•ફિલ્મ 31 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે
•ફિલ્મની એક સિક્વન્સનું શૂટિંગ અમદાવાદ ખાતે પણ થયું છે.
ધર્મા પ્રોડક્શન અને ઝી સ્ટુડિયોઝના બેનર હેઠળ બનેલ અને અત્યંત પ્રતિભાશાળી નિર્દેશક શરણ શર્મા દ્વારા ડિરેક્ટ કરાયેલ આવનાર સ્પોર્ટ્સ ડ્રામા હિન્દી ફિલ્મ “મિસ્ટર એન્ડ મિસિસ માહી”ના પ્રમોશન અર્થે ખૂબસૂરત અભિનેત્રી જાહન્વી કપૂર અમદાવાદની મહેમાન બની હતી. ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ થયું હતું અને ફેન્સમાં લોકપ્રિય થઈ ગયું છે. જાહન્વી-રાજકુમાર મિસ્ટર અને મિસિસ માહી બનીને ધમાકો કરવા તૈયાર છે. ટ્રેલર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર ફિલ્મ જોવા માટે જોરદાર ધમાલ મચી ગઈ છે. ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ના ટ્રેલરનો દરેક સીન એટલો અદભૂત છે કે તેને જોયા પછી તમને આગળની સ્ટોરી વિશે જાણવા માટે એક અલગ જ એક્સાઇટમેન્ટ મળશે. ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ 31 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મની એક સિક્વન્સનું શૂટિંગ અમદાવાદ ખાતે પણ થયું છે.
ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’માં રાજકુમાર રાવ અને જાન્હવી ઉપરાંત રાજેશ શર્મા, કુમુદ મિશ્રા, અભિષેક બેનર્જી, ઝરીના વહાબ અને અરિજિત તનેજા પણ જોવા મળશે. મિસ્ટર અને મિસિસ માહી બંને ફિલ્મમાં તેમના સપના અને ફરજો વચ્ચે સંઘર્ષ કરતા જોઈ શકાય છે. માહી તેમની પત્નીને ક્રિકેટર બનવા દેવા માટે તેના પરિવાર સામે બળવો પણ કરે છે. ફિલ્મનું સોન્ગ “દેખા તેનું …”નો દર્શકોમાં અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે.
સ્ટોરી લાઈનની વાત કરીયે તો મહેન્દ્ર બનેલા રાજકુમાર અને મહિમા બનેલી જાહન્વીને લોકો પ્રેમથી ‘માહી’ કહીને બોલાવે છે. થોડા દિવસો સુધી મળ્યા પછી બંને પ્રેમમાં પડે છે અને લગ્ન કરી લે છે. લગ્ન પછી થોડા સારા દિવસો પસાર થાય છે, ત્યારે મહેન્દ્રને ખબર પડે છે કે મહિમાનું સપનું ક્રિકેટર બનવાનું હતું. પરંતુ તેના પરિવારના આગ્રહને કારણે તેણે પોતાના સપનાનું બલિદાન આપ્યું અને ડોક્ટર બની.
આ વાત જાણીને મહેન્દ્ર તેને ફરી ક્રિકેટર બનવા પ્રેરે છે. વાસ્તવમાં, તે પોતે પણ એક સમયે ક્રિકેટર બનવા માંગતો હતો પરંતુ પરિવારના દબાણને કારણે તેણે પણ પોતાનું સપનું ભૂલી જવું પડ્યું. આગળની વાર્તામાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે મહેન્દ્ર તેની પત્નીને ક્રિકેટર બનાવવા માટે સંઘર્ષ કરે છે. આ સમય દરમિયાન, તેણે માત્ર તેના પરિવાર સાથે લડવું પડ્યું તેવું નથી, પરંતુ તેની અને મહિમા વચ્ચે કેટલોક સમય ગેરસમજ ઊભી થઈ જાય છે. હવે આગળ શું થાય છે તર તો ફિલ્મ થકી જ જોવું રહ્યું.
રાજકુમાર રાવ અને જાહ્નવી કપૂરે દર્શકોના દિલ જીતી લીધા છે. ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’માં તેની ભૂમિકા માટે, જાહ્નવી એ ક્રિકેટરની રીતભાત શીખવા અને અપનાવવા માટે સખત તાલીમ લીધી. આ ફિલ્મ 31 મે, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.