આંદામાન નિકોબાર ટાપુથી ચેન્નઈને દરિયાની અંદરથી એક ઓપ્ટિકલ ફાઇબર લિંક દ્વારા જોડવામાં આવ્યા છે. સબમરીન કેબલ કનેક્ટિવિટી પ્રોજેક્ટનું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યુ હતુ.
ભારતે આત્મનિર્ભરતા દાખવતા પોતાની જાતે ચેન્નઈથી આંદામાન નિકોબાર ટાપુના પોર્ટ બ્લેયર સુધી દરિયાની અંદર અંડર સી કેબલ લિંક તૈયાર કરી લીધી છે. જેનાથી હવે દરિયા નીચે ઓપ્ટિકલ ફાઇબર બિછાવવા માટે ભારતને હવે કોઈ દેશની જરુરિયાત નથી. 2300 કિલોમીટર લાંબા આ કેબલ લિંકનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે કર્યુ હતુ. આ કેબલના કારણે ભારતીય ટાપુઓ પર ઇન્ટેનેટ કનેક્ટિવિટી ખૂબ જ સુલભ બની જશે. આ કેબલ લિંક ચેન્નઈ અને પોર્ટ બ્લેયર વચ્ચે 2×200 ગીગાબિટ પર સેકન્ડ (Gbps)ની બેન્ડવિથ આપશે. પોર્ટ બ્લેયર અને બાકીના આયલેન્ડ વચ્ચે બેન્ડવિથ 2×100 Gbps રહેશે.
આ કેબલ્સ મારફત વધુમાં વધુ 400 Gbpsની સ્પીડ મળશે. એટલે કે તમે 4K ફોરમેટમાં 2 કલાકની મૂવી ડાઉનલોડ કરવા માગો છો જે લગભગ 160GB ની છે તો તેને ફક્ત 2-3 સેકન્ડ જ લાગશે. એટલા જ સમયમાં 40000 જેટલા સોંગ પણ ડાઉનલોડ થઈ શકે છે. આ પ્રોજેક્ટ માટે 3 વર્ષ પહેલા પીએમ મોદીએ ખાતમૂહૂર્ત કરીને શરુઆત કરાવી હતી. હવે આજે તેઓ આ પ્રોજેક્ટના પૂર્ણ થવા પર તેનું ઉદ્ઘાટન કરીને દેશને સમર્પિત કરશેદરિયામાં કેબલ પાથરવા માટે ખાસ પ્રકારના જહાજોનો ઉપયોગ કરવામાં આવે છે. આ જહાજ પોતાની સાથે પોતાની સાથે 2000 કિમી લાંબો કેબલ લઈ જઈ શકે છે. જ્યાંથી કેબલ પાથરવાની શરુઆત કરવામાં આવે છે ત્યાંથી દરિયાની અંદર એક હળ જેવા ઉપકરણને નાખીને તેનો ઉપયોગ થાય છે.આ ઉપકરણ જહાજની સાથે સાથે ચાલીને કેબલને પાથરે છે.