અહીં પાંચ કારણો છે, જે ફેમિલી એન્ટરટેનરને મસ્ટ-વૉચ બનાવે છે!
1) ‘વ્હાલમ જાઓ ને…’ ફિલ્મને તેનું શીર્ષક કેવી રીતે મળ્યું!
‘વ્હાલમ જાઓ ને’ પ્રતિભાશાળી પાવરહાઉસ કલાકારો સાથેની એક પારિવારિક ફિલ્મ છે, ફિલ્મને મુખ્ય કલાકારોના પાત્રાલેખન અને તેમના લક્ષણોને અનુરૂપ પોતાનું શીર્ષક મળ્યું છે અને પ્રતિક ગાંધી દ્વારા ભજવવામાં આવેલા સુમિત ગાંધીના સ્વભાવ અને તેમની વિચાર પ્રક્રિયાને એક પંક્તિમાં પ્રતિબિંબિત કરે છે.
2) ગુજરાતી સિનેમાના 10 દિગ્ગજ કલાકારો!
‘વ્હાલમ જાઓ ને’એક સંપૂર્ણ પારિવારિક મનોરંજન છે અને પ્રથમ વખત ગુજરાતી ફિલ્મ અને થિયેટર ઉદ્યોગના 10 દિગ્ગજ કલાકારો એક સાથે આવ્યા છે; દરેક પાત્ર વિશેષ છે અને તેમની પડકારજનક ભૂમિકાઓને સૌથી યથાર્થ રીતે રજૂ કરી છે, એક સંપૂર્ણ કોમેડી જે દરેકને પેટ પકડીને હસાવવાની ખાતરી આપે છે. ‘વ્હાલમ જાઓ ને’ દિગ્ગજોમાં – પ્રતિક ગાંધી, દીક્ષા જોષી સાથે ટીકુ તલસાણિયા, સંજય ગોરાડિયા, જયેશ મોરે, ઓજસ રાવલ, કવિન દવે, કિંજલ પંડ્યા, બિંદા રાવલ અને પ્રતાપ સચદેવ શામેલ છે.
3) પ્રતિક ગાંધી ફરી પોતાના મૂળ તરફ!
પ્રતિક ગાંધી લગભગ ત્રણ વર્ષના લાંબા ગાળા પછી ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે, જે તેમના સ્થાનિક ચાહકો માટે એક મોટી ટ્રીટ છે! ‘વ્હાલમ જાઓ ને’માં પ્રતિક એક સંગીતકારની ભૂમિકા ભજવે છે અને રણવીર સિંહની સ્ટાઈલિસ્ટ બનવા માંગતી એક શ્રીમંત એનઆરઆઈઉદ્યોગપતિની ફેશન ડિઝાઇનર પુત્રી દીક્ષા જોશીના પ્રેમમાં પડે છે.
4) આ એક હેટ્રિક છે! ‘વ્હાલમ જાઓ ને’ પ્રતિક ગાંધી અને હાર્દિક ગજ્જરની એકસાથે ત્રીજી ફિલ્મ છે.
બે સફળ હિન્દી ફિલ્મો બાદ,દિગ્દર્શક હાર્દિક ગજ્જરે ગુજરાતી સિનેમામાં પ્રવેશ કર્યો. હાર્દિકની સેન્સ ઑફ હ્યુમર ખૂબ જ સારી છે અને તેઓ એક સંપૂર્ણ એન્ટરટેનર બનાવવાનું વિચારી રહ્યા હતા. પરફેક્ટ ફેમિલી કોમેડી માટેની તેમની શોધનો અંત આવ્યો,જ્યારે તેમણે ‘વ્હાલમ જાઓ ને’ની સ્ક્રિપ્ટ સાંભળી અને પ્રતિક ગાંધી કે જેમની સાથે તેઓ ઘનિષ્ઠ મિત્રતા ધરાવે તેમને પોતાની સાથે લીધા અને એકસાથેત્રીજી ફિલ્મ ચિહ્નિત કરી.
5) મ્યુઝિક આ ફેમિલી એન્ટરટેઇનરમાં ‘તડકો’ ઉમેરે છે!
ફિલ્મમાં સફળ જોડી સચિન-જીગર દ્વારા સંગીત આપવામાં આવ્યું છે, જેમણે હિન્દી અને ગુજરાતી સિનેમા માટે અનેક હિટ ટ્રેક કમ્પોઝ કર્યા છે. સચિન-જીગરે
ફિલ્મમાં દરેક કલાકારોએ તનતોડ થી મહેનત કરી છે પ્રતિક ગાંઘી,ટીકુજી,સંજયજી,કવિન દવે અને અભિનેત્રી દિક્ષા જોશી જેવા કલાકારો પોતાની દમદાર એક્ટિંગ થી પડદા પર છવાઈ જાય છે..
Newsaaspaas તરફથી 5 માંથી 4.00 આપવામાં આવે છે. મૂવીની લેન્થ થોડી નાની હોત તો વધારે સારું રહ્યું હોત