આ યોજના ની શરૂવાત સદવિચાર પરિવાર ખાતે તા. 5.10.20 ના રોજ કરવામાં આવી હતી
અમદાવાદ, ઓક્ટોબર : છેલ્લા ઘણા સમય થી ચાલી રહેલ કોરોનાની મહામારી માં ઘણા લોકો પોતાના સાથ સહકાર સાથે જોડાઈને બલિદાન આપી રહ્યા છે અને એક યાતો બીજી રીતે મદદરૂપ બની રહ્યા છે તો આ મહામારી માં પ્રજ્ઞાચક્ષુ લોકો ને આત્મનિર્ભર બનાવા અને તેઓની રોજગારી પુરી પાડવા માટે હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને નિતિન ચેરીટેબલ ટ્રસ્ટ ના ચેરમેન શ્રી ડૉ.નિતિન સુમંત શાહ દ્વારા પ્રજ્ઞાચક્ષુ (દિવ્યાંગ) દંપતિ ને આર્થિક સહયોગ સાથે એક અનોખી પહેલ કરવામાં આવી છે. જેના દ્વારા તેઓને તેમાંથી વ્યવસાય કરીને રોજગારી મેળવીને તેમાંથી પગભર થવા માટે પ્રેરણા આપી શકાશે અને સ્વાભિમાન પૂર્વકના આત્મનિર્ભર સ્વરોજગારના કેન્દ્ર દ્વારા આત્મનિર્ભર બની અને અન્ય દિવ્યાંગ લોકો ને પણ પ્રેરણા પુરી પાડી શકશે.
આ કાર્યક્રમ વિશે વધુમાં જણાવતા ડો. નીતિન સુમંત શાહ દ્રારા જણાવવા માં આવ્યું હતું કે, હાર્ટ ફોઉન્ડેશન અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છેલ્લા 40 વર્ષ થી સમાજ ની સેવા માં કાર્યરત છે અને વિવિધ પ્રકરના કાર્યક્રમ અને યોજના દ્રારા સમાજ સાથે જોડાઈને મદદરૂપ થઈ રહ્યું છે. આ વખતે કોરોનાની મહામારી વચ્ચે પ્રજ્ઞાચક્ષુ (દિવ્યાંગ) લોકોને મદદરૂપ થવા માટે હમે આ આત્મનિર્ભર પ્રોજેક્ટ નું આયોજન કર્યું છે. આ યોજના હેઠળ બારેજા ખાતે મહિલા આત્મનિર્ભર સ્વારોજગાર યોજના મહિલા સશક્તિકારણ નો નૂતન અભિનવ પ્રયાશ કરવામાં આવેલ છે. જેમાં 15 થી વધારે ગામડાઓ માં જઈને સિલાઈ મશીન તથા સેનેટરી પેડ બનાવાની તાલીમ આપવામાં આવશે અને તે બનાવી અને તેમાંથી રોજગારી મેળવી આત્મનિર્ભર બનશે.
આ સાથે આ કાર્યક્રમમાં અમદાવાદ ના મેયર શ્રીમતી બિજલબેન પટેલ, શ્રી વાય.એમ. શુક્લ (ચેરિટી કમિશનર) તેમજ અન્ય વિશેષ અતિથિગણ ઉપિસ્થત રહ્યા હતાં.