ઉનાળુ વેકેશન પૂરું થયું છે અને શાળાઓ શરૂ થઇ ગઈ છે, ત્યારે બાળકો માટે ચોપડા ખૂબ જ અનિવાર્ય હોય છે. ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા ચોપડા વિતરણનું આયોજન કરવામાં આવ્યું. જમાલપુર વિસ્તાર અને નવા નરોડા વિસ્તારના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આ સેવાનો લાભ આપવામાં આવ્યો હતો.
હજી પણ અમદાવાદ અને તેની આજુ બાજુના વિસ્તારમાં બાળકો માટે આ સંસ્થા ચોપડા વિતરણ કરવા તૈયાર છે.
સંસ્થાના પ્રમુખ નિરવભાઇ શાહે જણાવ્યું કે જરૂરિયાતમંદ બાળકના અભ્યાસમાં કોઈ આર્થિક બાબત અડચણરૂપ ના બને તે હેતુથી આ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે. આ વર્ષે બાળકોને નોટબુક, ફુલસ્કેપ ચોપડા, સ્ટેશનરી, તેમજ સ્કૂલબેગનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે.
અત્યાર સુધી આ સંસ્થા દ્વારા અંદાજે 300 જેટલા બાળકોને ચોપડા અને ભણતર માટે જરૂરી સામગ્રી પૂરી પાડવામાં આવી છે. આ વર્ષે તેઓ 500 જેટલા બાળકોને આ પ્રકારની મદદ પહોંચાડવાનો મક્કમ ઇરાદો રાખીને બેઠા છે.
આ કાર્યમાં ડ્રીમ ફાઉન્ડેશનને મૈત્રી ફાઉન્ડેશન તેમજ શ્રી ધાબાવાળા આઈ શ્રી ખોડીયાર મંદિર બાળ સેવા ટ્રસ્ટના સભ્યોનો ઉમદા સહયોગ મળ્યો હતો.