચેઓંગે જણાવ્યું કે, “અમે નેચરલ ડાયમંડ કાઉન્સિલ સાથે ભાગીદારી કરવા અને ‘નેચરલ ડાયમંડ્સ ડ્રીમ’ને પ્રોત્સાહિત કરવા માટે ખુશી થઇ રહી છે.” ” વર્ષોથી, ચાઉ તાઈ ફૂકે ગ્રેટર ચાઇના ક્ષેત્રમાં એક વ્યાપક રિટેલ નેટવર્ક અને વેચાણ નિષ્ણાંતોની એક વ્યાવસાયિક ટીમ સ્થાપિત કરી છે, જેથી અમને નેચરલ ડાયમંડના મૂલ્યો અને મહત્વની વાતચીત કરવામાં મદદ મળે અને આ નેચરલ ગિફ્ટમાં ઇચ્છનીયતા અને ગ્રાહકોનો વિશ્વાસ વધે. મને વિશ્વાસ છે કે આ ભાગીદારી નેચરલ ડાયમંડ માટેની ગ્રાહકોની ઇચ્છાના મૂલ્યોને વધુ મજબૂત બનાવશે. તે યુવા ગ્રાહકોને નેચરલ ડાયમંડના પ્રતીકવાદની સાથે ભાવનાત્મક જોડાણને પોષવામાં અને ઓળખવામાં મદદ કરશે, જેનાથી તે ઘરેણાં માટે તેમની પસંદિત પસંદગી બની જશે. ”
નેચરલ ડાયમંડ કાઉન્સિલ ઇન્ડિયા અને મિડલ ઇસ્ટના મેનેજીંગ ડિરેક્ટર રિચા સિંહે જણાવ્યું કે, “ચાઉ તાઈ ફૂક જ્વેલરી ગ્રુપ સાથેની આ વ્યૂહાત્મક ભાગીદારી એ અમારા ઉદ્યોગમાં એક સીમાચિહ્નરૂપ છે. અમારા મિશનમાં એનડીસી માટે એક સકારાત્મક પગલું છે જે વિશ્વભરના ગ્રાહકોને ઇથિકલ નેચરલ ડાયમંડમાં રોકાણ અને વિશ્વાસ કરવા પ્રેરણા આપે છે. હું ભારત અને મિડલ ઇસ્ટના અગ્રણી જવેલર્સ સાથે સમાન સહયોગ બનાવવાની આશા રાખી રહી છું, કારણકે અમે આધુનિક ભારતીય ગ્રાહક માટે નેચરલ ડાયમંડના સ્વપ્નને વધારવા માટે સાથે મળીને કામ કરીએ છીએ”
નેચરલ ડાયમંડ માટે ગ્રાહકોની રુચિ વિશ્વભરમાં વધી રહી છે. તેથી, ઉપભોક્તાની જરૂરિયાતોને સક્રિયપણે સાંભળવું અને તેનો પ્રતિસાદ આપવો, અને સંદેશાઓ અને વ્યવસાયિક મોડેલોને ગ્રાહકો સાથે લાંબા સમયથી ચાલતા ભાવનાત્મક જોડાણને પોષવા માટે અનુકૂળ રીતે સ્વીકારવું એ ડાયમંડ જ્વેલરી ઉદ્યોગના ટકાઉ વિકાસની ચાવી છે.
નેચરલ ડાયમંડ કાઉન્સિલ ગ્રાહકો માટે નેચરલ ડાયમંડના સાચા મૂલ્ય અને ભાવનાત્મક પ્રતીકવાદને પ્રોત્સાહન આપવા માટે ભવિષ્યમાં ઉદ્યોગ સાથે વધુ નજીકથી સહયોગ કરવા માટે આગળ જોશે. આગલા સ્તર પર નેચરલ ડાયમંડની જાગૃતિ અને ઇચ્છા માટે, એનડીસી અને ઇન્ડસ્ટ્રીઝ પ્લેયર્સ “નેચરલ ડાયમંડ ડ્રીમ” ને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું લેશે.