ભારતમાં તેના પ્રથમ કેસમાં, એચસીજીહોસ્પિટલ્સના ડોકટરોએ મિનિમલી ઇન્વેસિવ ટેકનીકનો ઉપયોગ કરીને જટિલ ટ્રિપલ વાલ્વ રિપ્લેસમેન્ટ સર્જરી સફળતાપૂર્વક હાથ ધરી હતી.નિષ્ણાતોએ મિટ્રલ, એઓર્ટિક વાલ્વ અને હૃદયના ટ્રિકસપિડ વાલ્વ રોગની ગંભીર સંકુચિતતાથી પીડાતી 61 વર્ષની વયની મહિલા દર્દીના હૃદયના ત્રણ વાલ્વને યાંત્રિક વાલ્વ સાથે બદલ્યા. આ સિદ્ધિ ડૉ. બ્રજમોહન સિંહ, ડૉ. જય શાહ અને એચસીજીહોસ્પિટલ્સના ડૉક્ટરોની ટીમે કરી હતી.
દર્દી શ્રીમતી લલિતાબેન પટેલ થાક અને ધબકારા સાથે ડિસપનિયા (મુશ્કેલ અથવા કઠોર શ્વાસ લેવામાં)ની તકલીફ સાથે હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. તેમના પાછલા ઈતિહાસને તપાસવા પર, એવું જણાયું હતું કે લલિતાબેનને ભૂતકાળમાં ક્યારેય હૃદય સંબંધિત કોઈ સમસ્યા કે સર્જરી થઈ નથી. 2ડીઇકોકાર્ડિયોગ્રાફી હાથ ધરવા પર 2ડીએ ગંભીર મિટ્રલ સ્ટેનોસિસ (મિટ્રલ વાલ્વનું સંકુચિત થવું), સીવીયર એઓર્ટિક સ્ટેનોસિસ (વાલ્વનું સંકુચિત થવું), સીવીયર ટ્રિકસપિડ વાલ્વ રિગર્ગિટેશન સાથે કાર્બનિક ટ્રિકસપિડ વાલ્વ રોગ અને ગંભીર પલ્મોનરી ધમની હાયપરટેન્શન અને ઈસીજીદ્વારા દર્શાવવામાં આવેલા આર્ટરલ વાલ્વ નિયંત્રણ દર સાથે દર્શાવ્યુ હતુ. સામાન્ય રીતે, હૃદયના સ્ટેનોસિસથી પીડાતા દર્દીઓનું વજન ધીમે ધીમે ઘટે છે, પરંતુ લલિતાબેનનો કેસ અનોખો હતો કારણ કે તેણીએ આ સ્થિતિને કારણે મોટા પ્રમાણમાં વજન ગુમાવ્યું હતું અને જ્યારે તેણી એચસીજીહોસ્પિટલ્સમાં આવ્યા ત્યારે તેમનું વજન માત્ર 32 કિલો હતું.
61 વર્ષીય લલિતાબેનનું વજન માત્ર 32 કિલો હતું, તે મુખ્ય જોખમી પરિબળોને ધ્યાનમાં રાખીને સર્જિકલ પ્રક્રિયા જટિલ સાબિત થઈ.ઓર્ગેનિક ટ્રિકસપીડ ડિસીઝ ઓફ રિગર્ગિટેશન ધરાવતા દર્દીઓ જવલ્લે જોવા મળે છે, અને તેના કારણે હૃદયના ત્રણેય મુખ્ય વાલ્વ બદલવામાં આવ્યા. આ સંભવિત જોખમી પરિબળો અને ગૂંચવણોને ધ્યાનમાં રાખીને, ડૉ. બ્રજમોહન સિંઘ અને તેમની ટીમે ટ્રિપલ વાલ્વ રિપ્લેસમેન્ટ માટે ન્યૂનતમ આક્રમક તકનીક (મિનિમલી ઇન્વેસિવ ટેકનીક) દ્વારા દર્દીનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું. દર્દીની ઉંમર અને વજનને ધ્યાનમાં રાખીને સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. દર્દીની સ્થિતિને કારણે, ઓપન હાર્ટ સર્જરી જીવલેણ સાબિત થઈ શકે છે અને વધુ જટિલતાઓ અને પીડા તરફ દોરી શકે છે. બીજી તરફ, મિનિમલી ઇન્વેસિવ સર્જરી, દર્દીને પ્રારંભિક તબક્કે એકત્ર કરી શકે છે અને તે શસ્ત્રક્રિયા પછીની બિમારીને પણ ઘટાડે છે, આમ મૃત્યુનું જોખમ ઘટાડે છે.
આ કેસ પર ટિપ્પણી કરતાં, ડૉ. બ્રજમોહન સિંઘ, ડાયરેક્ટર- કાર્ડિયાક સર્જરી વિભાગ, એચસીજીગ્રુપ ઑફ હોસ્પિટલ્સ ગુજરાતે જણાવ્યું, “પ્રથમ વખત, અમે હૃદયના ત્રણેય મુખ્ય વાલ્વને બદલીને મિકેનિકલ મેટલ વાલ્વ બદલ્યા છે. ટ્રીકસ્પીડ વાલ્વનું ક્ષતિગ્રસ્ત થવું એ ખૂબ જ દુર્લભ દ્રશ્ય છે. સામાન્ય રીતે, હૃદયના વાલ્વને બદલવા માટે સ્ટર્નમની નજીક એક મોટું ઓપનિંગ કરીને ઓપરેશન કરવામાં આવે છે, પરંતુ લલિતાબેનના કિસ્સામાંઆ શક્ય ન હતું. બિમારીને ટાળવા માટે ચેપગ્રસ્ત વાલ્વને યાંત્રિક ધાતુના વાલ્વથી બદલવા માટે મિનિમલી ઇન્વેસિવ સર્જરી હાથ ધરવામાં આવી હતી અને તે સફળ રહી હતી. આ તમામને સફળ બનાવવા માટે હું મારી સમગ્ર ટીમનો આભાર માનું છું અને અભિનંદન આપવા માંગુ છું.”
એચસીજી હોસ્પિટલ્સ, અમદાવાદ ખાતેના ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. જય શાહેજણાવ્યું, “શ્રીમતી લલિતાબેનની શરૂઆતમાં શ્વાસ લેવામાં તકલીફ અને વધતા ધબકારા માટે તપાસવામાં આવી હતી અને બાદમાં તેમનું મલ્ટીપલ વાલ્વ ડિસીઝ હોવાનું નિદાન થયું હતું. તેણી મિટ્રલ, એઓર્ટિક સ્ટેનોસિસ અને ઓર્ગેનિક ટ્રીકસ્પિડ વાલ્વ રોગથી પીડિત હતા. શ્રેષ્ઠ મેડિકલ મેનેજમેન્ટ બાદ અને દર્દીની ઉંમર અને શરીરના ઓછા વજનને ધ્યાનમાં રાખીને તેમને સર્જિકલ હસ્તક્ષેપ માટે ડૉ. બ્રજમોહન પાસે મોકલવામાં આવ્યા હતા. ટ્રિપલ વાલ્વ રિપ્લેસમેન્ટ સર્જરી સાથે તેમના એમઆઇસીએએસ (MICAS)બાદ તેણી સારા પ્રોસ્થેટિક વાલ્વ ફંક્શન સાથે સારી રીતે સ્વસ્થ થઈ ગઈ છે અને હવે તેણી ક્લોઝ ફોલો-અપ હેઠળ છે.”
આ પ્રસંગે બોલતા, એચસીજી હોસ્પિટલ અમદાવાદના ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રી બીરસિંહ ચૌધરીએ જણાવ્યું, “એચસીજીદર્દીઓ માટે નવીનતમ અને શ્રેષ્ઠ સારવાર પરિણામો પ્રદાન કરવામાં સતત મોખરે છે. હું આ જટિલ સર્જરીને પૂર્ણ કરવાના કાર્યમાં સામેલ સમગ્ર ટીમને અભિનંદન આપવા માંગુ છું. અમારા કાર્ડિયોલોજિસ્ટ્સની ટીમને મારા ખાસ અભિનંદન છે, જેમણે આ શસ્ત્રક્રિયાની સફળતામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે, પ્રક્રિયા પછી પણ કાર્ડિયોલોજિસ્ટ્સ વિવિધ ઉચ્ચ મશીનોના માધ્યમથી હૃદયની સ્થિતિનું સતત નિરીક્ષણ કરે છે. હેલ્થકેર ઉદ્યોગ સતત વિકસિત થઈ રહ્યો છે, અને એચસીજીજરૂરી જરૂરિયાતોને અનુરૂપ નવીનતમ સાધનો અને સંશોધનાત્મક સર્જિકલ પ્રક્રિયાઓને અનુકૂલિત કરવા અને અમલમાં મૂકવા માટે પરિવર્તન કરી રહ્યું છે. અમે ભારતમાં આ પ્રકારની પ્રથમ સર્જરી કરીને અમારી તબીબી કૌશલ્યની રૂપરેખા આપી છે.”
ડોકટરોનો આભાર માનતા દર્દીએ જણાવ્યું, “આ સ્થિતિએ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી કરી અને મેં બધી આશા ગુમાવી દીધી હતી. એચસીજી ખાતેના ડૉ. બ્રજમોહન સિંઘ, ડૉ. જય શાહ અને ડૉક્ટરોની ટીમે આ સર્જરીના માધ્યમથી મારા વિશ્વાસમાં પ્રાણ ફૂંક્યા. હું એચસીજીહોસ્પિટલ્સના તમામ ડોકટરોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગુ છું કે તેમણે મને આ બીમારીની અણીમાંથી પાછી જીવિત કરી.”
About HCG Hospitals, Ahmedabad
HCG Hospitals, Ahmedabad is one of the most trusted and best hospitals in Ahmedabad. We are committed to providing quality healthcare services to the patients to restore their health as swiftly as possible. This unit was established in 2007, on the principles of compassion, caring and community partnership. We serve a wide – range of medical needs with the highest level of know-how and healthcare across the region. We strive to find innovative ways to enhance our quality in patient care by setting exceptional standards, 360* care, optimal cure and highest comfort with the help of latest technology and state-of-the-art facilities at affordable prices. With our Six Centers of Excellence (Cardiac Care , Bone and Joint Care , Neuroscience , Digestive Care , Uro and Nephro Care , Emergency and Critical Care), we ensure our commitment of delivering quality care is met every single time, keeping patient care and comfort right at the centre of our delivery process.