મે 2020માં પોતાની શરૂઆતથી, ભારતની સૌથી મોટી B2B ઈ–કોમર્સ કંપની, એમજંક્શન સર્વિસ લિમિટેડ દ્વારા આસામમાં સંચાલિત જોરહાટ ટી ઓક્શન સેન્ટર, આસામની ચાને સમગ્ર દેશમાં મધ્યમ અને નાના ખરીદદારોની વધુ નજીક લાવી છે.
ટી બોર્ડ ઓફ ઈન્ડિયાના સહયોગથી રોગચાળા દરમ્યાન જ શરૂ થયેલ, આ ઈ–માર્કેટપ્લેસ ખાસ કરીને નાના ખરીદદારો માટે વેપારમાં ધરખમ ફેરફાર લાવવા સમસ્યાઓ અને વ્યવસાયિક પડકારોનો સામનો કરી રહેલ છે.
સગવડ અને સંચાલનોની સરળતાએ મોટી સંખ્યામાં મધ્યમ અને નાના ખરીદદારોને આ પ્લેટફોર્મ તરફ ખેંચ્યા છે. દરેક સાપ્તાહિક વેચાણ સાથે વેચાણમાં સુધારો થયો છે, અને નાણાકીય વર્ષ 22 ના 3જા ત્રિમાસિકમાં, પ્લેટફોર્મે ખરીદદારોના આ ક્ષેત્રને 1.2 લાખ કિલો ઉપરાંત ચાનું વેચાણ કર્યું હતું.
મહારાષ્ટ્રના નાના ખરીદદાર રાહુલ (વિનંતી પર નામ બદલ્યું છે) માટે, પ્લેટફોર્મ આશીર્વાદ સમાન આવ્યું કારણ કે લોકડાઉન દરમ્યાન તેના વ્યવસાયને નુકસાન થયું હતું. ત્યારબાદ તેણે અને તેની પત્નીએ એક નાની ચા ખરીદનાર પેઢી સ્થાપી અને ટી બોર્ડમાંથી લાયસન્સ મેળવ્યા બાદ એમજંક્શનના ઈ–માર્કેટપ્લેસમાં નોંધણી કરાવી. તેણે સાપ્તાહિક હરાજી વેચાણ પહેલા મફત નમૂનાઓ પ્રાપ્ત કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તેણે ધીમી શરૂઆત કરી હતી, પરંતુ હવે તે પ્લેટફોર્મ પરથી નિયમિત ખરીદનાર છે. ગયા વર્ષે તેણે 1 કરોડ રૂપિયાની ચા ખરીદી હતી અને આ વર્ષે તે તેની ખરીદી બમણી કરવાની યોજના ધરાવે છે. તે મહારાષ્ટ્રમાં જથ્થાબંધ અને છૂટક વેપારીઓને આ ચા સપ્લાય કરે છે. ફેરવણીનો સમય ઓછો હોવાથી, દેશના આંતરિક ભાગો માંથી ખરીદદારો પણ બગીચામાંથી સીધી આસામની તાજી ચા મેળવે છે.
રાહુલ એકલા નથી અને દેશભરમાં 100 થી વધુ ખરીદદારો છે જેમને પ્લેટફોર્મનો લાભ મળ્યો છે. માન્ય ટી બોર્ડ લાઇસન્સ ધરાવનાર કોઈપણ ખરીદદાર રજીસ્ટર કરવા માટે www.emarketplace.teaboard.gov.in પર લૉગ ઇન કરી શકે છે. નોંધણી પછી, એમજંક્શન તરત જ આ ખરીદદારો સુધી પહોંચે છે અને પ્રદર્શન માટે વ્યવસ્થા કરે છે અને જેની જરૂર પડી શકે તેવી અન્ય કોઈપણ સહાય પૂરી પાડે છે.
માં ચા સ્ટાર્ટ–અપ્સ માટે સંમિશ્રણ અને ખરીદદારો માટે સરળ ફાઇનાન્સ અને લોજિસ્ટિક્સ અંગેની તકનીકી જાણકારીનો સમાવેશ થઈ શકે છે.”
ડિજિટલ પ્લેટફોર્મ ઝડપથી પરંપરાગત ખરીદી અને વેચાણને પાછળ છોડી દે છે, તેથી પણ રોગચાળાને કારણે, વેચનાર અને ખરીદદારો બંને એમજંક્શન ઈ–માર્કેટપ્લેસનો ઉપયોગ કરી રહ્યા છે જે તાજી ચા, ઝડપી ટર્નઅરાઉન્ડ, પારદર્શક ફાઇનાન્સ અને લોજિસ્ટિક્સ સપોર્ટ પ્રસ્તુત કરે છે. શ્રી વર્માએ ઉમેર્યું હતું કે, અપર આસામના તમામ મોટા ટ્રાન્સપોર્ટરો, ચાના ખરીદદારો અને ચાના કારખાનાઓ પ્લેટફોર્મ પર નોંધાયેલા છે.