મે, 2021: ભારતીય કઠોળ અને ઉદ્યોગની કેન્દ્રીય સંસ્થા, ઇન્ડિયા પલ્સીસ એન્ડ ગ્રેઇન્સ એસોસિએશને (આઇપીજીએ તાજેતરમાં ગુજરાતમાં વલસાડ જિલ્લાના ધરમપુરમાં શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેર (એસઆરએલસી) હોસ્પિટલને કોવિડ-19 સામે લડવા ટેકો અને રાહત પૂરી પાડવા માટે તેમના સીએસઆર પ્રયત્નોને અનુસંધાનમાં તાજેતરમાં જ એક વેન્ટીલેટરનું દાન કર્યુ છે. આઇપીજીએ કોવિડના દર્દીઓ અને ખાસ કરીને શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેર પ્રોગ્રામ હેઠળ દક્ષિણ ગુજરાતના વંચિત આદિજાતિ પ્રજાની સારવાર માટે વેન્ટીલેટરનું દાન આપીને ફ્રંટલાઇન વર્કર્સના હાથને વધુ મજબૂત બનાવવાનું કામ કરી રહી છે. આ પહેલ કોવિડ પછી પણ આગામી વર્ષો સુધી ગ્રામીણ વિસ્તારોના લોકોની સેવા કરવા માટે છે.
એસઆરએલસી હોસ્પિટલ વલસાડ જિલ્લાના ધરમપુર ટાઉનનાં 100 બેડની હોસ્પિટલ ધરાવે છે, જે તે વિસ્તારના 100 ગામડાઓની વચ્ચે એક માત્ર સુસજ્જ અને મલ્ટી-સ્પેશ્યાલિટી હોસ્પિટલ છે. કોવિડ-19ની બીજી લહેર દક્ષિણ ગુજરાતમાં ઝડપથી પ્રસરી રહી છે ત્યારે એસઆરએલસીએ એક વિંગને 50 બેડ કોવિડ-19 સ્પેશિયલ વોર્ડમાં રૂપાંતરીત કરી હતી જેને આઇસીયુ અને બાઇપેપ મશીનરી, ઊંચો પ્રવાહ ધરાવતા ઓક્સીજન સપોર્ટથી સજ્જ બનાવવામાં આવી છે અને અનુભવી ડૉક્ટરોની ટીમે વિનામૂલ્યે વંચિત આદિજાતિ સમુદાયના દર્દીઓની સારવાર કરવાનું શરૂ કરી દીધુ હતું. આઇપીજીએ એ પ્રયાસના સમર્થનમાં કોવિડ-19ના ગંભીર દર્દીઓની સારવાર માટે તેમના આઇસીયુમાં એક વેન્ટીલેટર દાન આપ્યું.
આઇપીજીએના ચેરમેન શ્રી જીતુ ભેડાએ જણાવ્યું હતુ કે, “ગુજરાતના વંચિત નાગરિકોને ગુણવત્તાયુક્ત અને મહત્વપૂર્ણ સ્વાસ્થ્ય સેવા આપવા અને કોવિડ-19 સામે લડવાના પ્રયત્નોમાં વધારવા અને ટેકો આપતા આઇપીજીએ ગર્વ અનુભવે છે. કઠોળના વેપાર માટેની એક કેન્દ્રીય સંસ્થા તરીકે અમે અત્યાર સુધી કરેલા સીએસઆર કાર્યો માટે ગર્વ અનુભવીએ છીએ. અમે દરેક રાજ્યો અને કેન્દ્ર સરકારના આ કટોકટીના સમયમાં લડવાના પ્રયત્નોમાં ટેકો આપવાના પ્રયત્નોમાં વધારો કરીશું. કોવિડ બાદ પણ આવનારા સમયમાં આ વેન્ટીલેટર ઉપયોગી સાબિત થશે. અમારા પ્રયત્નો અન્ય સંસ્થાઓની આગળ આવીને યોગદાન આપવા માટે પ્રોત્સાહન આપશે તેવી અમને આશા છે.”
આઇપીજીએના સમર્થન બાબતે વાત કરતા એસઆરએલસી હોસ્પિટલના ટ્રસ્ટી ડૉ. બિજલ મહેતાએ જણાવ્યું હતુ કે, “આ વેન્ટીલેટર પાછલા સપ્તાહે અમારી હોસ્પિટલમાં સ્થાપિત કરેલા ક્રિટીકલ આઇસીયુ વોર્ડમાં મુકવામાં આવ્યુ છે અને તે સારી રીતે કામ કરી રહ્યુ છે. આઇપીજીએનું દાન સમયસર આવ્યુ છે અને તેણે અમને વંચિત દર્દીઓને અત્યંત જરૂરી કોવિડ સંભાળ પૂરી પાડવામાં સહાય કરી છે. કમનસીબ પ્રજાને સેવા પૂરી પાડવા માટે અમારી સાથે હાથ મિલાવવા બદલ અમે આઇપીજીએના આભારી છીએ, હું હોસ્પિટલ અને દરેક કોવિડ-દર્દીઓ વતી હું આઇપીજીએનો આભાર માનુ છું.”
કોવિડ મહામારી પાછલા વર્ષથી જ્યારથી ભારતમાં પ્રવેશી છે ત્યારથી આઇપીજીએ એ મહામારી સામે લડવા માટે ચોક્કસ પ્રકારના સ્ત્રોતો સમર્પિત કરવાનું અને ફ્રંટલાઇન વર્કર્સને તેમજ તેના દ્વારા શિકાર બનેલા દર્દીઓને ટેકો આપવાનુ નક્કી કર્યુ હતું. પાછલા વર્ષે આઇપીજીએએ પીએમ કેર્સ ફંડમાં રૂ. 21 લાખ જેટલી રકમનું યોગદાન આપ્યુ હતું તેમજ પરપ્રાંતીય પરિવારો અને નિયંત્રિત વિસ્તારોમાં ફસાયેલા પરિવારોને 11,000 જેટલી ફૂડ ગ્રેઇન રેશન બેગ્સ પણ પૂરી પાડી હતી.