ઉત્તર ગુજરાતના પાટણ અને ઉઝાં વચ્ચે આવેલ બાલિસણા ગામ સ્થિત શ્રી અવિચળ ધામ ખાતે પ્રાતઃસ્મરણીય પરમ પૂજ્ય સદગુરૂ સંત શ્રી અવિચળદાસ બાપુના દિવ્ય સમાધી સ્થળે તેમની પુણ્ય સ્મૃતિમાં મહા સુદ પૂનમ તા. ૧૬-૦૨-૨૦૨૨ બુધવાર ના રોજ સૌ ગુરૂભાઇઓ તથા ધર્મપ્રેમીઓના સહકારથી પરમપૂજ્ય સદગુરુદેવનો મંગલમય વાર્ષિક ઉત્સવ યોજાશે. આ પરમ મંગલમય ઉત્સવમાં આપ સૌ શ્રદ્ધાળુ અવિચળધામની પુણ્યભૂમિમાં સહકુટુંબ પધારી આ દિવ્ય અવસરમાં સહભાગી બનવા માટે શ્રી અવિચળ સેવા સત્સંગ સમિતિ બાલિસણા દ્રારા ભાવભર્યુ હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.
મંગળ કાર્યક્રમ :- બપોરે ૨.૩૦ કલાકે ગુરૂદેવનું ગાદી પૂજન તથા કળશ પૂજન કરવામાં આવશે.જ્યારે બપોરે ૩.૦૦ વાગે નિજધામથી ભજન ર્કિતન કરતાં નેજા લઇ સૌ ગુરૂભક્તો પૂજ્ય સદગુરૂદેવની સમાધી શ્રી અવિચળ ધામ પ્રસ્થાન કરશે. ત્યાં સદગુરૂપાદુકા પૂજનવિધિ થશે અને શ્રીફળ સાકરનો પ્રસાદ ધરાવાશે.
સાંજે નવનિર્મિત સત્સંગ ગૃહ નું ઉદ્ઘાટન તારીખ :- ૧૬-૦૨-૨૦૨૨, બુધવાર ને સમય :- ૪-૩૦ કલાકે દાતાશ્રી ના હસ્તે રિબિન કાપવામાં આવશે જેમાં સુશ્રી રાઈબેન કનૈયાલાલ પરમાર અને શ્રી મેહુલભાઈ હેમુભાઈ વાઘેલા દાતાશ્રીઓ પૂજ્ય બળદેવદાસ ગુરૂદેવને પ્રથમ કુમકુમ તિલક અને ફુલહાર કરીને હોલ માં પ્રવેશ કરાવશે. દાતાશ્રી ઓ પૂજ્ય બળદેવદાસ ગુરૂદેવ ને પ્રથમ કુમકુમ તિલક અને ફુલહાર કરીને હોલ માં પ્રવેશ કરાવશે.
જ્યારે પૂજ્ય રામદેવ પીરના ફોટા નું સ્થાપન કરેલ તેનું અનાવરણ પૂજ્ય ગુરૂદેવ અને પ્રમુખ શ્રી રાજેન્દ્ર મહેશ્વરીના કર કમલો થી દિપ પ્રાગટ્ય કરીને કરવામાં આવશે. જય અલખ ધણીની આરતી સમિતિ ના મંત્રી શ્રી નટવરભાઈ ભગાભાઈ વાઘેલા દ્વારા ઉતારવામાં આવશે. (સમુહ ગાન દ્વારા) મલિદો, ગોળ, ધાણા અને પેંડા નો પ્રસાદ ધરાવવામાં આવશે.
જ્યારે બે મુખ્ય દાતાઓનું ફુલહાર થી સ્વાગત, સન્માન ગતગંગા ના પાંચ ગુરૂભાઈઓ દ્વારા કરવામાં આવશે.(૧) શ્રી હીરાલાલ બેચરભાઈ પરમાર (ર) રમેશભાઈ જી. પરમાર (૩) શ્રી ત્રિગુણભાઈ એલ. સોલંકી (૪). શ્રી ભરતભાઈ જી. પરમાર અને (૫). શ્રી પ્રભુદાસ સદાભાઈ લેઉવા કરશે.જ્યારે પૂજ્ય ગુરૂદેવ અને શ્રી અવિચલ સેવા સત્સંગ સમિતિ દ્વારા મુખ્ય બહુમાન કરવામાં આવશે. સમિતિ ને દસ વર્ષ પુરા થયા તે નિમિતે સમિતિ ના પ્રમુખ શ્રી રાજેન્દ્ર ચીમનલાલ મહેશ્વરી નું પૂજ્ય ગુરૂદેવ શાલ ઓઢાડીને બહુમાન કરશે અને સેક્રેટરી શ્રી નટવરભાઈ વાઘેલા નું બહુમાન પૂજ્ય ગુરૂદેવ શાલ ઓઢાડીને કરશે.
મેનેજીંગ ડિરેકટર શ્રી મેહુલકુમાર હેમુભાઈ વાઘેલા નું બહુમાન પ્રમુખ શ્રી રાજેન્દ્ર મહેશ્વરી શાલ ઓઢાડીને કરશે.
મેનેજીંગ ડિરેકટર શ્રી મેહુલકુમાર હેમુભાઈ વાઘેલા નું બહુમાન પ્રમુખ શ્રી રાજેન્દ્ર મહેશ્વરી શાલ ઓઢાડીને કરશે. સત્સંગ હોલ ના લોકાર્પણ નિમિતે અને મહાસુદ-પુનમના પાવન પ્રસંગ ના ભોજન પ્રસાદ મુખ્ય દાતા કલોલ નિવાસી સુશ્રી રાઈબેન કનૈયાલાલ પરમાર અને સુશ્રી પ્રવિણાબેન પ્રવિણભાઈ જાદવ તથા સુશ્રી મંગુબેન બાબુલાલ મકવાણા આ ત્રણ બહેનોનું ફુલહાલ થી સન્માન કરીને ભેટ અર્પણ ગતગંગા ના ગુરૂભાઈઓ કરશે.
પૂજ્ય ગુરૂદેવ ના હસ્તે શાલ થી સન્માન કરવામાં આવશે. (૧) શ્રી પ્રકાશ જી. પરમાર (ર) શ્રી પૂનમભાઈ એસ. પરમાર (૩) શ્રી તુલસીભાઈ વી. સોલંકી, (૪). શ્રી પ્રહલાદભાઈ એસ. મકવાણા, (૫). શ્રી વશરામભાઈ વી. સોલંકી,(૬). શ્રી જીવણભાઈ પી. મકવાણા,(૭). શ્રી શાંતિલાલ આર. સ્વામી (૮). શ્રી મંગળભાઈ વી. સોલંકી અને (૯). શ્રી દિનકરભાઈ એસ. સોલંકીનું સન્માન કરવામાં આવશે.
રાત્રે ૧૧.૦૦ કલાકે નકળંગ જ્યોતપાઠ ના દર્શન તથા ભજન-ર્કિતનનો લાભ સૌ ગુરૂભક્તો તેમજ પધારેલા શ્રદ્ધાળુ ભાવિક ભક્તોને મળશે. દિવ્ય સ્થળ :- શ્રી અવિચળ ધામ, મુ. બાલીસણા, તા.જી. પાટણ નિમંત્રક :- શ્રી અવિચળ સેવા સત્સંગ સમિતિ – બાલીસણા