નેશનલ હ્યુમન રાઈટ્સ ઓર્ગેનાઇઝેશન (એનએચઆરઓ)ની બોર્ડ કમિટીએ અમદાવાદના ડૉ. નઈમ તિરમીઝીની સંસ્થાના ગુજરાત રાજ્યના ચેરમેન તરીકે નિમણુંક કરી છે અને અમદાવાદના ચાર્ટડ એકાઉન્ટન્ટ શ્રી ફેનિલ શાહની વાઇસ-ચેરમેન તરીકે નિમણુંક કરી છે .
રાષ્ટ્રીય શપથ ગ્રહણ સમારોહ અને સંગઠનનું સંમેલન હોટેલ લીલા એમ્બિયન્સ એન્ડ કન્વેન્શન સેન્ટર, દિલ્હી ખાતે યોજાયું હતું.
શ્રી કુલદીપસિંહ ઠાકુર, સ્પે. રેસિડેન્ટ કમિશનર- અંદમાન & નિકોબાર- ભારત સરકાર, જિતેન્દ્ર કુમાર – ફાઉન્ડર-એનએચઆરઓ, ડૉ. અનિલ ચિમ્પા- પ્રેસિડેન્ટ- એનએચઆરઓ, પ્રમુખ, શ્રી રાજીવ કુમાર સોની ડેપ્યુટી ડિરેક્ટર જનરલ (ફોરેન ટ્રેડ) મિનિસ્ટ્રી ઓફ કૉમર્સ & ઇન્ડસ્ટ્રી, મિ. સી.પી. સોની- ડીએનઓ, જનરલ સેક્રેટરી – દિલ્હી, ગૌરવ ગુપ્તા- ચેપટર પ્રેસિડન્ટ ઓફ લાયન્સ ક્લબ, મનીષ કુમાર- ટ્રેઝરર વગેરેએ ડૉ. નઈમ તિરમીઝીને બુકે, સર્ટિફિકેટ, એપોઇન્મેન્ટ લેટર અને આઈડી કાર્ડ અર્પણ કર્યા હતા.
ડૉ. નઈમ તિરમીઝીની નિમણુંક પ્રસંગે શ્રી મામા નાતુંગ (કેબિનેટ મંત્રી ગુજરાત રાજ્ય), પોલીસ ઓફિસર જેલર વિજયકુમાર મૌર્ય, રિતિકા શાહ (કેબિનેટ પ્રેસિડેન્ટ વેસ્ટ ઝોને) અને અન્યો એ તેમને શુભેચ્છા પાઠવી હતી.