અમદાવાદ: ભારતની અગ્રણી કોમર્શિયલ ઇલેક્ટ્રિક વાહન નિર્માતા અલ્ટિગ્રીને 10 નવેમ્બર 2022ના રોજ અમદાવાદમાં તેના તદ્દન નવા રિટેલ એક્સપીરિયંસ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. 2 મહિનાના ગાળામાં ભારતમાં આ કંપનીની સાતમી રિટેલ ડીલરશિપ છે. કંપનીના જણાવ્યા મુજબ, એક્સપીરિયંસ સેન્ટર ઈવી ઉત્સાહીઓને અલ્ટિગ્રીનની ઇલેક્ટ્રિક કાર્ગો વાહનોની શ્રેણી સુધી પહોંચવાની મંજૂરી આપશે. પાર્ટનરશીપ માટેઅલ્ટિગ્રીને ગુજરાતમાં સૌથી વિશ્વસનીય અને અનુભવી નામો પૈકી એક ગાર્નેટ મોટર્સ (ગ્રીન) પ્રાઇવેટ લિમિટેડ સાથે જવાનો વિકલ્પ પસંદ કર્યોં. અલ્ટિગ્રીન રિટેલ એક્સપિરિયન્સ સેન્ટરઅમદાવાદમાં સરખેજ ખાતે સ્થિત છે.
અલ્ટિગ્રીનના ફાઉન્ડર અને સીઈઓ ડૉ. અમિતાભ સરને જણાવ્યું, “અમદાવાદમાં આ નવા રિટેલ એક્સપિરિયન્સ સેન્ટરની શરૂઆત સાથેઅમે દેશમાં કોમર્શિયલ ઇલેક્ટ્રિક વ્હીકલની વધતી માંગને પહોંચી વળવા માટે સતત મજબૂત રાષ્ટ્રવ્યાપી નેટવર્ક બનાવી રહ્યા છીએ. એક સ્વદેશી કંપની તરીકે, અમે મેડ ઈન ઈન્ડિયા ઉત્પાદનોને વિતરીત કરવા પર ખૂબ ગર્વ અનુભવીએ છીએ. અમે અમારા ઉત્પાદન અને આર એન્ડ ડી ક્ષમતાઓને મજબૂત કરવા માટે નોંધપાત્ર રોકાણ કરી રહ્યા છીએ, જ્યારે સૌથી શ્રેષ્ઠ અને સ્વચ્છ અંતિમ માઇલ પરિવહન પુરૂં પાડવા માટે એક મજબૂત સમગ્ર ભારતમાં વિતરણ નેટવર્ક વિકસાવી રહ્યા છીએ. અમે અમદાવાદમાં ગાર્નેટ મોટર્સ (ગ્રીન) પ્રાઇવેટ લિમિટેડ સાથે ભાગીદારી કરીને અને બહુવિધ વાહનોની શ્રેણીઓમાં વિશ્વ-સ્તરના ઉત્પાદનોનેવિતરણ કરીને ખુશ છીએ.”
આ પ્રસંગે બોલતાગાર્નેટ મોટર્સ (ગ્રીન) પ્રાઈવેટ લિમિટેડના ફાઉન્ડર શ્રી કરનૈલ સિંહ ચીમાએજણાવ્યું, “ભારતમાં,પરિવહન ક્ષેત્ર કાર્બન ઉત્સર્જનના સૌથી મોટા પરિમાણ પૈકીનું એક છે,જે બાબતે ઘણા નિષ્ણાતો માને છે કે તે આબોહવા પરિવર્તનને વેગ આપે છે. અમે એક રાષ્ટ્ર તરીકે સામૂહિક રીતે પરિવહનને ડીકાર્બોનાઇઝ કરવામાં પ્રગતિ કરીએ છીએ, આ પ્રક્રિયામાં અલ્ટિગ્રીન જેવી કંપનીઓ મહત્વની ભૂમિકા ભજવે છે. ઈલેક્ટ્રિક ફ્લીટ વાહનોમાં સંક્રમણ કરીને ગ્રાહકો તેમના કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવામાં મોટો ફાળો આપી શકે છે. અમે અમદાવાદમાં આ નવું રિટેલ એક્સપિરિયન્સ સેન્ટર મેળવીને ખૂબ જ આનંદિત છીએ અને અમને આશા છે કે વધુ ગ્રાહકો ઇલેક્ટ્રિક વ્હીકલપર સ્વિચ કરવાનું મૂલ્ય જોશે.”
મુંબઈ, દિલ્હી, બેંગ્લોર અને હૈદરાબાદ જેવા શહેરોમાં સફળતાપૂર્વક વિસ્તરણ કર્યા બાદ,કંપની અમદાવાદમાં પોતાના પદચિહ્નને વિસ્તારવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે
આ રિટેલ ડીલરશીપની શરૂઆત સાથેઅલ્ટિગ્રીનતેના ગ્રાહકોને વિશ્વસ્તરીય અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ઉન્નત અને અગાઉ ક્યારેય ન જોયેલો અનુભવ પુરો પાડવાનીપોતાની પ્રતિબદ્ધતા જાળવી રાખે છે. ડીલરશીપના દરેક તત્વને વિશેષ રીતે ઓટોરિક્ષા ચાલકો, નાના વેપારી માલિકો અને જીવનના તમામ ક્ષેત્રના લોકો સહિતના તમામ લોકો માટે આવકારદાયક અનુભૂતિ આપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. અલ્ટિગ્રીને તેની ખાતરી કરવા કોઈ કસર છોડી નથી કે ડીલરશીપ કંપનીના આદર અને સહાનુભૂતિના સિદ્ધાંતને પ્રતિબિંબિત કરે છે અને પારદર્શક સંવાદ દ્વારા ગ્રાહકોનો વિશ્વાસ સંપાદિત કરવાનો પ્રયાસ છે.
ગુજરાત સરકાર,તેના ઈવીનીતિ પ્રોત્સાહનો દ્વારાગતિશીલતાના વિદ્યુતીકરણના રાષ્ટ્રના ધ્યેય તરફ કૂચ કરી રહેલા ભારતના અગ્રણી રાજ્યો પૈકીનું એક છે. પ્રથમવાર લાભ લઇ રહેલા લોકો માટેગુજરાત સરકારની ઇવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની નીતિ 2 વ્હીલર્સ, 3 વ્હીલર્સ, 4 વ્હીલર્સ માટે પ્રથમ 250 કોમર્શિયલ પબ્લિક ઇવી ચાર્જિંગ સ્ટેશનો માટે સાધનો/મશીનરી (સ્ટેશન દીઠ રૂ. 10 લાખ સુધી મર્યાદિત) પર 25% મૂડી સબસિડી પ્રદાન કરે છે. રાજ્ય સરકારે 2025 સુધી ઈવીચાર્જિંગ સ્ટેશનોને 100% વીજ શુલ્ક મુક્તિનું વચન આપ્યું છે. તે ઉપરાંત, રાજ્ય વિતરણ પરવાનાધારકો (ડિસ્કોમ્સ) વર્તમાન ટેરિફ પર ગ્રાહકના હાલના કનેક્શનમાંથી ઇલેક્ટ્રિક વ્હીકલચાર્જ કરવાની મંજૂરી આપશે.
બેંગલુરૂ સ્થિત કંપની અલ્ટિગ્રીન સતત નવીનતા દ્વારા તેની ક્ષમતાઓમાં વધારો કરી રહી છે અને સમગ્ર ભારતમાં તેની હાજરીને વિસ્તૃત કરવા અને વધતી માંગને પહોંચી વળવા આક્રમક વિસ્તરણ યોજના ધરાવે છે. અલ્ટિગ્રીનની પ્રોડક્ટ ઓફર ચાર મજબૂત સ્તંભો પર ઊભી છે: સૌથી લાંબી રેન્જ, સૌથી મોટી વોલ્યુમેટ્રિક ક્ષમતા, સૌથી વધુ ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને સૌથી વધુ ટોર્ક. કંપનીના કોમર્શિયલ ઇલેક્ટ્રિક 3Wઓફર કરતી neEVએ તાજેતરમાં કર્ણાટકના બે પ્રતિષ્ઠિત સ્થળો એટલે કે મૈસુર પેલેસ અને બેંગ્લોર પેલેસ વચ્ચે લગભગ છ કલાકમાં સિંગલ ચાર્જ પર 150+ કિલોમીટરની ઇન્ટરસિટી ડ્રાઇવ પૂર્ણ કરવાની સિદ્ધિ હાંસલ કરી છે. વધુમાં, કંપનીએ તાજેતરમાં બેંગલુરૂમાં જ 100થી વધુ ચાર્જર ઓફર કરતી વખતે સૌથી ઝડપી ચાર્જ થયેલ 3-વ્હીલર લોન્ચ કરવા માટે ભાગીદારીની જાહેરાત કરી હતી.