• સુપ્રસિદ્ધ સિંગર કિંજલ દવે પ્રિ- નવરાત્રિ સેલિબ્રેશનમાં ગરબાની રમઝટ બોલાવશે
અમદાવાદ : ગરબાનું નામ સાંભળતા જ દરેક ગુજરાતી અને અમદાવાદીઓના પગ થનગનવા લાગે છે. નવરાત્રિને હવે ગણતરીના જ દિવસો બાકી ત્યારે બધા આયોજકો નવરાત્રિની તૈયારીઓમાં લાગી ગયા છે. પ્રખ્યાત એવા સિદ્ધિ વિનાયક, એમજે ઇવેન્ટ્સ, અને દ્વારકેશ ઇવેન્ટ દ્વારા અમદાવાદમાં ગરબા કાર્નિવલનું આયોજન કરવામાં આવશે.. આ ગરબા કાર્નિવલ તા. 1 ઓક્ટોબરના રોજ આરએમ પાર્ટી પ્લોટ, અમદાવાદ ખાતે યોજાશે. આ પ્રિ -નવરાત્રિ સેલિબ્રેશનમાં લોકપ્રિય ગાયક કલાકાર કિંજલ દવે પોતાના મધુર અવાજ થકી લોકોને ગરબા કરવાં મજબૂર કરી દેશે.
આગામી ગરબા કાર્નિવલ ની જાહેરાત કરતા આયોજક દ્વારા જાણવામાં આવ્યું હતું કે, “આ વર્ષે ગરબાપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખૈલેયાઓ ગરબા રમવા આતુર છે. ગરબારસિકોમાં સિંગરોનું પણ આકર્ષણ હોય છે. ફેવરિટ સિંગરને જોઈને પણ અમુક લોકો ગરબે રમવા જતા હોય છે. આ વર્ષે અમે અમદાવાદની જનતાની માંગણી અનુસાર તેમના લોકપ્રિય કલાકાર અને ગરબા ક્વિન કિંજલ દવે સાથે પ્રિ નવરાત્રી નું આયોજન કરી રહ્યા છીએ. દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત ગરબા અને દાંડિયા રાસ, પ્રખ્યાત કલાકારો દ્વારા મનમોહક સંગીત, ફૂડ, વાઇબ્રન્ટ ડેકોરેશન, સજાવટ અને આકર્ષક ઈનામો અને અન્ય બાબતો અંગે ખાસ ધ્યાન રખાયું છે.
આ વર્ષની નવરાત્રિ અને પોતાના ઉત્સાહ વિશે કિંજલ દવે દ્વારા જાણવામાં આવ્યું હતું કે, “ગરબા એ દેવીશક્તિની પૂજા કરવાની એક અનન્ય અભિવ્યક્તિ છે. આ વર્ષે હું ખુબજ ઉત્સાહી છું કે મારા ઘર આંગણે, મારા પોતાના અમદાવાદમાં હું પ્રિ નવરાત્રિ કરવા જઈ રહી છું. અમદાવાદીઓમાં નવરાત્રિનો એક અનોખો ઉત્સાહ હોય છે. મારી સાથે અન્ય સિંગર્સ પણ છે. ખૂબ જ ગ્રાન્ડ લેવલ પર આ વર્ષની નવરાત્રી થઈ રહી છે. આટલા મોટા લેવલ પર ખૂબ ઓછા કાર્યક્રમો થતાં હોય છે તેથી ગરબા કાર્નિવલ થકી ખેલૈયાઓને ખૂબ જ મજા આવશે. કેટલાંક જૂના ગરબા અને નવા ગીતોને લોકો થકી પહોંચાડવાનો સંપૂર્ણ પર્યટન રહેશે. અમદાવાદમાં ઘણાં સમય પછી પરફોર્મ કરી રહી છું તેથી દરેક અમદાવાદી જોડાય તેવી આશા રાખું છું.”
અમદાવાદી લોકો ગરબા અને ફૂડ માટે ખૂબ જ ક્રેઝી હોય છે. લોકોને કયા ગરબા કે ગીતો પસંદ આવશે અને અત્યારે શું ટ્રેન્ડિંગમાં હશે તે દરેક બાબત ધ્યાનમાં રાખીને આ પ્રકારના આયોજનો થતાં હોય છે. તેમાં ઘણાં લોકોની મહેનત હોય છે. ઘણાં મહિનાઓથી તૈયારીઓ શરૂ કરવી પડે છે. ગરબા રમવાની સ્પેસથી લઈને દરેક વ્યક્તિની સેફટી સુધી બધી જ બાબતોને ધ્યાનમાં લેવામાં આવી છે.