જુઓ ‘Modern Marvel: World’s Largest Cricket Stadium’, ગુજરાતના અમદાવાદનાં, મોટેરામાં એન્જિનીયરિંગના ચમત્કારિક અજોડ નમૂના પર રસપ્રદ ડોક્યુમેન્ટરી
ભારત, September, 2021: HistoryTV18ની લેટેસ્ટ ડોક્યુમેન્ટરી ‘Modern Marvel: World’s Largest Cricket Stadium’નું પ્રીમિયર 17મી સપ્ટેમ્બરના રોજ રાતે 9 વાગ્યે પ્રસારિત થશે, જે ગુજરાતના અમદાવાદમાં નવા, મહત્વાકાંક્ષી નરેન્દ્ર મોદી સ્ટેડિયમના નિર્માણની રસપ્રદ જાણકારી આપશે. આ સંપૂર્ણપણે નવા સ્ટેડિયમનું ઉદ્ઘાટન ચાલુ વર્ષની શરૂઆતમાં ભારતના રાષ્ટ્રપતિએ કર્યું હતું, જે 1,32,000 દર્શકોની ક્ષમતા ધરાવતું દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બની ગયું છે અને ઓસ્ટ્રેલિયાના એમસીજીને પાછળ રાખી દીધું છે. તાજેતરમાં જૂના મોટેરા સ્ટેડિયમના મેદાનમાં નવેસરથી નિર્મિત આ સ્ટેડિયમને બનાવવામાં રૂ. 800 કરોડનો ખર્ચ થયો છે. હવે HistoryTV18 એન્જિનીયરિંગના આ સીમાચિહ્નરૂપ – ભવિષ્યલક્ષી સ્ટેડિયમના, આધુનિક રમત માટેના ઉદ્દેશથી થયેલા નિર્માણની ગાથા રજૂ કરશે. હાઈ-ડેફિનિશનમાં નિર્મિત આ ડોક્યુમેન્ટરીમાં સ્થાપત્યના આ અજોડ નમૂનાના નિર્માણ માટે લોજિસ્ટિક્સના અભૂતપૂર્વ પાસાં વિશે જાણકારી આપશે તેમ જ દર્શકો સમક્ષ ચમત્કારિક હકીકતો રજૂ કરશે. ફિલ્મમાં સુનિલ ગાવસ્કર, કપિલદેવ અને રવિ શાસ્ત્રી જેવા પૂર્વ મહાન ક્રિકેટરો તથા વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા વર્તમાન શ્રેષ્ઠ ક્રિકેટરો પણ સ્ટેડિયમ વિશે અભિપ્રાયો આપશે. દર્શકોને પૂર્વ ક્રિકેટરો ગૌતમ ગંભીર, પાર્થિવ પટેલ અને શરૂઆતથી અંત સુધી આ પ્રોજેક્ટ પર નજર રાખનાર બીસીસીઆઈના સચિવ જય શાહ પાસેથી પણ જાણકારી મળશે.
‘Modern Marvel: World’s Largest Cricket Stadium’ દર્શકોને ક્રિકેટની દુનિયામાં સૌથી નવા સીમાચિહ્નરૂપ સ્ટેડિયમની હકીકતો અને આંકડાઓની સાથે ભારતીય ક્રિકેટના સુપરસ્ટારો જૂના મોટેરા સ્ટેડિયમની પીચ પર જોવા મળેલી મહાન ક્ષણોને યાદ કરતા જોવા મળશે. દર્શકો રવિ શાસ્ત્રીને “1983માં વેસ્ટ ઇન્ડિઝ સામે આ મેદાન પર તેમની સૌપ્રથમ ટેસ્ટ મેચ રમવા” વિશે વાત કરતાં જોવા મળશે. આ ડોક્યુમેન્ટરીમાં ‘હરિયાણા હરિકેન’ કપિલ દેવ જૂના મોટેરા સ્ટેડિયમમાં સુનિલ ગાવસ્કરે પૂર્ણ કરેલા 10,000 રન વિશે વાત કરતાં જોવા મળશે. તેમણે કહ્યું છે કે, “આ અમારા માટે ઉજવણી કરવા માટે બહુ મોટી સિદ્ધિ હતી….અમારી પેઢીના એક ક્રિકેટરે સૌપ્રથમ 10,000 રન બનાવ્યા હતા, એટલે આ બહુ મોટું સીમાચિહ્ન હતું!” અને જ્યારે ગૌતમ ગંભીર 2011માં ઓસ્ટ્રેલિયા સામે રોમાંચક વર્લ્ડ કપ ક્વાર્ટર-ફાઇનલની મેચનો તેમનો અનુભવ યાદ કરે છે, ત્યારે પાર્થિવ પટેલ યાદ કરે છે કે, કપિલ દેવે આ જ મોટેરાના મેદાન પર રિચાર્ડ હેડલીનો સૌથી વધુ વિકેટનો રેકોર્ડ તોડ્યો હતો. વળી મોટેરાની વધુ એક સિદ્ધિ પર બીસીસીઆઈના સચિવ જય શાહ દર્શકોને યાદ અપાવે છે કે, આ જ મેદાન પર ભારતરત્ન સચિન તેંડુલકરે તેમની ટેસ્ટ ક્રિકેટની પ્રથમ બેવડી સદી ફટકારી હતી.
હવે આ અનેક રેકોર્ડ ધરાવતી ભૂમિ પર અમદાવાદનું નવું સ્ટેડિયમ ઊભું છે, જે આધુનિક ડિઝાઇન અને એન્જિનીયરિંગનો અજોડ નમૂનો છે તથા અબજ લોકોને કેટલીક યાદગાર ક્ષણોને ભેટ ધરનાર રમતને ઉચિત ભેટ છે. HistoryTV18ની ‘Modern Marvel: World’s Largest Cricket Stadium’ ડોક્યુમેન્ટરીમાં ભારતની મનપસંદ રમતના આ સૌથી નવા સીમાચિહ્નના નિર્માણનો સિલસિલો રજૂ કરવામાં આવ્યો છે, જે કોલકાતામાં ઇડન ગાર્ડનથી બમણું કદ ધરાવે છે અને લંડનમાં ઐતિહાસિક લોર્ડ્ઝથી ચાર ગણું મોટું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નિર્માણ લાર્સન એન્ડ ટૂબ્રો (એલએન્ડટી)એ કર્યું છે, જેને દેશના કેટલાંક આઇકોનિક સીમાચિહ્નનું નિર્માણ કરવાનો શ્રેય પણ જાય છે, જેમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા પણ સામેલ છે. પ્રોજેક્ટની જટિલતા અને કદ માટે ઓસ્ટ્રેલિયામાંથી ડિઝાઇન આર્કિટેક્ટ્સ લાવવામાં આવ્યાં હતાં, અમેરિકામાંથી રુફિંગ નિષ્ણાતો બોલાવવામાં આવ્યાં હતાં, તો જાપાનમાંથી સ્પેશ્યલાઇઝ્ડ કેનોપી ફેબ્રિક, ઇટાલીમાંથી કેબલ્સ અને સ્ટેડિયમની આવિષ્કારી લાઇટિંગ સ્પેનમાંથી મંગાવવામાં આવી હતી! આ મેગા ઇજનેરી પ્રોજેક્ટની પાછળ રહેલા લોકો સાથે મુલાકાતમાં પ્રાપ્ત થયેલી માહિતી સાથે HistoryTV18ની ડોક્યુમેન્ટરી આ સ્ટેડિયમને ખરા અર્થમાં અજોડ બનાવતી આકર્ષક હકીકતો સાથે નિર્માણની પ્રક્રિયાની ઉપયોગી જાણકારીને વણી લે છે.
HistoryTV18નો ઉદ્દેશ પ્રસ્તુત અને માહિતીપ્રદ એમ બંને પ્રકારની ભારતની રસપ્રદ અને મનોરંજક ગાથાઓ બયાન કરવાનો છે. ‘Modern Marvel: World’s Largest Cricket Stadium’નું પ્રસારણ 17મી સપ્ટેમ્બરના રોજ રાતે 9 વાગ્યે થશે, જે ભારત અને ભારતીયો વિશેની ડોક્યુમેન્ટરીની નેટવર્કની સીરિઝમાં લેટેસ્ટ છે. આ ફિલ્મ વિશે બીસીસીઆઈના સચિવ જય શાહે કહ્યું હતું કે, “નરેન્દ્ર મોદી સ્ટેડિયમ 21મી સદીના આધુનિક મહાન ચમત્કારો પૈકીનું એક છે. HistoryTV18એ એની ભવ્યતા અને વિશાળતાને અનુરૂપ ક્રિકેટના સૌથી મોટા સ્ટેડિયમને દર્શાવ્યું છે.” A+E નેટવર્ક્સના એમડી | TV18 અવિનાશ કૌલે કહ્યું કે, “HistoryTV18માં અમે મહાન ગાથાઓ રજૂ કરવામાં માનીએ છીએ. અમારી ટીમો જીવન સાથે સંબંધિત રસપ્રદ, વિશિષ્ટ સામગ્રી બનાવવા, દર્શનીય અને અમારા દર્શકો માટે પ્રસ્તુત ગાથાઓ રજૂ કરવા મહેનત કરે છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દેશના ક્રિકેટપ્રેમીઓ અને વિકાસના માર્ગે અગ્રેસર ભારતનાં આઇકોનને સમર્પિત ડોક્યુમેન્ટરી છે. અમને આ મહત્ત્વપૂર્ણ સ્ટોરી કહેવા પર ગર્વ છે અને મને ખાતરી છે કે, અમારા દર્શકો માટે એ રસપ્રદ બની રહેશે.”
જુઓ ‘Modern Marvel: World’s Largest Cricket Stadium’
17મી સપ્ટેમ્બરના રોજ રાતે 9 વાગ્યે, ફક્ત HistoryTV18 અને HistoryTV18 HD પર.