કલાકારો સોલો એક્ઝિબિશન કે ગ્રુપ એક્ઝિબિશન માટે બૂથને બુક કરાવી શકે છે
ધ આર્ટ ફેર (ટીએએફ)નું મિશન ગુણવત્તાયુક્ત સાર્વજનિક કલા માટેનું મંચની રચના કરી કલાને નિહાળવા અને ખરીદીના પ્રકારને લોકતંત્રીય બનાવવા ઉપરાંત કલા ખરીદદારો, આર્ટ ગેલેરીઓ, આર્ટ ડીલર્સ, કલાકારો, આર્ટ કલેક્ટર્સ અને નિષ્ણાતો વચ્ચે સહયોગ અને નેટવર્કિંગની સુવિધા પુરી પાડવાનું છે. ધ આર્ટ ફેર આર્ટ માર્કેટમાં તમામ હિતધારકોને એક છત નીચે એકસાથે લાવે છે. ધ આર્ટ ફેર (ટીએએફ) લગભગ 15 આર્ટ ગેલેરીઓ અને સમગ્ર ભારતમાંથી લગભગ 150 કલાકારો ધરાવે છે, જે વિવિધ કલાકારો દ્વારા પેઇન્ટિંગ્સ, ડ્રોઈંગ્સ, શિલ્પો, સ્થાપનો, પ્રિન્ટ્સ, ફોટોગ્રાફી અને ડિજિટલ આર્ટ સહિત આધુનિક અને સમકાલીન કલાની શ્રેણીનું પ્રદર્શન કરે છે. કલાકારો તેમના સોલો શો અને ગ્રુપ એક્ઝિબિશન માટે ટીએએફ, અમદાવાદ, ગુજરાત ખાતે પોતાના બૂથોને બુક કરાવી શકે છે. આ આર્ટ ફેરના મુખ્ય આયોજક શ્રી સુરજ લહેરું અને શ્રી રવિન્દ્ર મારાડીયા છે.
અમદાવાદ ખાતે ધ આર્ટ ફેરના આયોજક શ્રી રવિન્દ્ર મારાડીયા જણાવ્યું, “આપણે બધા જાણીએ છીએ કે છેલ્લા બે વર્ષના રોગચાળાના સમયગાળા દરમિયાન મોટાભાગના કલાકારોએ ઘણું સહન કર્યું છે. અમારો પ્રસ્તાવ આ કલાકારોને આમંત્રિત કરવાનો છે અને તેઓને ખૂબ જ નજીવી કિંમતે પ્રથમ કક્ષાની પ્રદર્શન જગ્યા પૂરી પાડવાનો છે. કલાકારની પસંદગી માત્ર મેરિટના આધારે થશે. ધ આર્ટ ફેર પ્રદર્શનના દિવસો દરમિયાન તમામ ભોજનની સાથેસાથે તેમને યોગ્ય હોટલમાં મફત રોકાણ આપવાનો પણ અમે ઇરાદો ધરાવે છે.”
જેએસ આર્ટ ગેલેરીના ડાયરેક્ટર અને ધ આર્ટ ફેરના આયોજક સૂરજ લાહેરૂએ આયોજન વિશે જણાવ્યું, “અમે જાણીએ છીએ કે ભારતીય કલા અને કલાકારોને પ્રોત્સાહિત કરવા માટે આ પ્રકારની આર્ટ ઈવેન્ટને સમર્થન આપવા માટે ઘણા બધા કલાપ્રેમીઓ અને કલાપારખુઓ છે. અમે અમદાવાદમાં ગુરૂવારથી રવિવાર (ચાર દિવસ) દરમિયાન 15થી 18 ડિસેમ્બર, 2022 દરમિયાન આઈસીએસી આર્ટ ગેલેરી, એએમસી ગ્રાઉન્ડ્સ, મોન્ડેલ હાઇટ્સની પાછળ, આશાવરી ટાવર રોડ, રામદેવનગર, અમદાવાદ – 380015 ખાતે આર્ટ ફેર યોજવાની દરખાસ્ત કરી રહ્યાં છે. ”
કેટલાક કલા પારખુઓ સાથે મળીને ધ આર્ટ ફેર યોજવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં દેશભરમાંથી લગભગ 150 વિઝ્યુઅલ કલાકારોની સહભાગિતા હશે અને તેઓ તેમની કૃતિઓનું રજૂઆત અને પ્રદર્શન કરશે.
કેટલીક મુખ્ય આર્ટ ગેલેરીઓ કે જેમણે તેમની સહભાગિતાની પુષ્ટિ કરી દીધી છે, તેમાં કાલનેરી આર્ટ ગેલેરી – જયપુર, એમિનેન્ટ આર્ટ ગેલેરી – દિલ્હી, ગેલેરી 16 – દિલ્હી, આર્ટીસન આર્ટ ગેલેરી – કોલકાતા, આર્ટિક્વેસ્ટ આર્ટ ગેલેરી – મુંબઈ, મોહન આર્ટ ગેલેરી – મુંબઈ સહિતનાનો સમાવેશ થાય છે, જ્યારે ભાગ લેનારા કેટલાંક કલાકારો મનોજ આહર, પ્રણવ સાહા, શ્રુતિ ગોએન્કા, મનોજ દાસ, નીતા દેસાઈ, શંકરી મિત્રા, મનીષ રાવ, સુરેશ પરિહાર, રવિન્દ્ર ગુપ્તા, પલાશ હલદર સહિતનાઓ વરિષ્ઠ કલાકાર વસીમ કપૂરને વિશેષ શ્રદ્ધાંજલિ આર્પિત રહ્યા છીએ.
આ ફેર 100% સ્વયંસેવકો દ્વારા ચલાવવામાં આવે છે. તમામ ઉંમરના 100થી વધુ સમુદાયના સભ્યો પરિવર્તનનું સર્જન કરે છે. સ્થાનિક સ્વયંસેવકો કામ કરે છે અને તેઓ આખું વર્ષ આ સપ્તાહાંતની આતુરતાથી રાહ જુએ છે, આ જ કારણ છે કે મેળામાં પ્રવેશતા જ તમને નકશો આપનારી વ્યક્તિ સ્મિત સાથે સ્વાગત કરી રહી છે અને શા માટે ગ્રીલ પર લોકો હસતા અને નાચી રહ્યા છે, કારણકે તેઓ હજારો બર્ગર પીરસી રહ્યાં છે. ફેરમાં જનારા લોકો આયોજકોને જણાવે છે કે આ આનંદી અને ઉત્સાહી છે. મુલાકાતીઓ ફેર ગ્રાઉન્ડ ખાતે અને આસપાસના આરક્ષિત પાર્કિંગમાં પણ નજીકના નિયુક્ત સ્થળોએ પાર્ક કરી શકે છે.
શ્રીમતી અનુરીતા રાઠોડ કે જેઓ અમદાવાદમાં ધ આર્ટ ફેરનું આયોજન કરનાર પ્રથમ વ્યક્તિ હતા, તેઓ ધ આર્ટ ફેરનું સંચાલન કરશે.
આર્ટ ફેરનું આયોજન આઈસીએસી (ઇન્ટરનેશનલ ક્રિએટિવ આર્ટ સેન્ટર), જેણે ભારતીય કલાકારોને પ્રોત્સાહન આપવા માટે ભારતમાં તેમજ વિદેશમાં આવા અનેક આર્ટ ફેર, આર્ટ કેમ્પ અને પ્રદર્શનોનું આયોજન કર્યું છે અને જેએસ આર્ટ ગેલેરીના ડાયરેક્ટર સૂરજ લાહેરૂ કે જેઓ ભારત અને વિદેશના વિવિધ ભાગોમાં ગ્રુપ આર્ટ એક્ઝિબિશનમાં ટ્રેડિંગ અને હેન્ડલિંગના ક્ષેત્રમાં દાયકાઓથી સક્રિય છે અને અત્યાર સુધીમાં ‘અડધી સદી’ કરતાં વધુ કલા શોનું સફળતાપૂર્વક ક્યુરેટ કર્યું છે અને આયોજન કર્યું છે, જેના કારણે તેમને આર્ટના આશ્રયદાતાઓ, નિષ્ણાતો તેમજ વિશ્વની ભારતીય કલાના આર્ટ કલેક્ટર્સ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ અને પ્રશંસા પ્રાપ્ત થઈ છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે.
35000થી વધુ ફેસબુક ફોલોઅર્સ અને લગભગ 1.5 લાખ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ પર સોશિયલ મીડિયા પ્રમોશન. કાર્યક્રમ દરમિયાન ભાગ લેનાર કલાકારો અને મહેમાન કલાકારોને પ્રમાણપત્રો આપવામાં આવશે. યુટ્યુબ અને અન્ય તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી પ્રમોશન કરવામાં આવશે. તમામ કલાકારો સહિતનાઓની કેટલોગ બનાવવામાં આવશે. ભાગ લેનાર કલાકારો અને અતિથિ કલાકારોને સન્માન પ્રમાણપત્ર સાથે ટ્રોફી અથવા સ્મૃતિ ચિહ્ન આફવામાં આવશે.
પ્રદર્શનકારીઓની પસંદગીની અંતિમ યાદી | 15 નવેમ્બર, 2022 |
બુથ ઇન્સ્ટોલેશન | 14 ડિસેમ્બર, 2022, સાંજે 4 કલાકથી |
વીઆઈપી પ્રીવ્યૂ | 15 ડિસેમ્બર, 2022, સવારે 11 કલાકથી સાંજના 4 કલાક સુધી |
જાહેર જનતા માટે ખુલ્લું | 15 ડિસેમ્બર, 2022, સાંજે 4 કલાકથી 8 કલાક સુધી |
જાહેર જનતા માટે ખુલ્લું | 16-18 ડિસેમ્બર, 2022, સવારે 11 કલાકથી સાંજના 8 કલાક સુધી |
આર્ટ ફેરનું સમાપન | 18 ડિસેમ્બર, 2022, સાંજે 8 કલાકે |
બૂથનું વિસર્જન | 19મી ડિસેમ્બર, 2022, મધ્ય રાત્રિ સુધી |