ગુજરાતમાં ભાજપના નેતા અને પુર્વ ગૃહ પ્રધાન ગોરધન ઝડફિયાની હત્યાના ષડયંત્રનો એટીએસ- એન્ટી ટેરરીસ્ટ સ્કવોર્ડે પર્દાફાશ કર્યો છે. મહારાષ્ટ્રથી ભાજપના નેતા ગોરધન ઝડફિયાને મારવા માટે આવેલો મહંમદ રફીક નામનો શાર્પશૂટર પકડાયો હતો. શાર્પશુટરની અટકાયત કરી તેની પુછપરછ કરવામાં આવી છે. શાર્પશુટરના છોટા શકિલ કનેકશને અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.
મંગળવારે અમદાવાદની રિલીઝ રોડ પર આવેલ વિનસ હોટલમાં શાર્પશૂટર રોકાયો હતો. જેને પકડવા ગયેલા ગુજરાત એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. ગુજરાત એટીએસની ટીમને બાતમી મળી હતી, જેના બાદ છાપામારી કરવામાં આવી હતી, આ સમયે શાર્પ શૂટરે ટીમ પર ફાયરિંગ કર્યું છે. જોકે, આ શાર્પશૂટર કોઈ રાજકીય નેતાની હત્યા કરવા માટે ગુજરાત આવ્યો હોય તેવો ખુલાસો થયો હતો. જેમાં નેતા ગોરધન ઝડફિયાનું નામ સામે આવ્યું છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કેબિનેટમાંથી બહાર નીકળી પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા સાથે વાતચીત કરી હતી. ગોરધન ઝડફિયા સોમનાથના પ્રવાસે સોમનાથમાં સિક્યુરિટી વધારવા માટે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આદેશો આપ્યા છે.
અમદાવાદના રિલીફ રોડ વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની હતી. જ્યાં એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. જે શાર્પશૂટરે ફાયરિંગ કર્યું, તે ગુજરાતના કોઈ રાજકીય નેતાની હત્યા કરવા માટે ગુજરાત આવ્યો હતો. તેને રિલીફ રોડ પર પકડવા જતા તેણે ટીમ પર ફાયરિંગ કર્યું હતું. ડીઆઈજી હિમાંશુ શુક્લ, એસપી દીપન ભદ્રન, ડીવાયએસપી કેકે. પટેલ અને ડીવાયએસપી બીપી રોજીયા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જોકે, સદનસીબે કોઈ અધિકારીને ઇજા થઈ ન હતી.
શાર્પશૂટરના મોબાઇલના ટેકનિકલ ડેટામાં ગોરધનભાઈ ઝડફિયા અને અન્ય વિગતો ઉપલબ્ધ છે તેની તપાસ કરવામાં આવી રહી છે. મોબાઇલના ડેટામા ગોરધન ઝડફિયાનું નામ છે. ત્યારે ગોરધન ઝડફિયાની સુરક્ષા વધારવા માટેસૂચના આપવામાં આવી છે. શાર્પશૂટરના મોબાઈલમાંથી ગાંધીનગર કમલમ કાર્યાલયના વીડિયો પણ મળી આવ્યા છે.